બંસીધર શુક્લ
નિસર્ગોપચાર
નિસર્ગોપચાર : કુદરતી સારવારની ઉપચારપદ્ધતિ. તેમાં તનમનના સ્વાસ્થ્યની જાળવણી અને પુન:પ્રાપ્તિ માટે હાનિકારક ઔષધોના બદલે પ્રકૃતિ સાથે સુમેળ ધરાવતા આહારવિહાર અને સરળ ઉપચારો ઉપર ભાર મૂકવામાં આવે છે. નિસર્ગોપચારનો આધાર આવી સમજણ ઉપર છે : (ક) જીવ પ્રકૃતિનો અંશ છે અને પ્રકૃતિના નિયમો અનુસાર જ જીવન સંભવિત છે. (ખ) સ્વાસ્થ્ય…
વધુ વાંચો >નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફૅશન ટૅક્નૉલૉજી
નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફૅશન ટૅક્નૉલૉજી : વસ્ત્રનિર્માણક્ષેત્રે વ્યાપક અને વૈવિધ્યપૂર્ણ પ્રશિક્ષણની સુવિધા પૂરી પાડતી ભારત સરકારની સંસ્થા. સ્થાપના 1992માં દિલ્હીમાં થઈ. ભારતની નિકાસોમાં કાપડનું સ્થાન પ્રથમ હોય એ પરંપરા કેટલાંક વર્ષોથી તૂટવા લાગી હતી. પરદેશોની સ્પર્ધા વધતી હતી. દેશમાં મિલો એક પછી એક બંધ પડતી જતી હતી; પણ તૈયાર વસ્ત્રોની…
વધુ વાંચો >નૅશનલ જ્યૉગ્રાફિક
નૅશનલ જ્યૉગ્રાફિક : સમગ્ર બ્રહ્માંડ, ધરતી, સાગર અને આકાશ વિશેના માણસના જ્ઞાનને વધારતું અને પ્રસારતું વિશ્વનું લોકપ્રિય અંગ્રેજી માસિક-પત્ર. પૂરું નામ ‘ધ નૅશનલ જ્યૉગ્રાફિક મૅગેઝિન’. અમેરિકાની રાજધાની વૉશિંગ્ટનમાં 1888માં અમેરિકાના 33 અગ્રણીઓએ ‘ભૂગોળના જ્ઞાનના વર્ધન અને પ્રસારણ માટે’ ‘ધ નૅશનલ જ્યૉગ્રાફિક સોસાયટી’ની સ્થાપના કરી. એ જ વર્ષે સોસાયટીના મુખપત્ર રૂપે…
વધુ વાંચો >નૌશાદ
નૌશાદ (જ. 25 ડિસેમ્બર 1919, લખનૌ અ. 5 મે 2006) : હિન્દી ચલચિત્રોના સંગીતનિર્દેશક. લખનૌમાં હાર્મોનિયમ દુરસ્ત કરતાં કરતાં નૌશાદને સંગીતમાં રસ પડ્યો. પિતા વાહીદ અલી સંગીતના ભારે વિરોધી. આ સંજોગોમાં 14 વર્ષની વયે નૌશાદે ઘર છોડ્યું. તેમણે સંગીત મંડળી બનાવી નાટકોમાં સંગીત આપવા માંડ્યું. ફરતાં ફરતાં વીરમગામ પણ આવેલા.…
વધુ વાંચો >ન્યૂ થિયેટર્સ
ન્યૂ થિયેટર્સ : ભારતીય ચલચિત્ર ઉદ્યોગનાં પ્રારંભિક વર્ષોની યશસ્વી નિર્માણસંસ્થા. કૉલકાતામાં ટૉલીગંજ ખાતે બીરેન્દ્રનાથ સરકારે (1901-80) 1931માં ધ્વનિ-અંકન સ્ટુડિયો રૂપે શરૂઆત કરી. આગલા વર્ષે સરકારે ચારુ રાય તથા પ્રફુલ્લ રાયના સહયોગમાં ઇન્ટરનેશનલ ફિલ્મક્રાફ્ટ નામે મૂકચિત્ર નિર્માણસંસ્થા શરૂ કરેલી, પણ ધ્વનિ-અંકનની શોધ સુલભ થતાં તરત તેનો લાભ લેવાનું ઉપયોગી જણાયું. ‘આલમઆરા’વાળા…
