બંગાળી સાહિત્ય

મહાશ્વેતાદેવી

મહાશ્વેતાદેવી (જ. 1926, ઢાકા, બંગાળ) : જાણીતાં બંગાળી વાર્તાકાર અને નવલકથાકાર – અભ્યાસી સર્જક. કલાપ્રેમી બંગાળી પરિવારમાં જન્મ. પિતા મનીષ ઘટક અને માતા ધરિત્રીદેવી. પિતા લેખકોના નવતર કલ્લોલ જૂથના સભ્ય. ફિલ્મ-નિર્દેશક ઋત્વિક ઘટકનાં તેઓ બહેન થાય. વિશ્વભારતીમાંથી 1946માં બી. એ., કલકત્તા યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.; બંગાળી અને અંગ્રેજી ભાષા ઉપરાંત…

વધુ વાંચો >

મિત્ર, અમર

મિત્ર, અમર (જ. 30 ઑગસ્ટ 1951, ધુલિતિઆર, જિ. ખુલના, હાલ બાંગ્લાદેશ) : બંગાળી નવલકથાકાર. તેમણે બી.એસસી.ની પદવી મેળવી. પછી પશ્ચિમ બંગાળ સરકારની સેવામાં તેઓ જોડાયા અને હાલ તેમાં કાર્યરત છે. તેમણે 26 પુસ્તકો આપ્યાં છે. તેમાં શરૂઆતની કૃતિઓ ‘માઠ ભાંગે કાલપુરુષ’ (1978), ‘શ્રેષ્ઠ ગલ્પ’, ‘નિર્વાચિતો પ્રેમેર ગલ્પ’, ‘આસાન-બાની’ (1993) અને…

વધુ વાંચો >

મિત્ર, અરુણ

મિત્ર, અરુણ [જ. 1909, જેસોર, બંગાળ (હવે બાંગ્લાદેશમાં); અ. ઑગસ્ટ 2000, કૉલકાતા] : બંગાળી સાહિત્યકાર. તેમના ‘ખુઁજતે ખુઁજતે એત દૂર’ નામના કાવ્યગ્રંથને 1987ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. કલકત્તા યુનિવર્સિટીમાંથી સ્નાતક થયા પછી તેમણે થોડો વખત પત્રકાર તરીકે કામ કર્યું. ત્યારબાદ તેમણે કૉલકાતાના એલાયન્સ ફ્રાંસેમાં ફ્રેન્ચ ભાષાનો અભ્યાસ કર્યો…

વધુ વાંચો >

મિત્ર, અશોક

મિત્ર, અશોક [(જ. 10 એપ્રિલ 1928, ઢાકા, (હવે બાંગ્લાદેશ)] : બંગાળના વિશિષ્ટ ગદ્યકાર, અર્થશાસ્ત્રી તથા સમાજશાસ્ત્રી. તેમને નિબંધસંગ્રહ ‘તાલ બેતાલ’ (1994) માટે 1996ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે કાશી હિંદુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં એમ.એ.ની તથા નેધરલૅન્ડ સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે વર્ષો સુધી યુનિવર્સિટીમાં અધ્યાપનની…

વધુ વાંચો >

મિત્ર, ગજેન્દ્રકુમાર

મિત્ર, ગજેન્દ્રકુમાર (જ. 1 જાન્યુઆરી 1908, કૉલકાતા; અ. 1 જાન્યુઆરી 1994) : અગ્રણી બંગાળી નવલકથાકાર, વાર્તાકાર, નાટ્યકાર અને પત્રકાર. તેમને તેમની નવલકથા ‘કૉલકાતાર કાછેઇ’ (1957) માટે 1959ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. વારાણસી અને કૉલકાતામાં શિક્ષણ લીધા પછી તેઓ પુસ્તકના ધંધામાં પ્રચારક તરીકે જોડાયા. તે કારણે તેમણે બંગાળ,…

