બળદેવભાઈ કનીજિયા
એક્કુણ્ડિ, સુબ્બન્ના રંગનાથ
એક્કુણ્ડિ, સુબ્બન્ના રંગનાથ (જ. 20 જાન્યુઆરી 1923, રાણેબેન્નૂર, જિ. ધારવાડ, કર્ણાટક; અ. 20 ઑગસ્ટ 1995, બૅંગાલુરુ, કર્ણાટક) : કર્ણાટકના જાણીતા કવિ અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘બકુલદ હૂવુગળુ’ માટે 1992ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. મહારાષ્ટ્રમાં વિલિંગ્ડન કૉલેજ, સાંગલીમાંથી તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે બી.એ.ની પદવી મેળવી. ત્યારબાદ…
વધુ વાંચો >એમ. કમલ
એમ. કમલ (જ. 8 ઑગસ્ટ 1925, કનડિયરો જિલ્લો, કરાંચી, પાકિસ્તાન; અ. 3 ફેબ્રુઆરી 2010) : સિંધી ભાષાના જાણીતા કવિ અને નાટ્યલેખક. તેમનું મૂળ નામ મૂલચંદ મંઘારામ બિંદ્રાણી છે. તેઓ ‘કમલ’ ઉપનામથી લખતા હતા. તેમને તેમના ઉત્તમ ગઝલસંગ્રહ ‘બાહિ જા વારિસ’ (એટલે કે ‘નરકના વારસદાર’) માટે 1989ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી…
વધુ વાંચો >એમ. મુકુન્દન્
એમ. મુકુન્દન્ [જ. 10 સપ્ટેમ્બર 1942, મય્યષી (માહી), ભૂતપૂર્વ ફ્રેંચ વસાહત, ઉત્તર કેરળ] : મલયાળમના જાણીતા નવલકથાકાર તથા અગ્રેસર વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘દૈવત્તિન્ટે વિકૃતિકળ’ (ઈશ્વરની ચેષ્ટાઓ) માટે 1992ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે મય્યષી શહેરની લાબોરદોને કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું. તેઓએ નવી દિલ્હી ખાતે આવેલી…
વધુ વાંચો >એલકુંચવાર, મહેશ
એલકુંચવાર, મહેશ (જ. 9 ઑક્ટોબર 1939, પર્વા, જિ. યવતમાલ, મહારાષ્ટ્ર) : મરાઠી નાટ્યકાર. તેમને તેમની કૃતિ ‘યુગાન્ત’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજી સાહિત્ય અને પ્રાચીન ભારતીય ઇતિહાસ, સંસ્કૃતિ અને પુરાતત્ત્વશાસ્ત્રમાં નાગપુર યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. મરાઠી ઉપરાંત તેઓ અંગ્રેજી, સંસ્કૃત અને હિંદી…
વધુ વાંચો >એસ. અબ્દુલ રહમાન
એસ. અબ્દુલ રહમાન (જ. 9 નવેમ્બર 1937, મદુરા, તમિલનાડુ; અ. 2 જૂન 2017 ચેન્નાઇ, તમિલનાડુ) : તમિલનાડુના જાણીતા કવિ, અનુવાદક અને વિવેચક. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘આલાપનૈ’ માટે 1999ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે એમ.એ. અને પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ અધ્યાપનક્ષેત્રમાં ઝુકાવ્યું. 30 વર્ષ સુધી સેવા આપ્યા પછી…
વધુ વાંચો >એળુતચન કે. એન.
એળુતચન, કે. એન. (જ. 21 મે 1911, ચેરપાલચેરી, કેરળ; અ. 28 ઑક્ટોબર 1981, કેરાલા) : કેરળના પ્રખ્યાત સંસ્કૃત કવિ. તેમને તેમની સંસ્કૃત કૃતિ ‘કેરળોદય:’ (મહાકાવ્ય) માટે 1979ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે મલયાળમ, સંસ્કૃત અને અંગ્રેજીમાં એમ.એ.ની અને મલયાળમ સાહિત્યમાં પીએચ.ડી.ની પદવી મેળવી. કેટલીક છૂટીછવાઈ નોકરી…
વધુ વાંચો >ઓબેરૉય, સુરેન્દ્ર પ્રકાશ
ઓબેરૉય, સુરેન્દ્ર પ્રકાશ (સુરેન્દ્રકુમાર) [જ. 26 મે 1930, લ્યાલપુર (હાલ પાકિસ્તાનના ફૈજલાબાદ જિલ્લામાં; અ. 9 નવેમ્બર 2002 મુંબઈ)] : ઉર્દૂના અદ્યતન વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘બાઝ ગોયી’ (1987) બદલ 1989ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તેમણે કદી વિધિસર શિક્ષણ મળ્યું નથી. તેમણે લાહોરની પંજાબ યુનિવર્સિટીમાં ખાનગી ઉમેદવાર…
વધુ વાંચો >ઓલા, ભરત
ઓલા, ભરત (જ. 6 ઑગસ્ટ 1963, ભિરાણી, રાજસ્થાન) : રાજસ્થાની વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘જીવ રી જાત’ માટે 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ હિંદી અને રાજસ્થાની સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રીઓ પ્રાપ્ત કર્યા પછી અધ્યાપનકાર્યમાં જોડાયા. તેઓએ પી.એચડી.ની ડિગ્રી પણ પ્રાપ્ત કરી છે. તેઓ રંગમંચ, સ્વાધ્યાય અને…
વધુ વાંચો >ઔલખ, અજમેરસિંહ
ઔલખ, અજમેરસિંહ (જ. 19 ઑગસ્ટ 1942, કુંભરવાલ, જિ. બરનાલા, પંજાબ; અ. 15 જૂન 2017, મનસા, પંજાબ) : પંજાબી નાટ્યકાર. તેમણે પંજાબી ભાષા અને સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ઇશ્ક બાઝ નમાજ હજ્જ નાહી’ બદલ 2006ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ અંગ્રેજી અને…
વધુ વાંચો >કઝિન્સ જેમ્સ એચ. (ડૉ.)
કઝિન્સ, જેમ્સ એચ. (ડૉ.) [જ. 22 જુલાઈ 1873, બેલફાસ્ટ, ઉત્તર આયર્લૅન્ડ; અ. 20 ફેબ્રુઆરી 1956, મદનપલ્લી (Madanapalle)] : ભારતીય કલા અને સંસ્કારના સાચા અને નિષ્ઠાવાન સેવક અને કવિ. તરુણ વયે તેઓ આયર્લૅન્ડના જ્યૉર્જ રસેલ (એ.ઈ.) અને કવિ યેટ્સ જેવા કવિઓથી પ્રભાવિત થયા હતા. 1894થી કવિ તરીકેની તેમની કારકિર્દી શરૂ થઈ…
વધુ વાંચો >