ગદાધર (આશરે તેરમી સદી) : આયુર્વેદ ગ્રંથના ટીકાકાર. આયુર્વેદના ‘અષ્ટાંગહૃદય’ ગ્રંથના એક ટીકાકાર હેમાદ્રિ છે. તેમણે ‘અષ્ટાંગહૃદય’ પર ‘આયુર્વેદ રસાયન’ નામની ટીકા લખી છે, જે અપૂર્ણ ઉપલબ્ધ છે. હેમાદ્રિએ પોતાની ટીકામાં તથા ‘અષ્ટાંગહૃદય’ના અન્ય ટીકાકાર વિજયરક્ષિત (ઈ. સ. 1240 લગભગ) અને શ્રીકંઠ દત્તની ‘વૃંદ’ ગ્રંથની ટીકામાં ગદાધરનો એક ટીકાકાર તરીકે નામોલ્લેખ પ્રાપ્ત થાય છે; પરંતુ ગદાધરની રચના કે તેમના વિશેનો વધુ કોઈ ઉલ્લેખ વર્તમાન આયુર્વેદના ઇતિહાસગ્રંથોમાંથી પ્રાપ્ત થતો નથી.

બળદેવપ્રસાદ પનારા