ફારસી સાહિત્ય

કાનૂને હુમાયુની (1534)

કાનૂને હુમાયુની (1534) : હુમાયૂં વિશે અને તેના સમયમાં જ લખાયેલું એકમાત્ર પ્રાપ્ય પુસ્તક. તેને ‘હુમાયૂંનામા’ પણ કહે છે. રાજ્યવ્યવસ્થા માટે હુમાયૂંએ જે કાયદા અને નિયમ ઘડ્યા તેમજ તેની આજ્ઞાથી અમુક ઇમારતોનું બાંધકામ કરવામાં આવ્યું તેનું વર્ણન અને પ્રમાણ આ પુસ્તકમાં છે. આ પુસ્તકના લેખક ગ્યાસુદ્દીન ખાન્દમીર (1475-1535) હેરાતમાં જન્મ્યા,…

વધુ વાંચો >

કાયસ્થ, ભીમસેન રઘુનંદનદાસ

કાયસ્થ, ભીમસેન રઘુનંદનદાસ (જ. 1649, બુરહાનપુર) : ફારસી ભાષાના નોંધલેખક અને ઔરંગઝેબના સેનાની. તેમના કાકા ભગવાનદાસને ઔરંગઝેબ તરફથી દિયાનતરાયનો ખિતાબ અને દીવાનનું પદ મળ્યું હતું. બુંદેલા સરદાર રાવ દલપતની સરદારી હેઠળ ભીમસેને દખ્ખણમાં ઘણી લડાઈઓમાં ભાગ લીધો હતો. તે નલદુર્ગ નામના ગઢના સેનાધ્યક્ષ પણ નિમાયા હતા. ભીમસેને ઔરંગઝેબની દખ્ખણની લડાઈઓની…

વધુ વાંચો >

કાસાની, મીર સૈયદઅલી

કાસાની, મીર સૈયદઅલી : ગુજરાતનો સલ્તનતકાલનો ઇતિહાસલેખક અને કવિ. એણે ‘તારીખે મુઝફ્ફરશાહી’ નામનું પુસ્તક લખ્યું છે, જેમાં ગુજરાતના સુલતાન મુઝફ્ફરશાહ બીજાના શાસન(1511-1526)નો ઇતિહાસ આલેખ્યો છે. સુલતાન મુઝફ્ફરશાહ બીજાએ 1517માં માળવાનું રાજ્ય માંડુ જીતી લઈને એના સુલતાન મહમૂદ ખલજી બીજાને પાછું સોંપ્યું હતું તેનું વિસ્તૃત વર્ણન એમાં છે. એ આક્રમણમાં એ…

વધુ વાંચો >

કાહી, સૈયદ નજમુદ્દીન મુહમ્મદ અબુલ કાસમ

કાહી, સૈયદ નજમુદ્દીન મુહમ્મદ અબુલ કાસમ (જ. 1462; અ. 1582) : કાસીદા અને મુઅમ્માના મશહૂર સર્જક. સમરકંદના વતની. આશરે 45 વર્ષ કાબુલમાં રહીને 1529માં સિંધના ભક્કર નગરમાં આવ્યા હતા. અહીંયાં તેમને શાહ જહાંગીર હાશમી નામના સૂફીનો સત્સંગ થયો હતો. 1534માં ગુજરાતમાં તેમણે સોમનાથની મુલાકાત લીધી હતી. કોઈ હિન્દુ સંત પાસેથી…

વધુ વાંચો >

કિસરવી એહમદ

કિસરવી, એહમદ (જ. 29 સપ્ટેમ્બર 1890 તબરીઝ; અ. 11 માર્ચ 1946, તહેરાન) : ઈરાનના મશહૂર લેખક. તેમનું મૂળ વતન તબરીઝ હતું અને તે તહેરાનમાં સ્થાયી થયા હતા. ઈરાનમાં ‘મશરૂતિય્યત’ નામે ઓળખાતી રાજકારણ તથા સાહિત્યમાં આધુનિકીકરણની ચળવળ દરમિયાનના તે આગળ પડતા કાર્યકર હતા. તે પ્રખર ભાષાશાસ્ત્રી હતા. તેમણે પહેલ્વી અને અવેસ્તા…

