પ્રાણીશાસ્ત્ર

ખિસકોલી

ખિસકોલી (squirrel) : ગોળાકાર બાહ્ય કર્ણો, લાંબી ગુચ્છાદાર પૂંછડી, ચડવા માટે આંકડી જેવા નહોરયુક્ત લાંબી અંગુલીઓ ધરાવતું મધ્યમ કદનું, શ્રેણી રોડેન્શિયા અને કુળ scluridaeનું સસ્તન પ્રાણી. શાસ્ત્રીય નામ funambulus pennanti. ખિસકોલી ભારતમાં સર્વત્ર જોવા મળે છે. તેની પીઠ પર ઘાટા રંગના પાંચ પટ્ટા હોય છે. ધાર્મિક માન્યતા મુજબ આ પટ્ટાઓ…

વધુ વાંચો >

ગધેડું

ગધેડું : માનવને ભારવાહક તરીકે અત્યંત ઉપયોગી એવું સસ્તન પ્રાણી. ઘોડો અને ગધેડું બંને Perriso-dectyla શ્રેણી અને Equas પ્રજાતિનાં પ્રાણીઓ છે. ગધેડાનું શાસ્ત્રીય નામ : Equas asinus. તેના પૂર્વજો આફ્રિકાના જંગલમાં વાસ કરતા હતા. તેના કાન લાંબા હોય છે. તેની પીઠની બંને બાજુએ લાંબા વાળ, ડોક પર ઊંચી કેશવાળી અને…

વધુ વાંચો >

ગરુડ (1)

ગરુડ (1) : સિંચાનક (Falconiformes) શ્રેણીનું અને એક્સિપિટ્રિડી કુળનું સમડીને મળતું મોટું શિકારી પક્ષી. પુરાણોમાં તે ભગવાન વિષ્ણુના વાહન તરીકે જાણીતું છે. તેથી તેને ભારતીય પરંપરાને અનુરૂપ ગૌરવશાળી સ્થાન આપવામાં આવ્યું છે. ઉપરાંત માથે ટાલવાળાં ગરુડ(bald eagle, Haliacetus leucocephalus)ને ઉત્તર અમેરિકાએ રાષ્ટ્રીય પક્ષી તરીકે માનવંતું સ્થાન આપ્યું છે. Accipitridae કુળનાં…

વધુ વાંચો >

ગરોળી

ગરોળી : સરિસૃપ પ્રકારનું નિશાચર પ્રાણી. શ્રેણી Squamata, ઉપશ્રેણી Sauria અને કુળ Lacertidae નું Hemidactylus flaviviridisના શાસ્ત્રીય નામે ઓળખાતું આ પ્રાણી સામાન્યપણે ભીંતગરોળી તરીકે જાણીતું છે. માનવવસ્તીવાળા સ્થળે તે દીવાના પ્રકાશથી આકર્ષાયેલા કીટકોને ઝડપી ભક્ષણ કરતી જોવા મળે છે. ગરોળીનું શરીર ઉપર નીચેથી ચપટું, જ્યારે ચહેરો ત્રિકોણાકાર હોય છે. તેનો…

વધુ વાંચો >

ગર્ભવિદ્યા (પ્રાણી)

ગર્ભવિદ્યા (પ્રાણી) નર અને માદા જનનકોષોના સંયોજનથી ઉત્પન્ન થતા ફલિતાંડ(fertilized egg)માંથી નિર્માણ થતા ગર્ભના વિકાસનો ખ્યાલ આપતું વિજ્ઞાન. નર અને માદા જનનકોષોનું યુગ્મન થતાં ફલિતાંડમાં માતા અને પિતાના વારસા રૂપે ડી-ઑક્સિરાઇબોન્યૂક્લિઇક ઍસિડના અણુઓ રૂપે જનન ઘટકો આવેલા હોય છે. આ અણુઓમાં આવેલા સંકેતો(code)ના આધારે કોષમાં બંધારણ માટે અગત્યનાં પ્રોટીનોનું સંશ્લેષણ…

