બળદેવપ્રસાદ પનારા

કુટજારિષ્ટ

કુટજારિષ્ટ (આયુર્વેદિક ઔષધ) : કાળી કડાછાલ  કિલો, અધકચરી દ્રાક્ષ 1.250 ગ્રામ, મહુડાનાં ફૂલ 400 ગ્રામ અને સીવણ(ગંભારી)ની છાલ 400 ગ્રામ લઈ, તેને અધકચરું ખાંડી, 20 લિટર પાણીમાં નાંખી ઉકાળાય છે. તે ઉકાળો ચોથા ભાગે રહે ત્યારે તે ઉતારી, ઠંડો પડે એટલે તે મસળીને કપડેથી ગાળી તેમાં 2 કિલો ગોળ તથા 500…

વધુ વાંચો >

કુમારકલ્યાણ ઘૃત

કુમારકલ્યાણ ઘૃત : એક આયુર્વેદિક ઔષધિ. શંખાવળી, વજ, કઠ, બ્રાહ્મી, હરડે, બહેડાં, આમળાં, દ્રાક્ષ, સાકર, સૂંઠ, ડોડી (જીવંતી), જીવક, ખરેંટી (બલા), કચૂરો (ષટ્કચૂરો), ધમાસો, બીલાની છાલ, દાડમની છાલ, તુલસીનાં પાન, શાલવણ (શાલિપર્ણી), નાગરમોથ, પુષ્કર મૂળ, નાની એલચી, લીંડીપીપર, વાળો, ગોખરુ, અતિવિષ, કાળીપાટ, વાવડિંગ, દેવદાર, ચમેલીનાં ફૂલ, મહુડાનાં ફૂલ, ખજૂર, મીઠાં…

વધુ વાંચો >

કુમારકલ્યાણરસ

કુમારકલ્યાણરસ : એક આયુર્વેદિક ઔષધ. રસસિંદૂર, મોતીપિષ્ટિ, સુવર્ણભસ્મ, અભ્રકભસ્મ, લોહભસ્મ અને સુવર્ણમાક્ષિક ભસ્મ – આ 6 ચીજો સરખે ભાગે એક ખરલમાં નાંખી, તેમાં કુંવારપાઠાનો રસ ઉમેરી, 1 દિવસ સુધી ઘૂંટાઈ કર્યા બાદ તેની મગ જેવડી ગોળીઓ વાળી લેવામાં આવે છે. બે વર્ષની વય સુધીના બાળકને  ગોળી; 2થી 5 વર્ષની વય…

વધુ વાંચો >

કોઠ

કોઠ : આયુર્વેદ અનુસાર ત્વચાવિકારનું દર્દ. તેમાં ચળ આવે છે અને ત્વચાનો રંગ બદલાય છે. કોઠમાં પિત્તકફદોષની પ્રધાનતા હોય છે. દર્દનાં વિશિષ્ટ લક્ષણો આ મુજબ છે : ઘણીવાર ઊલટી કરાવતાં કે થતાં ઊબળેલાં પિત્ત, કફ અને અન્નદોષના વિકારથી ઊલટી બરાબર ન થતાં શરીર ઉપર ગોળ તથા લાલ રંગનાં પુષ્કળ ચકરડાં…

વધુ વાંચો >

કૌચ (કૌવચ, ભેરવશિંગ)

કૌચ (કૌવચ, ભેરવશિંગ) : વનસ્પતિજ ઔષધિ. તેનાં વિવિધભાષી નામો આ પ્રમાણે છે : સંસ્કૃત : મર્કટી, આત્મગુપ્તા, સ્વયંગુપ્તા, કપિકચ્છુ; હિન્દી : કિંવાચ, કૌચ; મરાઠી : ખાજકુહિરી, ખાજકુહીલી; કોંકણી : ખાજકોલતી; બંગાળી : આલ્કુશી, ધુનારગુંડ, દયા, શુયાશિંબી; અંગ્રેજી : Cowhage, Cowitch; લૅટિન : Mucuna Prurita; Mucuna Pruriens. કૌચના છોડ – વેલા…

