બળદેવભાઈ કનીજિયા
મૌલાના શૌકત અલી
મૌલાના શૌકત અલી (જ. 10 માર્ચ 1873, રામપુર સ્ટેટ, ઉત્તરપ્રદેશ; અ. 26 નવેમ્બર 1938, દિલ્હી) : રાજકીય તથા સામાજિક પ્રવૃત્તિઓના નિષ્ઠાવાન કાર્યકર. પિતા અબ્દુલ અલીખાન રામપુર સ્ટેટના નવાબ યૂસુફઅલીખાન નઝીમના દરબારી હતા, જે 1880માં 31 વર્ષની વયે મૃત્યુ પામ્યા. તે વખતે બીબી અમ્મા તરીકે ઓળખાતાં હિંમતવાન અને ર્દઢ સંકલ્પવાળાં વિધવા…
વધુ વાંચો >મ્યુઝિયમ ઑવ્ એન્ટિક્વિટિઝ, જામનગર
મ્યુઝિયમ ઑવ્ એન્ટિક્વિટિઝ, જામનગર (સ્થાપના 1946) : ઇતિહાસ અને પુરાતત્વવિદ્યાનું ગુજરાતનું મહત્વનું મ્યુઝિયમ. તે વખતના નવાનગર રાજ્ય દ્વારા લાખોટા નામના મહેલમાં તે સ્થાપવામાં આવ્યું હતું. તેમાં નીચે દર્શાવેલ વિવિધ વિભાગવાર 400થી અધિક નમૂના પ્રદર્શિત કરાયા છે : (1) સ્થાપત્ય ખંડ : આ વિભાગમાંના સ્થાપત્ય નમૂનાઓ મોટેભાગે જૂના નવાનગર રાજ્યનાં મહત્વનાં…
વધુ વાંચો >મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટરી, ન્યૂયૉર્ક
મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટરી, ન્યૂયૉર્ક (સ્થાપના 1869) : વિશ્વનું સૌથી મોટું નૅચરલ સાયન્સ મ્યુઝિયમ. શ્રેષ્ઠ વૈજ્ઞાનિકોના પુરુષાર્થથી તે મહત્વનું સંશોધન-કેન્દ્ર બન્યું છે. તે અમેરિકાના ન્યૂયૉર્ક શહેરમાં સેન્ટ્રલ પાર્ક વેસ્ટ પર હારબંધ મકાનોમાં ગોઠવવામાં આવેલું છે. તેનાં પૂરક સંશોધન-મથકો હંટિંગ્ટન – ન્યૂયૉર્ક, લેક પ્લૅસિડ ફલા, પૉર્ટલ આરિઝ અને બહામામાં બિમિની ટાપુ…
વધુ વાંચો >મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટરી, લંડન
મ્યુઝિયમ ઑવ્ નૅચરલ હિસ્ટરી, લંડન (યુ.કે.) (સ્થાપના 1881) : યુ.કે.નું નૅચરલ હિસ્ટરી અંગેનું રાષ્ટ્રીય મ્યુઝિયમ. તે જીવવિદ્યા (bio-sciences) અને જીવવૈવિધ્ય(bio–diversities)નું વૈજ્ઞાનિક અધિકૃતતા દર્શાવતું સંશોધન-કેન્દ્ર છે. 1753માં તે બ્રિટિશ મ્યુઝિયમનો અંતર્ગત ભાગ હતું. પરંતુ ઓગણીસમી સદીના મધ્યમાં નૅચરલ હિસ્ટરી અંગેના સંગ્રહોમાં વધારો થતાં ભેજ અને સ્થળસંકોચને કારણે તે સંગ્રહો બ્લુમ્સબરીથી આલ્ફ્રેડ…
વધુ વાંચો >મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ, ન્યૂયૉર્ક
મ્યુઝિયમ ઑવ્ મૉડર્ન આર્ટ, ન્યૂયૉર્ક : અદ્યતન કલાશૈલીનો સંગ્રહ અને પ્રદર્શન ધરાવતું વિશ્વનું એક જાણીતું મ્યુઝિયમ. તેમાં 1880થી આજ સુધીની અમેરિકા અને અન્ય દેશોની તમામ પ્રકારની મુખ્ય કલા વિશેની ગતિવિધિ દર્શાવતી 1,00,000થી વધુ વસ્તુઓનો સંગ્રહ છે. આ સંગ્રહમાં ચિત્રો, શિલ્પો, આલેખનો, સ્થાપત્ય અને ડિઝાઇન, સુશોભનકલા, ઔદ્યોગિક ડિઝાઇન, હસ્તકલા, નકશીકામ અને…
