બળદેવભાઈ કનીજિયા

લાગુ, રઘુનાથ ગોપાળ

લાગુ, રઘુનાથ ગોપાળ (જ. 29 સપ્ટેમ્બર 1932, પુણે, મહારાષ્ટ્ર) :  મરાઠી લેખક. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી એમ.એસસી. અને મુંબઈ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ પ્રાધ્યાપક (વિજ્ઞાનશાખાઓ) તરીકે નિવૃત્ત થયા. તેઓ મહારાષ્ટ્ર એકૅડેમી ઑવ્ સાયન્સિઝના ફેલો રહેલા. તેમણે મરાઠીમાં 29 ગ્રંથો લખ્યા છે. ‘ગણિતાચે પ્રયોગ’ (1978); ‘અભિનવ પ્રયોગ’ (1985); ‘ગણિતાચ્યા ગુજગોષ્ટી’…

વધુ વાંચો >

લાડુ, સુરેશચંદ્ર જ્ઞાનેશ્વર

લાડુ, સુરેશચંદ્ર જ્ઞાનેશ્વર (જ. 18 મે 1926, પુણે, મહારાષ્ટ્ર) : સંસ્કૃત  તથા ભાષા-શાસ્ત્રના પંડિત. તેમણે 1948માં મુંબઈ યુનિવર્સિટીમાંથી એમ.એ., પુણે યુનિવર્સિટીમાંથી 1955માં એમ.એડ. અને 1967માં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી છે. વળી ડેક્કન કૉલેજ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, પુણેમાંથી સર્ટિફિકેટ ઇન બેઝિક ઍન્ડ ઍડવાન્સ્ડ કૉર્સિઝ ઇન લિંગ્વિસ્ટિક્સ તેમજ પુણે યુનિવર્સિટીમાંથી જર્મનમાં સર્ટિફિકેટ મેળવ્યાં…

વધુ વાંચો >

લામા, જી. એસ.

લામા, જી. એસ. (જ. 15 જૂન 1939, ગંગટોક, સિક્કિમ) : નેપાળી લેખક. તેઓ ‘સાનુ લામા’ તરીકે પણ ઓળખાતા રહ્યા છે. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી સિવિલ એન્જિનિયરની પદવી મેળવી. મુખ્ય ઇજનેર તરીકે સેવાનિવૃત્ત થયા. તેઓ સિક્કિમ અકાદમીના પ્રમુખ, હિમાલયન રાઇટર્સ ફૉરમ, સિક્કિમના પ્રમુખ અને 1993–97 સુધી નેપાળી સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના સલાહકાર…

વધુ વાંચો >

લારી, નૂરુલ ઐન

લારી, નૂરુલ ઐન (જ. 4 જુલાઈ 1932, લાર, જિ. દેવરિયા, ઉત્તરપ્રદેશ) :  ઉર્દૂ પંડિત અને વિવેચક. તેમણે તેમનું તખલ્લુસ ‘અહમર લારી’ રાખેલું. ઉર્દૂમાં એમ.એ. તથા પીએચ.ડી.ની પદવી મેળવી તેઓ ગોરખપુર યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન પ્રેરિત સંશોધન પ્રૉજેક્ટના પ્રમુખ સંશોધક રહેલા. 1968 –93 સુધી તેઓ એ જ યુનિવર્સિટીના ઉર્દૂ…

વધુ વાંચો >

લાલ, પુરુષોત્તમ (પી. લાલ)

લાલ, પુરુષોત્તમ (પી. લાલ) (જ. 1929) : ભારતીય અંગ્રેજી કવિ, વિવેચક, સંપાદક અને પ્રકાશક. કોલકાતામાં અંગ્રેજીના માનાર્હ પ્રાધ્યાપક. 1958માં તેમણે લેખકોની કાર્યશાળા સ્થાપી, જે રચનાત્મક અને વિવેચનાત્મક પાસાંમાં ઇન્ડોઇંગ્લિશ સાહિત્યના વિકાસને છેલ્લાં ઘણાં વર્ષોથી અવિરતપણે ઉત્તેજન આપતી પ્રકાશનસંસ્થા છે. તેમના દ્વારા સંપાદિત ‘ધ મિસેલની’ નામનું દ્વૈમાસિક જર્નલ લેખકોની કાર્યશાળાનું મુખપત્ર…

