બળદેવભાઈ કનીજિયા
બૉન્ડ, રસ્કિન
બૉન્ડ, રસ્કિન (જ. 1934, કસોંલી, સિમલા પર્વત) : અંગ્રેજીમાં લેખનકાર્ય કરતા ભારતીય લેખક. તેમને તેમની કૃતિ ‘અવર ટ્રીઝ સ્ટિલ ગ્રો ઇન ડેહરા’ માટે 1992ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે શાળાશિક્ષણ સિમલામાં લીધું. થોડો વખત ઇંગ્લૅન્ડમાં નિવાસ કર્યા બાદ મસૂરીમાં રહેવા લાગ્યા. 58 વર્ષની ઉંમર સુધીમાં તેમણે 40…
વધુ વાંચો >બોરકર, દિલીપ
બોરકર, દિલીપ (જ. 1956, અગાસૈન, ગોવા) : જાણીતા કોંકણી નાટ્યકાર, સામાજિક કાર્યકર્તા અને બાલસાહિત્ય લેખક. તેમને તેમના ઉત્તમ પ્રવાસવર્ણન ‘ગોમાંચલ’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે મુંબઈ અને ગોવામાંથી અનુક્રમે હિંદી અને કોંકણીમાં એમ.એ.ની પદવી મેળવી. તેમણે 13 પુસ્તકો પ્રગટ કર્યા છે. તેમાં ‘વર્ગશત્રુ’, ‘ભાતેં ભર…
વધુ વાંચો >બૉરોબુદુર
બૉરોબુદુર : જાવામાં આઠમી સદીના ઉત્તરાર્ધ અને નવમી સદીના પૂર્વાર્ધમાં નિર્માણ કરાયેલ સ્થાપત્યરત્નરૂપ વિરાટ સ્તૂપરાજ. બૉરોબુદુરનો ભવ્ય સ્તૂપ મધ્ય જાવાના કેદુ પ્રદેશમાં ગોળાકાર ડુંગરને કંડારીને રચવામાં આવેલ સુવર્ણદ્વીપના સર્વોત્તમ બૌદ્ધ સ્મારક તરીકે વિશ્વવિખ્યાત છે. તે ધ્યાનમગ્ન શાક્યમુનિ બુદ્ધના મુંડન કરેલા શ્યામ મસ્તક જેવો આબેહૂબ શોભે છે. આ સ્તૂપ તથા ચંડી-મેડૂત,…
વધુ વાંચો >બૉર્જે, જૉર્જ લૂઈસ
બૉર્જે, જૉર્જ લૂઈસ (જ. 24 ઑગસ્ટ 1899, બુએનોસ, આઇરિસ; અ. 1986) : આર્જેન્ટીનાના કવિ, નિબંધકાર અને ટૂંકી વાર્તાઓના લેખક. દક્ષિણ અમેરિકામાં આધુનિક વિચારસરણી ધરાવતા એકાંતિક મતવાદી ચળવળના સ્થાપક. તેઓ પ્રથમ અંગ્રેજી અને પછી સ્પૅનિશ ભાષા શીખ્યા અને તેમના પિતાની લાઇબ્રેરીમાંથી સૌપ્રથમ ‘હક્સ લેબરી ફીન’, એચ. જી. વેલ્સની નવલકથા ‘ધ થાઉઝન્ડ…
વધુ વાંચો >બોવાર, સિમૉં દ
બોવાર, સિમૉં દ (જ. 9 જાન્યુઆરી 1908, પૅરિસ; અ. 1986) : ફ્રાન્સનાં મહિલા નવલકથાકાર અને નિબંધકાર. અસ્તિત્વવાદના વિષયોને સાહિત્યક્ષેત્રે ચરિતાર્થ કરનાર તત્વવેત્તાઓ-લેખકો-બૌદ્ધિકોના મંડળનાં સભ્ય. સ્ત્રીજાતિને સદૈવ અબળા લેખવાના પુરાણા ખ્યાલને નેસ્તનાબૂદ કરવાની અર્થસાધક અને ઉત્કટ હિમાયત કરનારી ‘ધ સેકન્ડ સેક્સ’ (1949) નામની ખ્યાતનામ કૃતિથી તેઓ જાણીતાં બન્યાં. સમાજમાં સ્ત્રીની અન્ય…
