પ્રાણીશાસ્ત્ર

સેપિયા (Sepia or Cuttle fish)

સેપિયા (Sepia or Cuttle fish) : મૃદુકાય સમુદાયનું, ખુલ્લા સમુદ્રમાં મુક્ત તરતું, દ્વિપાર્શ્ર્વીય સમરચના ધરાવતું પ્રાણી. સમુદ્રમાં તેની હાજરી ભરતી-ઓટના પાણીમાં તણાઈ આવેલા ‘કટલબૉન’થી જાણી શકાય છે. આ કટલબૉન (cuttle bone) તેનું એકમાત્ર આંતરિક ચૂનાયુક્ત કંકાલ છે. પ્રાણીનો નાશ થતાં કટલબૉન ક્ધિાારે ફેંકાય છે. કટલબૉનને કારણે સેપિયા ‘કટલફિશ’ના નામે પણ…

વધુ વાંચો >

સ્થળાંતર (માનવીય)

સ્થળાંતર (માનવીય) : કોઈ એક સ્થાન, પ્રદેશ કે ભૌગોલિક વિસ્તારમાંથી અન્ય સ્થાન, પ્રદેશ કે વિસ્તારમાં કાયમી ધોરણે વસવાટ કરવાના હેતુથી માણસોની આવનજાવનની પ્રક્રિયા. સ્થળાંતર એટલે સ્થાનફેર, જેનો આશય અન્યત્ર વસવાટ કરવાનો હોય છે. તેનાં આર્થિક, રાજકીય કે સામાજિક કારણો હોઈ શકે છે; દા. ત., રોજગારી કે વધુ સારી રોજગારી મેળવવાનો…

વધુ વાંચો >

સ્નાયુતંત્ર (પ્રાણીશાસ્ત્ર) :

સ્નાયુતંત્ર (પ્રાણીશાસ્ત્ર) : પ્રાણીશરીરમાં વિવિધ સ્નાયુ-ઘટકો વચ્ચે સંકોચન-વિકોચન અને હલનચલન કરાવતું આયોજિત તંત્ર. સંકોચનશીલતા એ સ્નાયુતંતુકોષની એક વિશિષ્ટ ખાસિયત છે. સ્નાયુઓના એકમો તરીકે સ્નાયુતંતુઓ આવેલા હોય છે. તે આકુંચન ગતિવિધિ વડે એકદિશાકીય (unidirectional) સંકોચન (shortening) માટે અનુકૂલન પામેલા હોય છે. આ વિશિષ્ટ ગુણધર્મને કારણે સ્નાયુતંતુઓ લાંબા-ટૂંકા થઈ શકે છે અને…

વધુ વાંચો >

સ્પર્શ

સ્પર્શ : પદાર્થને અડકતાં કે તેના ભૌતિક સંસર્ગમાં આવતાં અનુભવાતી સંવેદના. સ્પર્શ-સંવેદના દ્વારા પદાર્થનો આકાર કે તેની કઠણતાનો અનુભવ થાય છે. તેના દ્વારા ઉષ્મા, શીતલતા, પીડા કે દબાણની પરખ પણ થાય છે. સ્પર્શને લગતાં સંવેદનાગ્રાહી કેન્દ્રો ત્વચા કે મુખમાં તથા ગર્ભાશય અને ગુદાની શ્લેષ્મકલામાં આવેલાં છે. આ ઉપરાંત તે સ્નાયુઓ,…

વધુ વાંચો >

સ્વજાતિ-ભક્ષણ (cannibalism)

સ્વજાતિ-ભક્ષણ (cannibalism) : કેટલાંક પ્રાણીઓની પોતાની જ જાતિ(species)ના સભ્યોનું ભક્ષણ કરવાની ટેવ. અત્યાર સુધી કેટલાક માનવીઓ પણ એક વિધિ (ritual) તરીકે તેને અપનાવતા રહ્યા છે. સામાન્ય પ્રાણીઓમાં આવું ભક્ષણ જાતિ-સંખ્યા(population)ના નિયંત્રણમાં સહાયકારી નીવડે છે. કેટલીક કીડીઓ સામાન્ય રીતે પોતાના જ અપક્વ (immature) અને ઈજા (wounded) પામેલાં બચ્ચાંનું ભક્ષણ કરતી હોય…

