બળદેવભાઈ કનીજિયા

કડમ્બી નીલમ્મા

કડમ્બી, નીલમ્મા (જ. 1910, મૈસૂર; અ. 1994, બૅંગલોર) : કર્ણાટક-સંગીતનાં મહાન ગાન-કલાધરિત્રી. તેમના પિતા વ્યંકટાચારી નિષ્ણાત વીણાવાદક હતા. માતા સંગીતકારોના પરિવારમાંથી આવેલાં. તેમની 6 વર્ષની વયે તેમના પિતાનો દેહાંત થતાં માતા પાસે પૂર્વજોની 100 વર્ષ પુરાણી ‘સરસ્વતી વીણા’ પર સૂરોની સંગીત-સાધના અને આરાધના કરી. લગ્ન બાદ સંગીતપ્રેમી પતિ કડમ્બીએ મૈસૂર…

વધુ વાંચો >

કરકરો

કરકરો (Demoiselle Small Crane) : કુંજની જેમ ભારતનું શિયાળુ મુલાકાતી યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ છે : Anthropoides virgo. તેનું કદ 76 સેમી.નું હોય છે. તેનો Gruiformes વર્ગ અને Gruidae કુળમાં સમાવેશ થાય છે. આ પંખી દર વરસે ચોમાસા બાદ યુરોપ અને મધ્ય એશિયામાંથી ભારતમાં આવે છે. તે કુંજ કરતાં…

વધુ વાંચો >

કલબુર્ગિ – મલ્લપ્પા મડિવલપ્પા

કલબુર્ગિ, મલ્લપ્પા મડિવલપ્પા (જ. 28 નવેમ્બર 1938, ગુબ્બેવાડ, જિ. બીજાપુર, કર્ણાટક; અ. 30 ઑગસ્ટ 2015, ધારવાડ, કર્ણાટક) : કન્નડ વિદ્વાન અને સંશોધક. તેમણે સિન્દગી ખાતે પ્રાથમિક, બીજાપુર અને ધારવાડ ખાતે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યું. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. પછી તેઓ કર્ણાટક યુનિવર્સિટી, ધારવાડમાંથી કન્નડના પ્રાધ્યાપકપદેથી…

વધુ વાંચો >

કલા પ્રકાશ

કલા પ્રકાશ (જ. 1934, કરાંચી, હાલ પાકિસ્તાન) : પ્રખ્યાત સિંધી નવલકથાકાર તથા વાર્તાકાર. તેમને તેમની શ્રેષ્ઠ નવલકથા ‘આરસી યા આડો’ માટે 1994ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હિસાબ તપાસનીસ તરીકે કેન્દ્ર સરકારના કાર્યાલયમાં 17 વર્ષ સુધી કામગીરી કરી. તે ઉપરાંત વિશ્વવિદ્યાલયમાં એમ.એ.ના વર્ગનાં પ્રાધ્યાપિકા તરીકે તેમણે કાર્ય…

વધુ વાંચો >

કવિ ચિંતામણી

કવિ ચિંતામણી (જ. 1600, કાડા જહાંનાબાદ, જિ. ફતેહપુર, ઉત્તરપ્રદેશ; અ. 1680-85) : હિંદીના રસવાદી પ્રમુખ કવિ. રાજા હમ્મીરના કહેવાથી તેઓ ભૂષણ અને મતિરામ સાથે તિક્વાંપુરમાં આવીને વસ્યા હતા. તેમને શાહજી ભોંસલે, શાહજહાં અને દારાશિકોહનો રાજ્યાશ્રય મળ્યો હતો. તેમણે 9 ગ્રંથો રચ્યા હતા : ‘રસવિલાસ’, ‘છન્દવિચાર પિંગળ’, ‘શૃંગારમંજરી’, ‘કવિકુલકલ્પતરુ’, ‘કૃષ્ણચરિત’, ‘કાવ્યવિવેક’,…

