બળદેવભાઈ કનીજિયા
નાગભૂષણ, ગીતા (શ્રીમતી)
નાગભૂષણ, ગીતા (શ્રીમતી) (જ. 25 માર્ચ 1942, સાવલ્ગી, જિ. ગુલબર્ગ, કર્ણાટક) : કન્નડ નવલકથાકાર, વાર્તાકાર. તેમને તેમની નવલકથા ‘બદુકુ’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી એમ.એ. અને બી.એડ્.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ અંગ્રેજી, હિંદી અને મરાઠી ભાષાની જાણકારી ધરાવે છે. તેઓ ગુલબર્ગમાં…
વધુ વાંચો >નાઝકી, એમ. ફારૂક
નાઝકી, એમ. ફારૂક [જ. 1940, માડર (બાંડીપુરા), કાશ્મીર] : કાશ્મીરી કવિ અને બહુભાષાનિષ્ણાત. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘નારહૈત્યુન કઝલ વનસ’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઉર્દૂમાં એમ.એ.ની પદવી અને જર્મન ભાષામાં ડિપ્લોમા મેળવ્યાં. તે પછી ઇલેક્ટ્રૉનિક માધ્યમમાં ઉચ્ચ અભ્યાસ માટે જર્મની ગયા. તેઓ ઉર્દૂ, કાશ્મીરી, ફારસી,…
વધુ વાંચો >નાઝી, મુનવ્વર
નાઝી, મુનવ્વર (જ. 1933, કાપ્રિન્ન, જિ. પુલવામા, જમ્મુ–કાશ્મીર) : કાશ્મીરી કવિ અને વિવેચક. તેમને તેમની કૃતિ ‘પુરસાં’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે એમ.એ. (ઑનર્સ) અને બી.એડ.ની ડિગ્રી પ્રાપ્ત કરી અધ્યાપક તરીકેની કામગીરી કરી. તેઓ કાશ્મીરી ઉપરાંત ઉર્દૂ, અંગ્રેજી, હિંદી અને ફારસી ભાષાની જાણકારી ધરાવે…
વધુ વાંચો >નાનો કલકલિયો
નાનો કલકલિયો (Common Kingfisher) : એશિયા, યુરોપ, ઉત્તર આફ્રિકા તેમજ ભારતમાં નાનાં-મોટાં જળાશયો અને નદી-નાળાંના વિસ્તારોમાં સહેલાઈથી જોવા મળતું પંખી. તે ચળકતા રંગવાળું સુંદર પંખી છે. તેનું શાસ્ત્રીય નામ છે : Alcedo atthis. Linnaeus તેનો સમાવેશ Palecaniformes શ્રેણી અને Phalacrocoracidae કુળમાં થાય છે. તેનું કદ ચકલી કરતાં થોડું મોટું, એટલે…
વધુ વાંચો >નાન્દી, મતિ
નાન્દી, મતિ (જ. 10 જુલાઈ 1931, કૉલકાતા; અ. 3 જાન્યુઆરી 2010) : જાણીતા બંગાળી નવલકથાકાર. તેમને તેમની ચિંતનાત્મક નવલકથા ‘સાદા ખામ’ માટે 1991ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે તત્કાલીન કૉલકાતા યુનિવર્સિટીમાંથી બંગાળીમાં બી. એ. (ઑનર્સ) તેમજ એમ.એ.ની ડિગ્રીઓ મેળવી. તેઓ બંગાળી અને અંગ્રેજી એ બંને ભાષાઓના…
વધુ વાંચો >નાયક, ચુનીલાલ જીવરામ
નાયક, ચુનીલાલ જીવરામ (જ. 23 સપ્ટેમ્બર 1903, અમદાવાદ; અ. 1977) : રંગભૂમિ-ક્ષેત્રના અભિનેતા. તેમણે અમૃત કેશવ નાયકે સ્થાપેલી શાળામાં પ્રાથમિક શિક્ષણ લીધું. પછી તેઓ સંગીતવર્ગમાં જોડાયા. અવાજની મીઠાશ અને એકનિષ્ઠ લગનને કારણે સંગીતશિક્ષકની પ્રશંસા પામ્યા. તેમના પિતાએ જરૂર પૂરતું શિક્ષણ આપી કરિયાણાની દુકાને તેમને બેસાડ્યા; પરંતુ કાવ્યરસને કારણે 11 વર્ષની…
વધુ વાંચો >નાયક, હા. મા.
નાયક, હા. મા. (જ. 1931, હોસામાને, જિ. શિમોગા, કર્ણાટક; અ. 10 નવેમ્બર 2000, મૈસૂર) : કન્નડ ભાષાના વિદ્વાન વિવેચક, નિબંધકાર તથા કટારલેખક. તેમને ‘સંપ્રતિ’ માટે 1989ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ મળ્યો છે. મહારાજા કૉલેજ, મૈસૂરમાંથી કન્નડમાં તથા કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ. તેમજ ઇન્ડિયાના યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે મૈસૂર યુનિવર્સિટી…
વધુ વાંચો >નાયક, હેમા
નાયક, હેમા (જ. 1952, મારગાવ, ગોવા) : કોંકણી નવલકથાકાર અને નિબંધકાર. તેમને તેમની કૃતિ ‘ભોગદંડ’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્ર સાથે બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેઓ કોંકણી ઉપરાંત મરાઠી, હિંદી અને અંગ્રેજી ભાષાની જાણકારી ધરાવે છે. તેમણે 1975થી 1995 સુધી…
વધુ વાંચો >નાયર વી. કે. એન. કુટ્ટી
નાયર, વી. કે. એન. કુટ્ટી (જ. 6 એપ્રિલ 1932; તિરુવિલ્વમાલા, કેરળ; અ. 25 જાન્યુઆરી 2004) : મલયાળમ ભાષાના જાણીતા વાર્તાકાર અને નવલકથાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘પય્યાનકથકલ’ માટે 1982ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે મૅટ્રિક સુધીનો જ અભ્યાસ કર્યો હતો. તેઓ વ્યવસાયે ખેડૂત હતા. 1955થી તેમણે વાર્તાઓ…
વધુ વાંચો >નારંગ, ગોપીચંદ
નારંગ, ગોપીચંદ [જ. 11 ફેબ્રુઆરી 1931, ડુક્કી (હાલ પાકિસ્તાન)] : ઉર્દૂના વિદ્વાન, વિવેચક, ભાષાવિદ અને પ્રાધ્યાપક. તેમને તેમના સાહિત્યિક વિવેચનગ્રંથ ‘સાખ્તિયાત પસ-સાખ્તિયાત ઔર મશરિકી શેરિયત’ માટે 1995ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો છે. દિલ્હી અને ઇંડિયાના યુનિવર્સિટીની શૈક્ષણિક કારકિર્દી દરમિયાન ફેલોશિપ અને વિશેષ યોગ્યતાની પ્રાપ્તિ. 1958માં દિલ્હી યુનિવર્સિટીમાં ઉર્દૂ વિભાગમાં…
વધુ વાંચો >