બળદેવભાઈ કનીજિયા
મીર, રસૂલ
મીર, રસૂલ (જ. સેહાપુર, શાહાબાદ, કાશ્મીર; અ. 1870) : જાણીતા કાશ્મીરી કવિ. તેમના જીવન વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ તેમનું અવસાન યુવાનવયે થયાનું મનાય છે. તેઓ પ્રણયકાવ્યોના ઉત્તમ રચયિતા હતા. રહસ્યવાદી પદ્યરચનાઓના પ્રભાવના યુગમાં તેમણે પાર્થિવ પ્રિયાને સંબોધીને નિર્ભીકતાથી ગઝલો લખી. તેઓ હિંદુ સ્ત્રીને ચાહતા હોવાનું મનાતું હતું. તેમની…
વધુ વાંચો >મીરાન, તોપ્પિલ મોહમ્મદ
મીરાન, તોપ્પિલ મોહમ્મદ (જ. 26 સપ્ટેમ્બર 1944, નાગરકોઈલ, તમિળનાડુ) : તમિળ નવલકથાકાર. તેમને ‘ચાયવુ નારકાલિ’ નવલકથા માટે 1997ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ વ્યવસાયી લેખકે ચાર નવલકથાઓ અને છ વાર્તાસંગ્રહો પ્રગટ કર્યા છે. તે માટે તેમને તમિળનાડુ રાજ્ય પુરસ્કાર, ઇલક્કિય ચિંતામણિ પુરસ્કાર વગેરે પુરસ્કારોનું સન્માન સાંપડ્યું…
વધુ વાંચો >મુકરી, મોહમ્મદ ઉમર
મુકરી, મોહમ્મદ ઉમર (જ. 5 જાન્યુઆરી 1922, અલીબાગ, જિ. રાયગઢ, મહારાષ્ટ્ર; અ. 4 નવેમ્બર 2000, મુંબઈ) : હિંદી ફિલ્મોના સફળ હાસ્યઅભિનેતા. બોરીબંદર ખાતેની અંજુમને ઇસ્લામ સ્કૂલમાં અભિનેતા દિલીપકુમાર સાથે અભ્યાસ. અભિનયક્ષેત્રે પ્રવેશતાં પહેલાં તેમણે બૉમ્બે ટૉકિઝમાં આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું હતું અને અહીં જ તેમની મુસ્કાન અને દોઢ ફૂટની…
વધુ વાંચો >મુક્તાબાઈ
મુક્તાબાઈ (જ. 1277 અથવા 1279; અ. 1297, મેહૂણ, ખાનદેશ, મહારાષ્ટ્ર) : મરાઠી સંત અને કવયિત્રી. સંત જ્ઞાનેશ્વરનાં નાનાં બહેન. તેમનાં જન્મસ્થળ અને વર્ષ અંગે એકમત નથી. તેમની વય 20 વર્ષની કે 18 વર્ષની અને તેમનું જન્મસ્થળ આપેગાંવ કે કોણી આળંદી હોવાનું મનાય છે. પરંતુ તે વિશે કોઈ સબળ પુરાવો નથી.…
વધુ વાંચો >મુખરજી, મીનાક્ષી
મુખરજી, મીનાક્ષી (જ. 3 ઑગસ્ટ 1937, કૉલકાતા, પશ્ચિમ બંગાળ; અ. 16 સપ્ટેમ્બર, 2009, કૉલકાતા) : ભારતીય અંગ્રેજી લેખક. તેમને તેમના વિવેચનગ્રંથ ‘ધ પેરિશેબલ એમ્પાયર : એસેઝ ઑન ઇન્ડિયન રાઇટિંગ ઇન ઇંગ્લિશ’ બદલ 2003ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે પટણા યુનિવર્સિટીમાંથી એમ.એ.; પેનસિલ્વેનિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પુણે…
વધુ વાંચો >મુખોપાધ્યાય, ઉમાપ્રસાદ
