બંગાળી સાહિત્ય

સેઈ સમય (‘તે સમય’)

સેઈ સમય (‘તે સમય’) : પ્રસિદ્ધ બંગાળી કવિ અને નવલકથાકાર સુનીલ ગંગોપાધ્યાય(જ. 1934)ની નવલકથા. આ નવલકથા ‘દેશ’ સામયિકમાં પહેલાં ધારાવાહિક રૂપે અને પછી બે ભાગમાં – પહેલો ભાગ 1981માં અને બીજો ભાગ 1982માં – પ્રકટ થઈ છે. 1983નો સાહિત્ય અકાદમી, દિલ્હીનો પુરસ્કાર બીજા ભાગ માટે એનાયત કરવામાં આવ્યો હતો. તેમણે…

વધુ વાંચો >

સેનગુપ્ત અચિન્ત્યકુમાર

સેનગુપ્ત, અચિન્ત્યકુમાર (જ. 1903; અ. 1976) : આધુનિક બંગાળી કવિ, નવલકથાકાર, વાર્તાકાર, જીવનચરિત્રલેખક. અંગ્રેજી સાહિત્ય અને કાયદાનો અભ્યાસ કરનાર અચિન્ત્યકુમાર સેનગુપ્તનું નામ બંગાળી સાહિત્યમાં આધુનિકતાના આંદોલનના અન્ય કવિઓ બુદ્ધદેવ બસુ, જીવનાનંદ દાસ, પ્રેમેન્દ્ર મિત્ર આદિ સાથે જોડાયેલું છે. આ આધુનિકોનું દલ પ્રસિદ્ધ સાહિત્યપત્રિકા ‘કલ્લોલ’ સાથે જોડાઈ રવીન્દ્રનાથની છાયામાંથી મુક્ત થવા…

વધુ વાંચો >

સેનગુપ્ત પલ્લવ (કુશલવ સેન બદન મુન્શી)

સેનગુપ્ત, પલ્લવ (કુશલવ સેન, બદન મુન્શી) (જ. 8 માર્ચ 1940, કોલકાતા, પશ્ચિમ બંગાળ) : બંગાળી વિવેચક અને અનુવાદક. તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી એમ.એ. તથા પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી તથા રવીન્દ્રભારતી યુનિવર્સિટીમાંથી ડી.લિટ્.ની પદવી મેળવી. તેઓએ રવીન્દ્રભારતી યુનિવર્સિટીમાં બંગાળીના વિદ્યાસાગર પ્રાધ્યાપક તરીકે અધ્યાપન-કાર્ય કર્યું; તેઓ (1) 1966-77 ‘ચતુષ્કોણ’ બંગાળી સાહિત્યિક સામયિકના સહાયક…

વધુ વાંચો >

સેનગુપ્ત ભવાની (ચાણક્યસેન)

સેનગુપ્ત, ભવાની (ચાણક્યસેન) [જ. 11 સપ્ટેમ્બર 1922, ફરિદપુર (હાલ બાંગ્લાદેશ)] : બંગાળી લેખક. તેમણે સિટી યુનિવર્સિટી ન્યૂયૉર્કમાંથી એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ 1967થી 71, 1973થી 76 કોલમ્બિયા યુનિવર્સિટી, ન્યૂયૉર્કમાં સિનિયર ફેલો; 1993માં નવી દિલ્હી ખાતે સેન્ટર ફૉર પૉલિસી રિસર્ચમાં સંશોધક; 1996માં નવી દિલ્હી ખાતે સ્ટડીઝ ઇન ગ્લોબલ ચેન્જમાં નિયામક…

વધુ વાંચો >

સેન સુકુમાર

સેન, સુકુમાર (જ. 1900, ગોઆબગન, ઉત્તર કોલકાતા; અ. 1992) : બંગાળના અગ્રણી પૌર્વાત્યવિજ્ઞાની, વ્યુત્પત્તિશાસ્ત્રી, ભાષાવિજ્ઞાની, ભારતીય અને બંગાળી સાહિત્યના તવારીખકાર, નિબંધકાર, વાર્તાકાર અને શિક્ષક. એન્સાઇક્લોપીડિયા જેવા વિશાળ જ્ઞાનભંડાર તેમજ વિદ્વત્તાને કારણે તેઓ જીવંત દંતકથા બની ગયા હતા. તેમની શૈક્ષણિક કારકિર્દી ઉજ્જ્વળ હતી. તેમણે સંસ્કૃતમાં ઑનર્સ સાથે બી.એ.ની અને ‘તુલનાત્મક વ્યુત્પત્તિવિજ્ઞાન’માં…

વધુ વાંચો >

સ્મૃતિ સત્તા ભવિષ્યત

સ્મૃતિ સત્તા ભવિષ્યત : બંગાળી કવિ વિષ્ણુ દે (1909–1982) રચિત કાવ્યસંગ્રહ. આ કાવ્યસંગ્રહ માટે વિષ્ણુ દેને વર્ષ 1971નો ભારતીય જ્ઞાનપીઠનો પ્રસિદ્ધ પુરસ્કાર એનાયત થયો હતો. આ સંગ્રહ માટે તેમને સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. વિષ્ણુ દે વીસમી સદીના ત્રીજા દાયકામાં રવીન્દ્રનાથ પછીની કવિપેઢીમાં જે આધુનિકતાવાદી કવિઓ આવ્યા, તેમાંના એક…

વધુ વાંચો >

સ્વર્ણકુમારી દેવી

સ્વર્ણકુમારી, દેવી (જ. 28 ઑગસ્ટ 1856, કોલકાતા; અ. 3 જુલાઈ 1932) : બંગાળી મહિલા-સાહિત્યકાર. તેઓ રવીન્દ્રનાથ ટાગોરનાં બહેન હોવાથી સાહિત્યિક વાતાવરણમાં તેમનો ઉછેર થયો હતો. તેમને ઘરમેળે યુરોપિયન મહિલા દ્વારા અને પાછળથી અયોધ્યાનાથ પકરાસી મારફત શિક્ષણ પ્રાપ્ત થયું હતું. દેવી સ્વર્ણકુમારી તેમનાં લગ્ન કૉંગ્રેસી નેતા જાનકીનાથ ઘોસાલ સાથે થયેલાં. નાની…

વધુ વાંચો >

સ્વર્ણલતા

સ્વર્ણલતા : તારકનાથ ગંગોપાધ્યાયની (1843–1891) બંગાળી નવલકથા. ‘જ્ઞાનાંકુર’ સામયિકમાં ધારાવાહિક રૂપે આવ્યા પછી 1874માં ગ્રંથસ્થ. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયના યુગમાં પણ આ નવલકથાની એટલી પ્રસિદ્ધિ થઈ કે તેની સાત આવૃત્તિઓ થઈ હતી. અમૃતલાલ બસુએ કરેલા તેના નાટ્યરૂપાંતર ‘સરલા’નું કોલકાતા અને અન્ય સ્થળોએ લગભગ સોએક વાર મંચન થયું હતું. કેમ્બ્રિજ યુનિવર્સિટીના બંગાળીના પ્રોફેસર…

વધુ વાંચો >