વધુ વાંચો >બ્રેઇલ, લૂઈ
બ્રેઇલ, લૂઈ (જ. 4 જાન્યુઆરી 1809, કાઉપ્રે, ફ્રાન્સ; અ. 28 માર્ચ 1852) : અંધજનો માટે વાંચવા-લખવાની સ્પર્શ-પદ્ધતિની લિપિના ફ્રાન્સના અંધ શોધક. તેઓ તેમના પિતાના જીન બનાવવાના વર્કશૉપમાં રમતી વેળાએ મોચીકામનો સોયો આકસ્મિક રીતે પોતાની આંખોમાં પેસી જવાથી 3 વર્ષની નાની વયે જ તદ્દન અંધ બનેલા. તેમના પિતાએ તેમને 10 વર્ષની…
વધુ વાંચો >બ્રૅડશૉ, જૉર્જ
બ્રૅડશૉ, જૉર્જ (જ. 1801, સેલ્ફર્ડ, ગ્રેટમાન્ચેસ્ટર, ન્યૂ ઇંગ્લૅન્ડ; અ. 1853, ઑસ્લો, નૉર્વે) : રેલવે ટાઇમટેબલના મુદ્રક. તેમને શાળા-શિક્ષણમાં રસ નહોતો; પણ નકશા-આલેખન તરફ વધુ ઝોક હતો. 14 વર્ષની ઉંમરે માન્ચેસ્ટરમાં નોકરી મળી. ત્યાં તેમણે તૈયાર કરેલા નકશા પ્રશંસાપાત્ર ઠર્યા. 1830માં લિવરપૂલ અને માન્ચેસ્ટર વચ્ચે રેલવે શરૂ થયા પછી તેમના નકશામાં…
વધુ વાંચો >ભગત, કૃત્તિકા કેશવલાલ
ભગત, કૃત્તિકા કેશવલાલ (જ. 3 સપ્ટેમ્બર 1983, સૂરત, ગુજરાત) : ગુજરાતનાં તરણસ્પર્ધક. ગાંધીનગર ખાતે સેંટ ઝેવિયર્સ હાઇસ્કૂલમાં ઉચ્ચ અભ્યાસ. 8 વર્ષની નાની વયથી જ સ્પૉટર્સ ઑથોરિટી ઑવ્ ગુજરાત તરફથી તેમને તાલીમ-માર્ગદર્શન મળેલ. 1997માં ચેન્નાઈ ખાતે યોજાયેલ 22મી રાષ્ટ્રીય મહિલા તરણસ્પર્ધા 4 × 100 ફ્રીસ્ટાઇલ રિલે અને 4 × 100 મિડલે રિલેમાં વિજેતા…
વધુ વાંચો >ભટ્ટ, ગણપતરામ રાજારામ
ભટ્ટ, ગણપતરામ રાજારામ (જ. 24 મે 1848, ઝાણુ, જિ. અમદાવાદ; અ. 15 જૂન 1920) : કવિ-નાટકકાર. વતન આમોદ. દોઢબે વર્ષ ગામઠી શાળામાં અભ્યાસ. ચારેક વર્ષ સરકારી ગુજરાતી શાળા–આમોદમાં ગાળ્યાં. અંગ્રેજી અભ્યાસ માટે સૂરત ગયા (1862). ટંકારિયાની શાળામાં શિક્ષક (1865). સૂરત ટ્રેનિંગ સ્કૂલમાં જોડાયા બાદ ઈખરમાં શિક્ષક (1866). રૂ. 15થી 20ના…
વધુ વાંચો >ભટ્ટ, છોટાલાલ નરભેરામ
ભટ્ટ, છોટાલાલ નરભેરામ (જ. 1850, મહેમદાવાદ; અ. 1937) : કવિ, આત્મચરિત્રકાર, અનુવાદક. અલીન્દ્રાના વતની. પ્રાથમિક કેળવણી મોસાળ મહેમદાવાદમાં લઈ સૂરત ટ્રેનિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો. તે પછી ભરૂચમાં શિક્ષક. દરમિયાન કોઈ વિદ્વાનના સમાગમથી સંસ્કૃત વ્યાકરણ, કાવ્ય, વૈદક અને પુરાણોનો અભ્યાસ. બાળપણથી જ કવિતા કરવાનો શોખ; તેથી કવિ ગણપતરામ રાજારામ ભટ્ટ સાથે…
વધુ વાંચો >