વધુ વાંચો >મ્યૂર, એડ્વિન
મ્યૂર, એડ્વિન (જ. 15 મે 1884, ડિયરનેસ, ઑર્કની, સ્કૉટલૅન્ડ; અ. 3 જાન્યુઆરી 1959, કેમ્બ્રિજ, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજીમાં લખતા સ્કૉટિશ કવિ, વિવેચક અને અનુવાદક. ખેડૂતપુત્ર મ્યૂરે કર્કવૉલમાં શિક્ષણ લીધું. 14 વર્ષની વયે ગ્લાસગો ગયા અને 1919માં નવલકથાકાર વિલા ઍન્ડરસન સાથે લગ્ન કર્યા બાદ લંડનમાં સ્થાયી થઈ અધ્યાપનકાર્ય કર્યું. તેમણે રોમ, સ્કૉટલૅન્ડ…
વધુ વાંચો >યક્ષગાન બયલતા (1957)
યક્ષગાન બયલતા (1957) : દક્ષિણ કન્નડના લોકનાટ્ય યક્ષગાનના સ્વરૂપના ઊગમ અને વિકાસને લગતો શિવરામ કારન્તનો શોધપ્રબંધ. આ કૃતિને 1959ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. નાટ્યવિષયનાં વિવિધ પાસાંને લગતા પોતાના ખાસ રસને લીધે કારન્ત તેમના પ્રદેશના આ કલાસ્વરૂપ તરફ આકર્ષાયા. એમાં કેટલાક ધંધાદારીઓએ તેનું વ્યાપારીકરણ કરેલું જોઈ તેમાં…
વધુ વાંચો >યમુનાપર્યટન (1857)
યમુનાપર્યટન (1857) : મરાઠીમાં શરૂઆતની કેટલીક નવલકથાઓ પૈકીની બાબા પદ્મનજીકૃત નવલકથા. લેખકે 1854માં ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો, પરંતુ તેમનાં પત્નીએ તેનો અસ્વીકાર કર્યો અને તેમના પર કૉર્ટમાં કેસ દાખલ કર્યો. કૉર્ટના આ ખર્ચને પહોંચી વળવા બાબાએ આ નવલકથા લખી હોવાનું મનાય છે. બાબા હિંદુ સમાજમાં સ્ત્રીઓની – ખાસ કરીને વિધવાઓની –…
વધુ વાંચો >યયાતિ (1959)
યયાતિ (1959) : મરાઠી લેખક વિ. સ. ખાંડેકરની નવલકથા. તેને મળેલા અનેક ઍવૉર્ડોમાં રાજ્ય સરકારનો ઍવૉર્ડ, કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ (1960) અને જ્ઞાનપીઠ ઍવૉર્ડ (1974) મુખ્ય છે. વિકાસશીલતાના મહાકાવ્ય જેવી આ નવલકથાનું વિષયવસ્તુ રાજા યયાતિની પૌરાણિક કથામાંથી લેવામાં આવ્યું છે. યયાતિ પોતાના પુત્રનું યૌવન મેળવીને શાશ્વત તારુણ્ય ઝંખતો હતો. આ…
વધુ વાંચો >યર્બી, ફ્રૅન્ક
યર્બી, ફ્રૅન્ક (જ. 5 સપ્ટેમ્બર 1916, ઑગસ્ટા) : અમેરિકાના ઐતિહાસિક નવલકથાકાર. તેમને ‘હેલ્થ કાર્ડ’ (1944) નામક વાર્તાસંગ્રહ માટે ઓ’ હેનરી સ્પેશ્યલ ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો, પરંતુ તેમની નવલકથા ‘ધ ફૉક્સિસ ઑવ્ હૅરો’(1946)એ તેમને વ્યાપક પ્રસિદ્ધિ અપાવી હતી. તે નવલકથાનું ધૂમ વેચાણ થયું હતું. 1947માં તેના આધારે ફિલ્મનું નિર્માણ પણ કરવામાં…
વધુ વાંચો >