વધુ વાંચો >પગરખાં
પગરખાં : પગનાં તળિયાંને ઢાંકતું રક્ષા માટેનું તથા પાનીની શોભા માટેનું આવરણ. પગરખાંના વર્ગમાં ચાખડી, પાદુકા, ઉપાનહ, જૂતું, જોડો, મોજડી, ચંપલ, સૅન્ડલ, બૂટ, સ્લિપર વગેરેનો પણ સમાવેશ થાય છે. પગરખાંની ઉત્પત્તિ ક્યારે કેવી રીતે થઈ તે અનુમાનનો વિષય છે. કપિમાનવ (pithecanthropus) થોડો સમય વૃક્ષ પર અને થોડો સમય ધરતી પર…
વધુ વાંચો >પટવારી, પ્રભુદાસ બાલુભાઈ
પટવારી, પ્રભુદાસ બાલુભાઈ (જ. 24 જુલાઈ 1909, ધંધૂકા; અ. 20 નવેમ્બર 1985, અમદાવાદ) : ગાંધીવાદી કાર્યકર તથા રાજપુરુષ. પિતા બાલુભાઈ ગોરધનદાસ. માતા મણિબહેન. પત્ની સવિતાબહેન; સંતાનમાં એક પુત્રી. અમદાવાદમાં પ્રીતમનગરમાં નિવાસ. પાછળથી પરિમલ સોસાયટીમાં રહેવા ગયા. ગાંધીજી પ્રત્યે તેમનું આકર્ષણ સ્વાભાવિક હતું, કારણ કે નાની વયથી સત્ય માટે આગ્રહી સ્વભાવના…
વધુ વાંચો >પટેલ, ઈશ્વરભાઈ જેઠાભાઈ
પટેલ, ઈશ્વરભાઈ જેઠાભાઈ (જ. 2 નવેમ્બર 1924, પીજ, નડિયાદ; અ. 10 નવેમ્બર 1989, અમદાવાદ) : ગુજરાતી કેળવણીકાર તથા લેખક. પિતા જેઠાભાઈ દલાભાઈ પટેલ. માતા રૂપબા. લેઉવા પાટીદાર જ્ઞાતિમાં જન્મ. એમ.એ. બી.ટી. પદવીઓ પ્રાપ્ત કરી અમેરિકા ગયા. ત્યાં ન્યૂયૉર્કની કોલંબિયા યુનિવર્સિટીમાં શૈક્ષણિક સંચાલનનું વિશેષ પ્રશિક્ષણ લીધું. 1937માં આણંદની દા. ન. હાઈસ્કૂલમાં…
વધુ વાંચો >પટેલ, ચંદુલાલ બહેચરલાલ
પટેલ, ચંદુલાલ બહેચરલાલ (જ. 5 ઑગસ્ટ 1889, શિહોર; અ. 28 નવેમ્બર 1964, ગોંડલ) : સમર્થ કોશકાર. પિતા બ્રહ્મનિષ્ઠ રાષ્ટ્રકવિ. તેઓ ‘વિહારી’ તરીકે પ્રસિદ્ધ હતા. માતા મણિબાઈ પણ સંસ્કારી. પ્રાથમિક શિક્ષણ ભાયાવદરમાં, માધ્યમિક શિક્ષણ ગોંડલમાં અને ઉચ્ચશિક્ષણ ભાવનગરની શામળદાસ કૉલેજમાં લીધું. આ સમયગાળામાં તેઓ હિંમતલાલ અંજારિયા, લલિત, કાન્ત, ભિક્ષુ અખંડાનંદ, મોતીભાઈ…
વધુ વાંચો >પટેલ, ચીમનભાઈ સોમાભાઈ
પટેલ, ચીમનભાઈ સોમાભાઈ (જ. 19 જાન્યુઆરી 1918, સારસા; અ. 7 માર્ચ 1995, અમદાવાદ) : ગુજરાતી પત્રકાર તથા પત્રમાલિક. જન્મ ચરોતરની કર્મઠ પાટીદાર જ્ઞાતિમાં. અભ્યાસ પૂરો કરી વડોદરામાં સરકારી નોકરીમાં જોડાયા; પણ, નોકરી સ્વભાવને અનુકૂળ નહિ આવતાં છોડી દઈને વેપારમાં પડ્યા. શબ્દરચના સ્પર્ધાઓના ધંધામાં આકર્ષણ જાગ્યું અને વર્તમાનપત્રનું મહત્ત્વ પણ સમજાયું.…
વધુ વાંચો >