વધુ વાંચો >

કંબાર, ચંદ્રશેખર

કંબાર, ચંદ્રશેખર (જ. 1937, ઘોડગેરી, બેલગાંવ, કર્ણાટક) : કર્ણાટકના પ્રસિદ્ધ કવિ, નાટ્યકાર, લોકવાર્તાકાર, ફિલ્મ-દિગ્દર્શક. તેમના મહત્વાકાંક્ષી લોકનાટક ‘સિરિસંપિગે’ માટે તેમને 1991ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. કન્નડ યુનિવર્સિટીમાંથી નાટકના વિષય સાથે એમ.એ.ની તથા પીએચ.ડી.ની પદવી તેમણે પ્રાપ્ત કરી (1975). તે પહેલાં શિકાગો યુનિવર્સિટીમાં 1968-69 દરમિયાન અધ્યાપનકાર્ય કર્યું. 1970થી બૅંગલોર…

વધુ વાંચો >

કંવલ, જશવંતસિંહ

કંવલ, જશવંતસિંહ (જ. 1919, ધુદિકે, જિ. મોગા, પંજાબ) : પંજાબના જાણીતા નવલકથાકાર તથા વાર્તાકાર. તેમની નવલકથા ‘તૌશાલી દી હંસો’ માટે તેમને 1997ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કોઈ ઔપચારિક શિક્ષણ મેળવ્યું નથી. ખેતીનો વ્યવસાય અપનાવવાની સાથે સામાજિક કાર્યકર્તા તરીકેની ભૂમિકા નિભાવી છે. તેમણે દેશ-વિદેશનો લાંબો પ્રવાસ ખેડ્યો…

વધુ વાંચો >

કંસારો

કંસારો (Coppersmith) : દાર્વાઘાટ કુળનું બારેમાસ જોવા મળતું પંખી. તેને અંગ્રેજીમાં crimson breasted barbet પણ કહે છે. તેનું શાસ્ત્રીય નામ Megalaima haemacephala અને હિંદી નામ ‘છોટા બસંતા’ અથવા ‘ફાઉક બસ્સુંતા’ છે. સૌરાષ્ટ્રમાં તેને ‘ટુકટુક’ પણ કહે છે. કંસારો ચકલી કરતાં જરાક મોટો અને ભરાવદાર હોય છે, થોડો ઠિંગુજી પણ લાગે…

વધુ વાંચો >

કાક્કનાડન, જી. વી.

કાક્કનાડન, જી. વી. (જ. 23 એપ્રિલ 1935, તિરુવલ્લા, કેરળ; 19 ઑક્ટોબર 2011, કોલમ, કેરળ) : મલયાળમ નવલકથાકાર અને વાર્તાકાર. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘જાપ્પાણ પુકયિલા’ બદલ 2005ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે બી.એસસી.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ 1957–1961 સુધી દક્ષિણ રેલવે, 1961–1967 સુધી રેલવે મંત્રાલયમાં…

વધુ વાંચો >

કાબરા, કિશોર (ડૉ.)

કાબરા, કિશોર (ડૉ.) (જ. 26 ડિસેમ્બર 1934, મન્દસૌર, મધ્યપ્રદેશ) : હિંદી લેખક. તેમણે એમ.એ.; પીએચ.ડી. અને સાહિત્યરત્નની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ કેન્દ્રીય વિદ્યાલયમાં અધ્યાપનકાર્ય સંભાળ્યું. ત્યાંથી તેમણે ઉપાચાર્યપદેથી રાજીનામું આપીને સ્વતંત્ર લેખન અને સંપાદનકાર્ય સંભાળ્યું અને ધીમે ધીમે તેઓ સાહિત્યને સંપૂર્ણપણે સમર્પિત થયા. તેમણે હિંદી સાહિત્યમાં વિપુલ પ્રમાણમાં પ્રદાન કર્યું…

વધુ વાંચો >