વધુ વાંચો >

કૌમારભૃત્ય તંત્ર

કૌમારભૃત્ય તંત્ર : આયુર્વેદ અનુસારની બાલચિકિત્સાનું તંત્ર. આયુર્વેદે ચિકિત્સાની આઠ શાખાઓ ગણાવી છે : 1. શલ્યચિકિત્સા, 2. શાલાક્યચિકિત્સા, 3. કાયચિકિત્સા, 4. બાલચિકિત્સા, 5. અગદ(વિષ)ચિકિત્સા, 6. ગ્રહ-ભૂત-બાધાચિકિત્સા, 7. રસાયન અને (8) વાજીકરણ ચિકિત્સા. તેમાંની બાલચિકિત્સાને ‘કૌમારભૃત્યતંત્ર’ (paediatrics) કહ્યું છે. ‘ચરક’ (અગ્નિવેશતંત્ર), ‘સુશ્રુત’, ‘અષ્ટાંગહૃદય’, ‘ભાવપ્રકાશ’, ‘યોગરત્નાકર’, ‘હારિતસંહિતા’ અને ‘કાશ્યપસંહિતા’ જેવા પ્રાચીન સંહિતાગ્રંથોમાં…

વધુ વાંચો >

ક્ષીરવિદારી કંદ

ક્ષીરવિદારી કંદ : દૂધી-ભોંયકોળું. વિવિધ ભાષાનામો આ પ્રમાણે છે : સં. : ક્ષીર વિદારી કંદ; ક્ષીરવલ્લી, પયસ્વિની; હિં. : દૂધ વિદારી, સુફેદ વિદાર કંદ; મ. કોંકણી : હળધા કાંદા; દૂધ ઘોડવેલ; લૅટિન : Ipomoea digitata Linn; Fam. Convolvulaceae. ક્ષીરવિદારી કંદ એ સાદા વિદારી કંદ, ભોંયકોળું કે ખાખરવેલનો એક અલગ ઔષધિપ્રકાર…

વધુ વાંચો >

ખલ્લી

ખલ્લી : પગ, પિંડી, જાંઘ કે હાથમાં સ્નાયુની ખેંચ (સંકોચન) પેદા કરી, ગોટલા બાઝી જવાનું દર્દ. આયુર્વેદમાં 80 પ્રકારના ‘વાતવ્યાધિ’ દર્શાવ્યા છે. તે એક સ્નાયુગત વાતવ્યાધિ છે. આ દર્દમાં વાયુદોષ વિકૃત થઈ પેટ, પેઢું, નિતંબ, જાંઘ, પગની પિંડીઓ અને હાથ(બાવડા)માં પ્રસરીને સ્નાયુસંકોચન કરી, કઠિનતા તથા શૂળ પેદા કરે છે. ખાલી…

વધુ વાંચો >

ગદાધર

ગદાધર (આશરે તેરમી સદી) : આયુર્વેદ ગ્રંથના ટીકાકાર. આયુર્વેદના ‘અષ્ટાંગહૃદય’ ગ્રંથના એક ટીકાકાર હેમાદ્રિ છે. તેમણે ‘અષ્ટાંગહૃદય’ પર ‘આયુર્વેદ રસાયન’ નામની ટીકા લખી છે, જે અપૂર્ણ ઉપલબ્ધ છે. હેમાદ્રિએ પોતાની ટીકામાં તથા ‘અષ્ટાંગહૃદય’ના અન્ય ટીકાકાર વિજયરક્ષિત (ઈ. સ. 1240 લગભગ) અને શ્રીકંઠ દત્તની ‘વૃંદ’ ગ્રંથની ટીકામાં ગદાધરનો એક ટીકાકાર તરીકે…

વધુ વાંચો >

ગયદાસ (સાતમો–આઠમો સૈકો)

ગયદાસ (સાતમો–આઠમો સૈકો) : આયુર્વેદના ટીકાકાર. આયુર્વેદના સર્જરીના ગ્રંથ ‘સુશ્રુત’ના પ્રાચીનતમ ટીકાકારોમાં જેજ્જટ પછી ગયદાસનું નામ આવે છે. ગયદાસે સુશ્રુત ઉપર ‘પંજિકા’ નામની ટીકા લખી છે. સુશ્રુતના ત્રીજા ટીકાકાર ડલ્હણે વારંવાર ગયદાસનો ઉલ્લેખ કરેલ છે. ડલ્હણાચાર્યે પોતે સુશ્રુતની ટીકામાં ગયદાસના પાઠોને મોટા ભાગે સ્વીકાર્યા છે. આ ગયદાસે સુશ્રુતના ટીકાકાર જેજ્જટનો…

વધુ વાંચો >