બળદેવભાઈ કનીજિયા

કાબરો કલકલિયો

કાબરો કલકલિયો (Lesser Pied Kingfisher) : માછીમારનો રાજા કહેવાતું ભારતમાં બધે જોવા મળતું એક સુંદર પંખી. ભારતમાં તેની ઘણી  જાતો છે. તેમાં કાબરો કલકલિયો મુખ્ય છે. તેનું શાસ્ત્રીય નામ છે : Ceryle rudis. તેનો સમાવેશ Coraciiformes શ્રેણી અને Alcedinidae કુળમાં થાય છે. ચાંચથી પૂંછડી સુધીનું તેનું કદ 30 સેમી. એટલે…

વધુ વાંચો >

કામ્બ્લે, નામદેવ ચંદ્રભાન

કામ્બ્લે, નામદેવ ચંદ્રભાન (જ. 1948, શિરપુરજૈન, માલેગાંવ, મહારાષ્ટ્ર) : જાણીતા મરાઠી વાર્તાકાર, નવલકથાકાર અને કવિ. તેમને તેમની નવલકથા ‘રાઘવવેળ’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. ઘણી જ મુશ્કેલીઓ વેઠીને તેમણે પોતાની બી.એ. તથા બી.એડ્.ની પદવી મેળવી. અભ્યાસ પૂરો કરવા શાળાના ચોકીદાર તરીકે પણ કાર્ય કર્યું. ત્યારબાદ વાશિમમાં…

વધુ વાંચો >

કાલીપટનમ્ રામારાવ

કાલીપટનમ્ રામારાવ (જ. 1924, મુરપકા, આંધ્ર પ્રદેશ) : આંધ્ર પ્રદેશના જાણીતા વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના ઉત્તમ વાર્તાસંગ્રહ ‘યજ્ઞમ્ તો તોમ્મિદી’ માટે 1995ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેઓ વિશાખાપટ્ટનમ્ની એક શાળામાં 30 કરતાં વધુ વર્ષોથી અધ્યાપનકાર્ય કરી રહ્યા છે. તેમની પ્રથમ વાર્તા ‘પ્લૅટફૉર્મ’ 1943માં પ્રગટ થઈ.…

વધુ વાંચો >

કીશમ પ્રિયકુમાર

કીશમ, પ્રિયકુમાર (જ. 1949, ઇમ્ફાલ, મણિપુર) : મણિપુરના જાણીતા વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘નોઙ્દિ તારકખિદરે’ માટે 1998ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઇજનેરીમાં ડિપ્લોમા મેળવ્યા બાદ જુનિયર ઇજનેર તરીકે કાર્યનો પ્રારંભ કર્યો અને હાલ મદદનીશ ઇજનેર તરીકે કાર્ય કરે છે. તેઓ મણિપુરી સાહિત્યિક સામયિકો ‘સાહિત્ય’, ‘વખાલ’ના સંપાદક…

વધુ વાંચો >

કુર્તકોટિ કીર્તિનાથ બી.

કુર્તકોટિ, કીર્તિનાથ બી. (જ. 1928, ગદગ, કર્ણાટક) : કર્ણાટકના પ્રસિદ્ધ વિદ્વાન અને વિવેચક. તેમને તેમના નિબંધ-સંગ્રહ ‘ઉરિયા નાલગે’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે ધારવાડની કર્ણાટક યુનિવર્સિટીમાં અંગ્રેજી અને સંસ્કૃતમાં એમ.એ.ની પદવી મેળવી. ગુજરાતમાં સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગરમાં અંગ્રેજી વિભાગના પ્રાધ્યાપકપદે દીર્ઘ સમય અધ્યાપનકાર્ય કરી તેઓ…

વધુ વાંચો >

કુંજ

કુંજ (common crane) : ભારતનું શિયાળુ મુલાકાતી યાયાવર પંખી. તેનું શાસ્ત્રીય નામ Grus Grus છે. તેનું કદ 135 સેમી.નું હોય છે. લાંબી ડોક અને લાંબા પગવાળું, શરીરે ભરાવદાર એવું આ પંખી દર વર્ષે સપ્ટેમ્બરની શરૂઆતમાં જ ઉત્તર અને મધ્ય હિમાલય પરથી ભારતમાં દાખલ થાય છે અને પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ગુજરાત,…

વધુ વાંચો >

કુંવર નારાયણ

કુંવર, નારાયણ (જ. 19 સપ્ટેમ્બર 1927, ઉત્તર પ્રદેશ) : ઉત્તર પ્રદેશના જાણીતા કવિ અને ગદ્યકાર. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘કોઈ દૂસરા નહીં’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ.ની પદવી મેળવી. તેમનો પ્રથમ કાવ્યસંગ્રહ ‘ચક્રવ્યૂહ’ 1956માં પ્રગટ થયો. કઠોપનિષદના નચિકેતાને કેન્દ્રમાં રાખીને લખાયેલો તેમનો…

વધુ વાંચો >

કૃષ્ણદાસ કવિરાજ

કૃષ્ણદાસ કવિરાજ (જ. 1527, કામયપુર, પશ્ચિમ બંગાળ; અ. 1615) : મધ્યકાલીન પ્રસિદ્ધ બંગાળી કવિ. ધનાઢ્ય વૈષ્ણવ કુટુંબમાં જન્મ. પિતા ભગીરથ અને માતા સુનંદા. શિવભક્તિ વારસામાં મળેલી છતાં બાળપણથી તેમને કૃષ્ણભક્તિનો રંગ લાગ્યો હતો. ચૈતન્ય મહાપ્રભુ અને નિત્યાનંદના પ્રભાવ હેઠળ તેમને કૃષ્ણપ્રેમ જાગ્યો. દુન્યવી જીવનથી કંટાળીને તેમણે ગૃહત્યાગ કર્યો અને 1550ના…

વધુ વાંચો >

કૃષ્ણ વારિયર એન. વી.

કૃષ્ણ વારિયર, એન. વી. (જ. 1917, ત્રિચૂર, કેરળ; અ.?) : મલયાળમ કવિ, ચિંતક, વિવેચક અને પત્રકાર. તૃપૂણીતુરાની સંસ્કૃત કૉલેજમાં અભ્યાસ કર્યા બાદ સંસ્કૃતના શિક્ષક બાદ 12 વર્ષ સુધી કૉલેજમાં અધ્યાપક રહ્યા. ક્વિટ ઇન્ડિયા મુવમેન્ટમાં ઝંપલાવ્યું અને ‘સ્વતંત્ર ભારતમ્’ નામનું અખબાર અને સંખ્યાબંધ પત્રિકાઓ પ્રગટ કરી. ‘અહિંસક સૈન્યમ્’ (1939) અને ‘મહાત્મા…

વધુ વાંચો >

કેરલવર્મા – વાલિયા કોઇલ તમ્પુરન

કેરલવર્મા, વાલિયા કોઇલ તમ્પુરન (જ. 1845, ચંગનચેરી, જિ. કોટ્ટ્યમ્, કેરળ; અ. 1914) : મલયાળમ લેખક અને કવિ. મલયાળમ અને સંસ્કૃતનું પ્રાથમિક શિક્ષણ લીધા બાદ 10 વર્ષની વયે તેઓ ત્રિવેન્દ્રમ્ ગયા. ત્યાં તેમણે તેમના કાકા રાજરાજા વર્મા અને ઇલતૂર રામસ્વામી શાસ્ત્રીગલ જેવા પ્રખર સંસ્કૃત પંડિતો પાસેથી અનૌપચારિક રીતે સમગ્ર શિક્ષણ મેળવ્યું.…

વધુ વાંચો >