વધુ વાંચો >

લાલવાણી, જેઠો માધવદાસ

લાલવાણી, જેઠો માધવદાસ [જ. 8 માર્ચ 1945, કાંઢિયારો (સિંધ) જિ. નવાબશાહ] : સિંધી નવલકથાકાર, વાર્તાકાર અને પત્રકાર. તેમણે એમ.એ. ઓસ્માનિયા યુનિવર્સિટીમાંથી, બી.એડ. (વિશારદ) અન્નામલાઈ યુનિવર્સિટીમાંથી અને મુંબઈ યુનિવર્સિટીમાંથી લાઇબ્રેરી સાયન્સમાં ડિપ્લોમા અને 1996માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ સિંધી, હિંદી અને ઉર્દૂ ભાષાના જાણકાર છે, તે ઉપરાંત આકાશવાણી અને…

વધુ વાંચો >

લાલસ, સીતારામ

લાલસ, સીતારામ (જ. 29 ડિસેમ્બર 1908 નેરવા, રાજસ્થાન અ. 29 ડિસેમ્બર 1986) : રાજસ્થાની કોશકાર. તેમણે તેમની નાની વયે પિતાની છત્રછાયા ગુમાવતાં મોસાળમાં તેમના નાનાએ તેમનો ઉછેર કર્યો. તેમના નાના સાદુલજી વિદ્વાન અને જાણીતા કવિ હતા. સીતારામે તેમનું પ્રાથમિક શિક્ષણ સરવડી ગામે લીધા બાદ રાજમહલ મિડલ સ્કૂલ અને જોધપુરની દરબાર…

વધુ વાંચો >

લાહિડી, રમણ

લાહિડી, રમણ (જ. 23 ફેબ્રુઆરી 1927, કૉલકાતા) : બંગાળી નાટકકાર. તેમણે બી. કૉમ.ની ડિગ્રી મેળવી પછી સરકારી નોકરીમાં જોડાયા અને આસિસ્ટંટ મૅનેજર (જહાજ) તરીકે નિવૃત્ત થયા. ત્યારપછી તેમણે નાટકકાર તરીકે કારકિર્દી શરૂ કરી. તેમણે સંખ્યાબંધ ઑપેરા અને રેડિયોનાટકો રચ્યાં. રવીન્દ્રનાથ, બંકિમચંદ્ર, ઉપેન્દ્રનાથ વગેરેની નવલકથાઓ પરથી નાટકો બનાવ્યાં. નાટકકારોનાં ઍસોસિયેશનો રચ્યાં.…

વધુ વાંચો >

લાહિરી, ઝુમ્પા

લાહિરી, ઝુમ્પા (જ. 1967, લંડન) : 40 વર્ષથી ઓછી વયની 20 અમેરિકન સર્વશ્રેષ્ઠ લેખિકાઓ પૈકીનાં એક. તેમણે બોસ્ટન યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી. મૂળ બંગાળી માતા-પિતાનાં પુત્રી. તેમનો ઉછેર રહોડ આયર્લૅન્ડમાં થયો. તેમના પિતા ગ્રંથપાલ અને માતા શિક્ષિકા હતાં. તેમણે એ જ યુનિવર્સિટીમાંથી સર્જનાત્મક લખાણમાં અને તે પછી કમ્પેરેટિવ…

વધુ વાંચો >

લાહકર, સત્યવ્રત ભૂયા

લાહકર, સત્યવ્રત ભૂયા (જ. 1 માર્ચ 1922, ગૌહત્તી, આસામ) : આસામી પત્રકાર અને લેખક. 1942માં ભારતીય લશ્કર અકાદમીનો નિમણૂક-પત્ર મળ્યો અને લશ્કર(પાયદળ)માંથી મેજરપદેથી નિવૃત્ત થયા. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન વિવિધ દરજ્જામાં લશ્કરી સેવા બજાવી હતી. તેમણે કલ્યાણ-અધિકારી તથા મદદનીશ પૉલિટિકલ ઑફિસર તરીકે પણ કામગીરી કરી હતી. 1953–54 દરમિયાન નેફામાં મૅજિસ્ટ્રેટ તરીકે…

વધુ વાંચો >