મુખોપાધ્યાય, ઉમાપ્રસાદ (જ. 1902; અ. ઑક્ટોબર 1997) : બંગાળી લેખક. તેમને પ્રવાસકથા ‘મણિમહેશ’ માટે 1971ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેઓ સર આશુતોષ મુખરજીના પુત્ર હતા. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને એલએલ.બી. ની પદવી મેળવી. પછી અધ્યાપન ઉપરાંત વર્ષો સુધી વકીલાત કરી. 1958માં વકીલાતનો વ્યવસાય છોડી દઈને…
વધુ વાંચો >મુખોપાધ્યાય, પ્રભાતકુમાર
મુખોપાધ્યાય, પ્રભાતકુમાર (જ. 3 ફેબ્રુઆરી 1873, ધાત્રીગ્રામ, જિ. વર્ધમાન; અ. 5 એપ્રિલ 1932) : જાણીતા બંગાળી નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે 1888માં જમાલપુર એચ. ઈ. સ્કૂલમાં પ્રવેશ-(એન્ટ્રન્સ) પરીક્ષા પસાર કરી તથા બિહારની પટણા કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધું. પછી કલકત્તા યુનિવર્સિટીમાંથી 1895માં સ્નાતકની પદવી મેળવી. થોડો વખત ભારત સરકારની નોકરીમાં જોડાયા. 1901માં…
વધુ વાંચો >મુખોપાધ્યાય, સુભાષ
મુખોપાધ્યાય, સુભાષ (જ. 23 ફેબ્રુઆરી 1919, કૃષ્ણનગર, નદિયા, પ. બંગાળ; અ. 8 જુલાઈ 2003) : નામાંકિત બંગાળી કવિ. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘જોતો દૂરેઈ જાઈ’ (1962) માટે 1964ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર તથા સર્જનાત્મક સાહિત્ય દ્વારા ભારતીય સાહિત્યને સમૃદ્ધ કરવા બદલ 1991ના વર્ષનો જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયા હતા. 1941માં તેમણે…
વધુ વાંચો >મુખોપાધ્યાય, સૌરિન્દ્રમોહન
મુખોપાધ્યાય, સૌરિન્દ્રમોહન (જ. 1884; અ. 1966) : જાણીતા બંગાળી વાર્તાકાર તથા નવલકથાકાર. તેઓ ‘ભારતી’ સાથે સંકળાયેલા હતા. તેમણે લગભગ 100 કૃતિઓ પ્રગટ કરી હતી. પરંતુ તેઓ મુખ્યત્વે તેમની ‘દીનેર આલો’ અને ‘ઠાકુરજી’ જેવી કેટલીક ટૂંકી વાર્તાઓને લીધે લોકપ્રિય બન્યા હતા. તેમની મોટાભાગની વાર્તાઓનો વિષય પ્રેમ છે. તેમની ટૂંકી વાર્તાઓની શૈલીમાં…
વધુ વાંચો >મુજુમદાર, દત્તાત્રેય ચિંતામણ
મુજુમદાર, દત્તાત્રેય ચિંતામણ (જ. 13 ઑક્ટોબર 1882, પુણે; અ. 22 ઑગસ્ટ 1964, વડોદરા) : ગુજરાતની વ્યાયામપ્રવૃત્તિના મોખરાના આદ્ય સંચાલક. મૂળ નાસિક જિલ્લાના પિંપળગાંવ તરફના ચિત્તપાવન બ્રાહ્મણ પરિવારમાં જન્મ. પિતા ચિંતામણ નારાયણ ઉર્ફે ભાઉસાહેબ વડોદરામાં પ્રતિષ્ઠિત ગર્ભશ્રીમંત આસામદાર હતા. તેમના વડીલોએ વડોદરા રાજ્યમાં મુજુમદારી મેળવેલી. તેથી મૂળની ‘કરંદીકર’ અટક ‘મુજુમદાર’માં ફેરવાઈ.…
વધુ વાંચો >