બળદેવભાઈ કનીજિયા

વિજયાલક્ષ્મી (શ્રીમતી)

વિજયાલક્ષ્મી (શ્રીમતી) (જ. 2 ઑગસ્ટ 1960; એર્નાકૂલમ, કેરળ) : મલયાળમ ભાષાનાં કવયિત્રી. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં 1980માં બી.એસસી. અને 1982માં એમ.એ.ની પદવી મેળવી. પછી તેઓ ભારતીય દૂરદર્શન ખાતાની સેવામાં જોડાયાં. તેઓ કેરળ સાહિત્ય અકાદમીનાં સભ્ય છે. તેમના 2 કાવ્યસંગ્રહો – ‘મૃગશિક્ષકાન’ (1992) અને ‘થેચાન્ટે મકલ’ (1994) ખૂબ નોંધપાત્ર છે. તેમને…

વધુ વાંચો >

વિજયા સુબ્બારાજ (શ્રીમતી)

વિજયા સુબ્બારાજ (શ્રીમતી) (જ. 20 એપ્રિલ 1947, બૅંગલોર, કર્ણાટક) : કન્નડ લેખિકા. તેમણે કન્નડમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવ્યા પછી અંગ્રેજીમાં એમ.એ., એલએલ.બી. અને ફ્રેંચમાં ડિપ્લોમા અને ‘સાહિત્યરત્ન’(પ્રયાગ)ની પદવી પ્રાપ્ત કરી. પછી બૅંગલોરની કૉલેજ ઑવ્ આર્ટ્સ, સાયન્સ ઍન્ડ કૉમર્સમાં કન્નડનાં પ્રાધ્યાપિકા રહ્યાં. ‘કન્નડ નુડી નાયક’ સાહિત્યિક સામયિકનાં સંપાદિકા તથા કર્ણાટક…

વધુ વાંચો >

વિનયચંદ્રન્, ડી.

વિનયચંદ્રન્, ડી. (જ. 13 મે 1944, પશ્ચિમ કલ્લાડ, જિ. કોલ્લમ, કેરળ) : મલયાળમ કવિ અને કથાસાહિત્યકાર. તેમણે કેરળ યુનિવર્સિટીમાંથી પદાર્થવિજ્ઞાનમાં બી.એસસી., કાલિકટ યુનિવર્સિટીમાંથી મલયાળમમાં એમ.એ.ની પદવી અને થિયેટરની તાલીમમાં સર્ટિફિકેટ મેળવ્યાં. તેઓ મહાત્મા ગાંધી યુનિવર્સિટી, કોટ્ટયમમાં સ્કૂલ ઑવ્ લેટર્સના નિયામક તરીકે કાર્યરત છે. તેઓ આફ્રો-એશિયન કાઉન્સિલ ઑવ્ ઑથર્સ ઍન્ડ રાઇટર્સ;…

વધુ વાંચો >

વિનોદ રસમંજરી (ઓગણીસમી સદી)

વિનોદ રસમંજરી (ઓગણીસમી સદી) : વીરાસ્વામી રેડ્ડિયાર દ્વારા રચાયેલ ઓગણીસમી સદીની પ્રથમ તમિળ ગદ્ય-કૃતિ. આ કૃતિએ તમિળમાં નવલકથા-સાહિત્ય અને અન્ય લખાણોની શૈલી સ્થાપિત કરી અને તે અગ્રેસર બની. એક સદી પહેલાં ઇટાલિયન મિશનરી વીરામા મુનિવર દ્વારા ‘અવિવેક પરમાર્થ ગુરુ કતૈ’ નામક તમિળ ગદ્ય-કૃતિ રચવામાં આવી હતી. ત્યારબાદ વીરાસ્વામી રેડ્ડિયારના સમયમાં…

વધુ વાંચો >

વિન્દન્

વિન્દન્ (જ. 1916, મેલાચ્ચેટ્ટુપ્પાટ્ટુ, તામિલનાડુ; અ. 1975) : તમિળ નવલકથાકાર અને કટાક્ષલેખક. તેમનું સાચું નામ ‘કોવિન્દન્’ હતું. સામાન્ય કુટુંબમાં જન્મ થવાથી વિધિસર શિક્ષણથી વંચિત રહ્યા. બીબાં ગોઠવનાર તરીકે જીવનની શરૂઆત કરીને 1942માં તમિળ અઠવાડિક ‘કલ્કિ’માં પ્રૂફવાચક તરીકે જોડાયા. તેમનામાં રહેલી સર્જનાત્મક શક્તિને પારખીને સંપાદક જે લોકપ્રિય લેખક હતા તેમણે તેમને…