વધુ વાંચો >

ગંધ

ગંધ : રાસાયણિક ઉત્તેજકોની અસર હેઠળ પર્યાવરણનો પરિચય કરાવતું એક અગત્યનું સંવેદન. ખોરાક-પ્રાપ્તિ, ભક્ષકો સામે રક્ષણ, અન્ય પ્રાણીઓ સાથેનો સંપર્ક, સામાજિક જીવનાચરણ, દિગ્સ્થાપન (orientation), સાથી સાથે સહજીવન ઇત્યાદિ અનેક રોજિંદા વ્યવહારમાં ગંધની શક્તિ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. હવા દ્વારા ખોરાકની સોડમનો ફેલાવો થવાથી પ્રાણી ખોરાક પ્રત્યે આકર્ષાય છે. ભક્ષક…

વધુ વાંચો >

ગાય

ગાય શ્રેણી સમખુરી (artiodactyla) અને કુળ બોવિડેનું વાગોળનારું સસ્તન પ્રાણી. દુધાળા ઢોર તરીકે જાણીતી ગાય ભારતમાં પવિત્ર ગણાય છે. ગાયનો સમાવેશ બૉસ પ્રજાતિમાં થાય છે અને તેની બે જાતો છે : (1) ભારતીય ગાય (Bos indicus) (2) વિદેશી ગાય (Bos taurus). ભારતીય ગાય બ્રાહ્મણ અથવા zebu તરીકે ઓળખાય છે, જ્યારે…

વધુ વાંચો >

ગીધ (vulture)

ગીધ (vulture) : શ્રેણી સિંચાનક(Falconiformes)નું મૃતભક્ષી, માંસાહારી પક્ષી. તે બે પ્રકારનાં હોય છે. પૌરસ્ત્ય ગોળાર્ધ ગીધ (old world vulture) અને પાશ્ચાત્ય ગોળાર્ધ ગીધ (new world vulture). આમ તો બંને સમૂહનાં ગીધ દેખાવમાં એકસરખાં હોય છે. ગીધના શીર્ષ અને ગ્રીવાના ભાગો પીછાંવિહોણા હોય છે, જ્યારે આ ભાગની ત્વચાનો રંગ નોંધપાત્ર હોય…

વધુ વાંચો >

ગુજરાત (ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાતથી ગુજરાતનાં અભયારણ્યો)

ગુજરાત ભારતની ભોમમાં ઝાઝેરી ગુજરાત ‘ગરવી ગુજરાત’ નામ સાંભળતાં જ ગુજરાતી ભાષા, ગુજરાતી પ્રજા અને તેની સંસ્કૃતિની સમુજ્જ્વલ પરંપરાનું ભાન થાય છે. ગુજરાતનાં મૂળ અને કુળની પરંપરા ઘણી સુદીર્ઘ અને સમૃદ્ધ છે. જેમ વૃક્ષને તેમ પ્રજાને પણ તેનાં મૂળિયાં હોય છે. વૃક્ષ જેમ દૂર દૂર સુધી પહોંચેલાં પોતાનાં મૂળિયાં વાટે…

વધુ વાંચો >

ગેંડો

ગેંડો : ઢાલ જેવી જાડી ચામડી ધરાવતું, નાસિકાની ઉપરના ભાગમાં એક કે બે શૃંગ ધરાવતું, ટૂંકા માંસલ પગવાળું, જમીન ઉપરનું એક વિશાળકાય સસ્તન પ્રાણી. ગેંડાની પાંચ જાતિઓ (kinds) જોવા મળે છે. તે પૈકી ત્રણ જાત એશિયામાં અને બે જાત આફ્રિકામાં મળે છે. ભારતીય ગેંડો : એશિયા ખંડની ત્રણ જાતિઓ પૈકી…

વધુ વાંચો >