વધુ વાંચો >

‘કુદસી’ હાજી મુહંમદજાન

‘કુદસી’, હાજી મુહંમદજાન (જ. ?; અ. 1646, મશહદ, ઈરાન, લાહોર) : મુઘલ સમ્રાટ શાહજહાંના સમયનો ફારસી ભાષાનો સમર્થ કવિ. મૂળ વતન શિયાપંથી મુસ્લિમોનું પવિત્ર સ્થળ મશહદ, જ્યાં તેમના આઠમા ઇમામ અલીબિન રિઝાનો મહાન રોજો છે. કુદસી તે ઇમામના વંશજ હતા. તે ઈ. સ. 1631માં શાહજહાંના સમયમાં ભારત આવ્યા અને તેમના…

વધુ વાંચો >

કુર્દ અહમદ બિન સુલેમાન (મૌલાના)

કુર્દ, અહમદ બિન સુલેમાન (મૌલાના) (જ. ?; અ. 13 ડિસેમ્બર 1698, અમદાવાદ) : ઇસ્લામ ધર્મશાસ્ત્રના ફારસી વિદ્વાન. મૌલાના સુલેમાન કુર્દના પુત્ર અને સત્તરમા શતકના પૂર્વાર્ધના એક વિદ્વાન અને શિક્ષક. પિતા પાસેથી હદીસ અને મૌલાના મુહંમદ શરીફ, મૌલાના વલીમોહંમદ તથા શેખફરીદ જેવા વિદ્વાનો પાસેથી પારંપારિક ધાર્મિક શાસ્ત્રોમાં શિક્ષણ પ્રાપ્ત કરી પારંગત…

વધુ વાંચો >

કુર્દ મૌલાના સુલેમાન

કુર્દ, મૌલાના સુલેમાન (અ. ઈસવી. સત્તરમી સદી ઉત્તરાર્ધ, અમદાવાદ) : અરબી અને ફારસીના સમર્થ વિદ્વાન પિતાનું નામ મુહંમદ. મૂળ કુર્દસ્તાનના વતની અને બહુધા જન્મસ્થાન પણ તે જ. વતનથી લાહોર આવ્યા અને ત્યાં પ્રારંભિક શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી દિલ્હી આવીને પ્રખ્યાત મુહદ્દિસ વિદ્વાન લેખક અને સંત શેખ અબ્દુલહક્ મુહદ્દિસ દહેલ્વી પાસે…

વધુ વાંચો >

ખાકાની, શીરવાની

ખાકાની, શીરવાની (જ. ઈ. સ. 1126, શીરવાન, ઈરાન; અ. ઈ. સ. 1196, તબરેઝ, ઈરાન) : ફારસી કવિ. મૂળ નામ ઇબ્રાહીમ અને લકબ અફઝલુદ્દીન અને કુન્નિયત ‘અબૂ બદીલ’ હતું. પિતા અબુલ હસન અલી સુથારીકામ કરતા. તેમના દાદા વણકર હતા. માતા મૂળ ઈસાઈ હતાં અને કેદી તરીકે ઈરાનમાં આવ્યાં હતાં જ્યાં તેમણે…

વધુ વાંચો >

ખુશગૂ, બિંદ્રાવનદાસ (અઢારમી સદી)

ખુશગૂ, બિંદ્રાવનદાસ (અઢારમી સદી) : ફારસી કવિ. મૂળ નામ બિંદ્રાબનદાસ. ઉપનામ ખુશગૂ. તેઓ હિન્દુધર્મી અને જ્ઞાતિએ વૈશ્ય તેમજ મથુરાના રહીશ હતા. તે ફારસીના પ્રસિદ્ધ કવિ અબ્દુલકાદિર બૈદિલ અને શેખ સઅદુલ્લા ગુલશનના ખાસ મિત્ર હતા. તે પ્રસિદ્ધ કવિ ખાન આરઝૂના અંતેવાસી હતા. ગુરુએ પોતાના પુસ્તક ‘મજ્મઉન્ન ફાઇસ’માં શિષ્ય ખુશગૂનો નોંધપાત્ર ઉલ્લેખ…

વધુ વાંચો >