વધુ વાંચો >

સ્વાદ (taste)

સ્વાદ (taste) : પ્રાણીઓની એક મહત્વની સંવેદના. આ સંવેદના દ્વારા પ્રાણીઓમાં આહારના સેવનથી મળતો આનંદ એટલે કે સ્વાદની પરખ થાય છે. તે કેવો અને કેટલો ખોરાક ખાવો તે નક્કી કરવામાં મદદ કરે છે. સ્વાદની પરખ ઉપરથી માણસ ભાવતો અને અણગમતો ખોરાક નક્કી કરે છે. સ્વાદની પરખ સાથે આહારમાં સુવાસ (flavour)…

વધુ વાંચો >

હક્સલી જુલિયન (Sir Julien Huxley)

હક્સલી, જુલિયન (Sir Julien Huxley) (જ. જૂન 1887, લંડન; અ. 14 ફેબ્રુઆરી 1975, લંડન) : પ્રખર અંગ્રેજ જીવવિજ્ઞાની અને જાણીતા માનવશાસ્ત્રી. તેમણે પક્ષીવિદ્યા(ornithology)માં સંશોધનકાર્ય કર્યું હતું. પ્રાણીવિકાસનો પ્રાયોગિક વિશ્લેષણ દ્વારા અભ્યાસ કરી, શરીરનાં અંગોની વૃદ્ધિના દર અને વિકાસની પ્રક્રિયાનું ગણિતના પાયા ઉપર તેમણે અર્થઘટન કર્યું અને તે બંને વચ્ચેના સંબંધો…

વધુ વાંચો >

હરણ (deer)

હરણ (deer) : ખરીવાળું, વાગોળનારું, સર્વિડી કુળ અને આર્ટિયોડેક્ટિલા શ્રેણીનું સસ્તન પ્રાણી. વન્ય પ્રાણીઓમાં તે ખૂબ નાજુક અને આકર્ષક પ્રાણીઓ પૈકીનું એક છે. આ કુળમાં 17 પ્રજાતિઓ અને 53 જાતિઓ મળી આવે છે. તે ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, ઍન્ટાર્ક્ટિકા, મધ્ય અને દક્ષિણ આફ્રિકા અને માડાગાસ્કર સિવાયના લગભગ બધા જ પ્રદેશોમાં વિવિધ પ્રકારમાં…

વધુ વાંચો >

હાર્વે, વિલિયમ (William Harwey)

હાર્વે, વિલિયમ (William Harwey) (જ. 1 એપ્રિલ 1578, ઇંગ્લૅન્ડ; અ. 3 જૂન 1657) : માનવશરીરના લોહીના ગુણધર્મો તથા તેનું પરિભ્રમણ કેવી રીતે થાય છે તે શોધી કાઢનાર અંગ્રેજ તબીબ. હૃદય લોહીને ધકેલે છે તેવું પણ તેમણે દર્શાવ્યું હતું. તેમના પિતા વેપારી હતા. 16 વર્ષની વયે તેમને તબીબી અભ્યાસ માટે શિષ્યવૃત્તિ…

વધુ વાંચો >

હિપોપૉટેમસ (Hippopotamus)

હિપોપૉટેમસ (Hippopotamus) : જમીન ઉપરનું ત્રીજા નંબરનું વજનદાર જીવંત સ્થળચર પ્રાણી. ‘હિપોપૉટેમસ’ શબ્દનો અર્થ છે – ‘નદીનો ઘોડો’. તે પોતાનો મોટા ભાગનો સમય પાણીમાં ગાળે છે. તે પૂર્વ આફ્રિકા અને પશ્ચિમ આફ્રિકાની નદીઓ અને સરોવરોમાં મોટી સંખ્યામાં જોવા મળે છે. તેનું શરીર ગોળ બેરલ (પીપ) જેવું હોય છે અને શીર્ષ…

વધુ વાંચો >