પ્રાણીશાસ્ત્ર
ચંડોળ
ચંડોળ : માથા પર મોટી કલગી ધરાવતું પૅસેરેફોર્મિસ શ્રેણીના એલાઉડિડે કુળનું પક્ષી. શાસ્ત્રીય નામ Galerida cristata chendoola; અંગ્રેજી crested lark. ખુશ હોય કે ચિડાયું હોય ત્યારે ચંડોળ કલગી ઊંચી કરે છે. તેનો રંગ રતાશ પડતો કથ્થાઈ હોય છે. તેના શરીર પર કાળા પટ્ટા હોય છે. તે ચકલીથી જરાક મોટું છે.…
વધુ વાંચો >ચાકસી (hilsa)
ચાકસી (hilsa) : ક્લુપિફૉર્મિસ શ્રેણીના ક્લુપિડે કુળની આર્થિક અગત્યની માછલી. હિં. हिल्सा; મ. पाली; બં. ઇલિશા; શાસ્ત્રીય નામ Hilsa ilisha. ચાકસી સામાન્યપણે દરિયામાં વસે છે. પ્રજનનાર્થે તે નદીમાં પ્રવેશતી હોય છે. બંગાળના ઉપસાગરની કેટલીક ચાકસી માછલીઓ તો હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને યમુના નદીને કાંઠે આવેલ આગ્રા સુધી જાય છે. પ્રગલ્ભાવસ્થા…
વધુ વાંચો >ચાતક (pied crested cuckoo)
ચાતક (pied crested cuckoo) : કુકુલિડે કુળનું પક્ષી. સહસભ્ય કોયલ. શાસ્ત્રીય નામ Clemator jacobinus. ભારતમાં તે સર્વત્ર જોવા મળે છે. સૌરાષ્ટ્રમાં તેને મોતીડો કહે છે. શરીર મેનાના જેટલું; પરંતુ પૂંછડી પ્રમાણમાં લાંબી; માથે સુંદર કલગી; ચાંચ કાળી; પગ વાદળી ઝાંયવાળા કાળા; ઉપરના બધા ભાગ ઝાંખા કાળા; ડોક અને નીચેનો ભાગ…
વધુ વાંચો >ચામાચીડિયું
ચામાચીડિયું : ઉડ્ડયન કરનાર કિરોપ્ટેરા શ્રેણીનું એક સસ્તન પ્રાણી. ચામાચીડિયાં ગ્રીક : (પાણિ = હાથ (કર) ptero = પાંખ) 2 ઉપશ્રેણી (megachiroptera અને micro-chiroptera) અને 19 કુળમાં તેમજ 950 ઉપરાંત જાતિઓમાં વહેંચાયેલાં છે. મોટા ભાગનાં ચામાચીડિયાં અંધારી જગાએ વાસ કરતાં હોય છે; કેટલાંક વૃક્ષોની ડાળીઓ પર ઊંધાં લટકતાં જોવા મળે…
વધુ વાંચો >ચિક એમ્બ્રીઓ (chick embryo)
ચિક એમ્બ્રીઓ (chick embryo) : મનુષ્ય કે અન્ય પ્રાણીઓના વિષાણુના સંવર્ધન માટે વપરાતું એક અગત્યનું માધ્યમ. આ પદ્ધતિમાં મરઘીના ફલિતાંડનું 5થી 12 દિવસ સુધી સેવન કરી તેની અંદર વિષાણુ ધરાવતા પ્રવાહીને સિરિંજ દ્વારા દાખલ કરવામાં આવે છે. વિકાસ પામતા આ ગર્ભને 36° સે. તાપમાને સેવન માટે મૂકવામાં આવે છે. સેવન…
વધુ વાંચો >ચિત્તો (Hunting leopard)
ચિત્તો (Hunting leopard) : માંસાહારી (Carnivora) શ્રેણી અને બિડાલ (Felidae) કુળનું શિકારી સસ્તન પ્રાણી. ચિત્તા અને દીપડા (Panthera pardus) વચ્ચે ખૂબ સામ્ય હોવાને કારણે ઘણા લોકો બંને વચ્ચે ભેદ કરવામાં ભૂલથાપ ખાય છે. ચિત્તો મુખ્યત્વે ઘાસિયાં મેદાનોમાં રહેવાનું પસંદ કરે છે, જ્યારે દીપડો ગાઢ જંગલ અને ક્વચિત્ ઘાસિયા જંગલમાં જોવા…
વધુ વાંચો >ચિમ્પાન્ઝી (Pan troglodytes)
ચિમ્પાન્ઝી (Pan troglodytes) : માનવજાતની સૌથી નજીકનો જનીનિક સંબંધ ધરાવનારું, અપુચ્છ વાનર પ્રકારનું, અંગુષ્ઠધારી (primate) શ્રેણીનું અને પૉન્જીડી (Pongidae) કુળનું સસ્તન પ્રાણી. મનુષ્ય અને ચિમ્પાન્ઝીના 98 % જનીન-સંકેતો મળતા આવે છે. ચિમ્પાન્ઝીને મળતા આવતા અન્ય અપુચ્છ વાનરો(Apes)માં મધ્ય આફ્રિકાની ગોરીલાની બે જાતિઓ, દક્ષિણ પૂર્વ એશિયાની ઉરાંગ-ઉટાંનની બે જાતિઓ અને ઝાઇર(આફ્રિકા)ની…
વધુ વાંચો >ચેતાકોષ (nerve cell), ચેતાકોષિકા (neuron)
ચેતાકોષ (nerve cell), ચેતાકોષિકા (neuron) : પર્યાવરણમાંથી પ્રાપ્ત થતી સંવેદનાને આવેગ(impulse)માં ફેરવી તેનું શરીરના વિવિધ ભાગો તરફ વહન કરવાનું કાર્ય કરતા વિશિષ્ટ પ્રાણી-કોષો. વિશિષ્ટ પ્રકારનાં પરિબળો પ્રત્યે સંવેદનશીલ હોઈ તે આ સંવેદનાને પારક્રમણ (transduction) દ્વારા આવેગોમાં ફેરવે છે, જે વીજશક્તિ રૂપે કાર્યકારી અંગો(organs)ને પહોંચતાં આ અંગો સંદેશાને અનુરૂપ કાર્ય કરવા…
વધુ વાંચો >ચેતાતંત્ર (માનવેતર)
ચેતાતંત્ર (માનવેતર) બહુકોષી પ્રાણીઓના શરીરમાં આવેલાં વિવિધ અંગોનાં કાર્યનાં નિયમન અને સમન્વય કરતું સ્વયં સંવેદનશીલ તંત્ર. આ સ્વયં સંવેદનશીલ તંત્રનું એકમ છે. ‘ચેતાકોષ’ અને સમગ્ર તંત્રને ચેતાતંત્ર તરીકે ઓળખવામાં આવે છે. શરીરની અંદરના અને બહારના પર્યાવરણમાં થતા ફેરફારો ઉદ્દીપન (stimulus) રૂપે આ ચેતાતંત્રના કોષો ઝીલે છે અને પ્રત્યુત્તર રૂપે અનુરૂપ…
વધુ વાંચો >