વધુ વાંચો >

વિપ્ર હરિવર [તેરમી-ચૌદમી સદી]

વિપ્ર હરિવર [તેરમી-ચૌદમી સદી] : આસામી સાહિત્યના પૂર્વ વૈષ્ણવી કાળના ખ્યાતનામ કવિઓ પૈકીના એક. પ્રાચીન રાજ્ય કામતાપુરના રાજા દુર્લભનારાયણના આશ્રિત. કવિઓ અને પંડિતોના ભારે ચાહક અને આસામીમાં લખવા તેમને પ્રેરનાર રાજા વિશે તેમણે સ્વસ્તિવાચન કાવ્યકૃતિ રચીને તેના પ્રત્યે ઋણભાવથી પ્રશંસા કરી છે. તે રાજાના રાજ્યકાળ દરમિયાન તેમણે બે કૃતિઓ રચી…

વધુ વાંચો >

વિભુકુમાર

વિભુકુમાર (જ. 13 માર્ચ 1942, સાગર, મધ્યપ્રદેશ) : હિંદી લેખક અને નાટ્યકાર. તેમણે સાગર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને રવિશંકર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ 1965-71 દરમિયાન ‘હસ્તાક્ષર’ ત્રિમાસિકના સંપાદક તથા મધ્યપ્રદેશમાં શેરી-નાટકોની પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યા હતા. તેમણે દુર્ગા મહાવિદ્યાલય, રાયપુરમાં હિંદીના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી છે. તેમણે અત્યાર સુધીમાં 7 ગ્રંથો…

વધુ વાંચો >

વિમલ ગંગા પ્રસાદ

વિમલ ગંગા પ્રસાદ (જ. 3 જૂન 1939, ઉત્તરકાશી, ઉ.પ્ર.) : હિંદી કવિ તથા કથાસાહિત્યકાર. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ., કર્યા બાદ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ભારત સરકારની કેન્દ્રીય હિંદી નિયામકની કચેરીના નિયામકપદેથી સેવાનિવૃત્ત થયા. ત્યારબાદ જે. એન. યુનિવર્સિટીમાં હિંદી અનુવાદના પ્રાધ્યાપક રહ્યા. વળી તેમણે દિલ્હી યુનિવર્સિટી કૉલેજના રીડર; ‘રંગિકા’ થિયેટર…

વધુ વાંચો >

વિમલા રામાણી

વિમલા રામાણી (જ. 7 ફેબ્રુઆરી 1935, ડિંડિગલ, જિ. અન્ના; તમિલનાડુ) : તમિળ લેખિકા અને નાટ્યકાર. તેમણે મદુરાઈ કામરાજ યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં બી.એ.; ડી.બી. હિંદી પ્રચાર સભાની ‘પ્રવીણ’ની પદવી મેળવી હતી. તેમણે ‘મલાર માલિગાઈ ઑવ્ કુમુદમ્’નું સંપાદન તથા લેખનકાર્ય કર્યું હતું. તેમણે અત્યાર સુધીમાં 100થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમનાં નોંધપાત્ર વાર્તાસંગ્રહો…

વધુ વાંચો >

વિલેનિલમ, જોન વર્ગિસ

વિલેનિલમ, જોન વર્ગિસ (જ. 11 ઑગસ્ટ 1935, ચેન્ગાન્નુર, જિ. અલપ્પુળા, કેરળ) : મલયાળમ અને ભારતીય અંગ્રેજીના લેખક. 1958માં  તેમણે બી.એચ. યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ., 1975માં ટેમ્પલ યુનિવર્સિટી ફિલાડેલ્ફિયા, યુ.એસ.માંથી કૉમ્યુનિકેશનમાં એમ.એસસી., 1981માં ભાગલપુર યુનિવર્સિટીમાંથી ડી.લિટ્. અને 1986માં યુનિવર્સિટી ઑવ્ એમસ્ટરડૅમમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. શરૂઆતમાં તેઓ કેરળ યુનિવર્સિટીના કુલપતિ રહ્યા…

વધુ વાંચો >