વધુ વાંચો >

મિત્ર, પ્યારીચાંદ

મિત્ર, પ્યારીચાંદ (જ. 24 જુલાઈ 1814, કૉલકાતા; અ. 23 નવેમ્બર 1883, કૉલકાતા) : બંગાળીની પ્રથમ નવલકથા ‘આલાલેર ઘરેર દુલાલ’(1858)ના લેખક. બચપણમાં ગુરુ પાસેથી બંગાળી અને મુનશી પાસેથી ફારસી ભણ્યા હતા. 1827માં ઉચ્ચશિક્ષણ લેવા તે વખતે સ્થપાયેલી પ્રસિદ્ધ હિન્દુ કૉલેજમાં દાખલ થયા હતા અને ડેરોઝિયોના શિષ્ય થવા સદભાગી થયા હતા. તેજસ્વી…

વધુ વાંચો >

મિત્ર, પ્રેમેન્દ્ર

મિત્ર, પ્રેમેન્દ્ર (જ. 1904, બનારસ; અ. 3 મે 1988, કૉલકાતા) : કવિ, વાર્તાકાર. તેમણે ઢાકા અને કૉલકાતામાં શિક્ષણ લીધું અને તે પછી શ્રીનિકેતનમાં કૃષિવિજ્ઞાનનો અભ્યાસ કર્યો હતો. તેમણે આજીવિકા માટે પત્રકારત્વનો વ્યવસાય અપનાવ્યો હતો. થોડા વખત પછી ફિલ્મનિર્માણના ક્ષેત્રે પણ પ્રવેશ કર્યો અને છેવટે લેખક તરીકે સ્થિર થયા. બુદ્ધદેવ બસુએ…

વધુ વાંચો >

મિત્ર, રાજા રાજેન્દ્રલાલ

મિત્ર, રાજા રાજેન્દ્રલાલ (જ. 15 ફેબ્રુઆરી 1824, કૉલકાતા; અ. 6 ઑગસ્ટ 1891, કૉલકાતા) : બંગાળાના જાણીતા પુરાતત્વવિદ તથા બંગાળી સાહિત્યના લેખક અને વિવેચક. કૉલકાતામાં ખેમ બૉઝની શાળામાં અંગ્રેજી શિક્ષણ મેળવીને દાક્તરીનો અભ્યાસ કર્યો (1937–41). પિતા જનમેજય મિત્ર સંસ્કૃત, પર્શિયન અને બંગાળીના સારા પંડિત હતા; તેમ છતાં ધર્મચુસ્ત હોવાથી વધુ અભ્યાસ…

વધુ વાંચો >

મિત્ર, રાધારમણ

મિત્ર, રાધારમણ (જ. 1897, શ્યામબજાર, કૉલકાતા; અ. 1992) : બંગાળી લેખક, સંશોધક અને પ્રતિભાવંત રાજકીય કાર્યકર. તેમના ‘કાલિકાતા દર્પણ’ નામક સંશોધનગ્રંથ બદલ તેમને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. તેમણે કલકતા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી ઉત્તરપ્રદેશમાં ઇટાવા ખાતે શિક્ષક તરીકે કામગીરી કરી. ગાંધીજીની અસહકારની ચળવળમાં જોડાયા, તેમાં…

વધુ વાંચો >

મુખોપાધ્યાય, ઉમાપ્રસાદ

મુખોપાધ્યાય, ઉમાપ્રસાદ (જ. 1902; અ. ઑક્ટોબર 1997) : બંગાળી લેખક. તેમને પ્રવાસકથા ‘મણિમહેશ’ માટે 1971ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેઓ સર આશુતોષ મુખરજીના પુત્ર હતા. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને એલએલ.બી. ની પદવી મેળવી. પછી અધ્યાપન ઉપરાંત વર્ષો સુધી વકીલાત કરી. 1958માં વકીલાતનો વ્યવસાય છોડી દઈને…

વધુ વાંચો >