બળદેવભાઈ કનીજિયા
ચૅમ્લિંગ, ગુમાનસિંઘ
ચૅમ્લિંગ, ગુમાનસિંઘ (જ. 1942, તિસ્તા, દાર્જીલિંગની ટેકરીઓ) : ખ્યાતનામ નેપાળી વિવેચક, વાર્તાકાર અને કવિ. તેમને તેમના વિવેચનગ્રંથ ‘મોવલો’ માટે 1979ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે સંસ્કૃત, હિંદી, ગ્રીક અને લૅટિન ભાષાઓનો પણ અભ્યાસ કર્યો છે. હાલ તેઓ ઉત્તર બંગાળ યુનિવર્સિટીમાં સંશોધનકાર્ય કરે છે. 1962માં તેમણે તેમનો…
વધુ વાંચો >ચેલ્લપ્પા, ચિન્નમન્નૂર સુબ્રમણિયન
ચેલ્લપ્પા, ચિન્નમન્નૂર સુબ્રમણિયન [જ. 29 સપ્ટેમ્બર 1912, બાટલાગુંડૂ, જિ. ડિંડિગુલ (તે વખતનો જિ. મદુરૈ), તામિલનાડુ; અ. 18 ડિસેમ્બર 1998, ચેન્નાઇ, તામિલનાડુ] : તમિળ નવલકથાકાર, વાર્તાકાર, વિવેચક, કવિ અને નાટ્યકાર. તેમને તેમની નવલકથા ‘સુતંતિર દાકમ’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે મદુરા કૉલેજમાંથી બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત…
વધુ વાંચો >ચૌધરી, અમિત
ચૌધરી, અમિત (જ. 15 મે 1962, કૉલકાતા, પશ્ચિમ બંગાળ) : અંગ્રેજી નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘એ ન્યૂ વર્લ્ડ’ બદલ 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે યુનિવર્સિટી કૉલેજ, લંડનમાંથી અંગ્રેજીમાં બી.એ. ઑનર્સ અને ઑક્સફર્ડ યુનિવર્સિટીમાંથી ડી.ફિલ.(અંગ્રેજી)ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ અંગ્રેજી, હિંદી અને બંગાળી ભાષાનું જ્ઞાન ધરાવે…
વધુ વાંચો >ચૌહાણ, સુભદ્રાકુમારી
ચૌહાણ, સુભદ્રાકુમારી (જ. 1904, નિહાલપુર, અલ્લાહાબાદ પાસે, ઉત્તરપ્રદેશ, અ. 15 ફેબ્રુઆરી 1948, સિવની પાસે, મધ્યપ્રદેશ) : પ્રસિદ્ધ હિંદી કવયિત્રી અને મહિલા-સ્વાતંત્ર્યસૈનિક. તેમણે અલ્લાહાબાદની ક્રોસ્ટવેર ગર્લ્સ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો. તેમણે 6 વર્ષની વયે દોહા રચવા શરૂ કર્યા હતા. 15 વર્ષની વયે તેમનાં લગ્ન ખંડવા-નિવાસી અને જબલપુરના ઍડ્વોકેટ ઠાકુર લક્ષ્મણસિંહ ચૌહાણ…
વધુ વાંચો >છેત્રી, શરદ
છેત્રી, શરદ (જ. 1947, રાજબાડી, દાર્જિલિંગ) : સુપરિચિત નેપાળી વાર્તાકાર અને કવિ. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘ચક્રવ્યૂહ’ બદલ 1986ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે ઉત્તર બંગાળ યુનિવર્સિટીમાંથી નેપાળીમાં એમ. એ.ની ડિગ્રી મેળવી. તેઓ તાલીમબંદ સ્નાતક હોવાને કારણે શાળામાં શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી. પાછળથી તેઓ સ્ટેટ…
વધુ વાંચો >છોટરાય ગોપાલ
છોટરાય ગોપાલ (જ. 1916, પુરુનગર, ઓરિસા, અ. 22 જાન્યુઆરી 2003, શાહિદનગર) : ઊડિયા ભાષાના જાણીતા નાટ્યકાર. તેમને પોતાની કૃતિ ‘હાસ્યરસાર નાટક’ માટે 1982ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. કટક ખાતેના આકાશવાણી કેન્દ્રમાં વર્ષો સુધી સેવાઓ આપ્યા બાદ તેઓ 1975માં નિવૃત્ત થયા. 1940 પછીનાં વર્ષો દરમિયાન તેમણે નાટકો…
વધુ વાંચો >જગૂડી, લીલાધર
જગૂડી, લીલાધર (જ. 1 જુલાઈ 1944, ઢાંગણ ગામ, ટેહરી, ગઢવાલ, ઉત્તરપ્રદેશ) : ઉત્તરપ્રદેશના જાણીતા કવિ, પ્રાધ્યાપક અને સંપાદક. તેમને તેમના હિંદી કાવ્યસંગ્રહ ‘અનુભવ કે આકાશ મેં ચાંદ’ માટે 1997ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે હિંદીમાં એમ.એ.ની પદવી મેળવી છે. તેમણે 1961-62માં ગઢવાસ રેજિમેન્ટમાં સૈનિક તરીકે અને…
વધુ વાંચો >જગ્ગુ, વકુલભૂષણ
જગ્ગુ, વકુલભૂષણ (જ. 1902, છત્રઘોષ, જિ. માંડય કર્ણાટક; અ. 1992) : સંસ્કૃત અને કન્નડ ભાષાના પ્રકાંડ પંડિત. તેમને તેમના અઢાર વર્ષની વયે રચેલા ગદ્યકાવ્ય ‘જયન્તિકા’ ગ્રંથ માટે 1993ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમનું મૂળ નામ જગ્ગુ આલવાર આયંગર હતું. તેમણે ‘જગ્ગુ વકુલભૂષણ’ના નામથી વિવિધ શૈલીઓમાં લગભગ 90…
વધુ વાંચો >જયસિંઘાણી, શ્યામ
જયસિંઘાણી, શ્યામ [જ. 12 ફેબ્રુઆરી, 1937 ક્વેટા, બલૂચિસ્તાન (હાલ પાકિસ્તાનમાં)] : જાણીતા સિંધી નવલકથાકાર, નાટ્યકાર, વાર્તાકાર, કવિ અને સંપાદક. તેમને તેમના નાટ્યસંગ્રહ ‘ઝિલઝિલો’(1998) માટે 1999ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેઓ મુંબઈ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં બી.એ. (ઑનર્સ) થયા. તેમણે જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટ, મુંબઈમાંથી ફોટોગ્રાફીના અભ્યાસક્રમમાં પ્રથમ વર્ગમાં…
વધુ વાંચો >જળ-મુરઘી (Water Hen/Moor Hen)
જળ-મુરઘી (Water Hen/Moor Hen) : સમગ્ર વિશ્વમાં જોવા મળતું ભારતનું એક દેખાવડું અને નિવાસી પંખી. તેનું શાસ્ત્રીય નામ છે Gallinula chloropus. તેનો સમાવેશ Gruiformes શ્રેણી અને Rallidae કુળમાં થાય છે. તેનું કદ તેતરથી મોટું એટલે કે 32 સેમી. જેટલું હોય છે. ભારતની જાતને ‘ઇન્ડિયન મુરહેન’ કહે છે. તેની પીઠ અને…
વધુ વાંચો >