પ્રહલાદ છ. પટેલ

લેમિત્રે, જ્યૉર્જ

લેમિત્રે, જ્યૉર્જ (જ. 1894, બેલ્જિયમ; અ. 1966, બેલ્જિયમ) : વિશ્વની ઉત્પત્તિનો સિદ્ધાંત એટલે કે મહાવિસ્ફોટ(big-bang)ની ઘટનાનું સૂચન કરનાર ખ્યાતનામ બેલ્જિયન બ્રહ્માંડવિદ (cosmologist). યુ.એસ. ખગોળવિદ ઍૅડ્વિન હબ્બલે દર્શાવ્યું કે વિશ્વ હરદમ વિસ્તરતું જાય છે, પણ લેમિત્રેએ જણાવ્યું કે વિશ્વની ઉત્પત્તિ મહાવિસ્ફોટથી થઈ અને ત્યારબાદ તેનું નિરંતર વિસ્તરણ ચાલુ રહ્યું છે. મહાવિસ્ફોટનો…

વધુ વાંચો >

લૉરેન્ઝ, હૅન્ડ્રિક આન્ટૂન

લૉરેન્ઝ, હૅન્ડ્રિક આન્ટૂન (જ. 18 જુલાઈ 1853, એમ્હેમ, હૉલેન્ડ; અ. 4 ફેબ્રુઆરી 1928) : વિકિરણ ઘટનાઓ ઉપર ચુંબકત્વની અસરને લગતા સંશોધન દ્વારા કરેલી ઉત્કૃષ્ટ સેવા અને તેની સ્વીકૃતિ બદલ 1902નું ભૌતિકવિજ્ઞાનનું નોબેલ પુરસ્કાર મેળવનાર ડચ ભૌતિકવિજ્ઞાની. નવ વર્ષની ઉંમરે માતાનું અવસાન થતાં તેમણે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તે…

વધુ વાંચો >

વાઇનબર્ગ, સ્ટીવન

વાઇનબર્ગ, સ્ટીવન (જ. 3 મે 1933, ન્યૂયૉર્ક સિટી) : મૂળભૂત કણો વચ્ચે પ્રવર્તતી વિદ્યુતચુંબકીય અને મંદ (weak) આંતરક્રિયા માટે એકીકૃત (unified) સિદ્ધાંત તૈયાર કરવામાં મહત્વનો ફાળો આપનાર અમેરિકન વિજ્ઞાની. બીજી બાબત, સાથે મંદ તટસ્થ પ્રવાહની આગાહીનો પણ સમાવેશ થાય છે. આ કાર્ય તેમણે અમેરિકન વિજ્ઞાની ગ્લેશૉવ તથા પાકિસ્તાની વિજ્ઞાની અબ્દુસ…

વધુ વાંચો >

વાડિયા, દારાશા નોશેરવાન

વાડિયા, દારાશા નોશેરવાન (જ. 25 ઑક્ટોબર 1883, સૂરત; અ. 15 જૂન 1969) : મૂળ ગુજરાતી પારસી. ભારતના ખ્યાતનામ ભૂસ્તરશાસ્ત્રી. ભારતીય પ્રાદેશિક ભૂસ્તરશાસ્ત્રના તેમના માહિતીપ્રદ અભ્યાસ અને રજૂઆત માટે જાણીતા. ઉચ્ચ શિક્ષણ મુંબઈ યુનિવર્સિટીમાં લીધું. 1903માં બી.એસસી. અને 1906માં એમ.એસસી. થયા. 1947માં દિલ્હી યુનિવર્સિટી અને 1967માં અલીગઢ યુનિવર્સિટીએ ડૉક્ટર ઑવ્ સાયન્સની…

વધુ વાંચો >

વાન દર મીર સિમોન

વાન દર મીર સિમોન (જ. 24 નવેમ્બર 1925, હેગ, નેધરલૅન્ડ્ઝ) : મંદ આંતરક્રિયા સાથે સંકળાયેલ ક્ષેત્રીય કણો W અને Zની શોધ બદલ, રૂબિયા કાર્લોની ભાગીદારીમાં 1984નો ભૌતિકવિજ્ઞાનના ક્ષેત્રે નોબેલ પુરસ્કાર મેળવનાર ડચ ભૌતિકવિજ્ઞાની. તેમણે યુનિવર્સિટી ઑવ્ ટેક્નૉલોજી, ડેલ્ફટ ખાતેથી શિક્ષણ મેળવ્યું. તે પછી ફિલિપ્સ ફિઝિકલ લૅબોરેટરી(આઇન્ધોવન)માં 1952થી 1956 સુધી તેમણે…

વધુ વાંચો >

વાન દર વાલ્સ, યોહાનેસ ડિડેરિક

વાન દર વાલ્સ, યોહાનેસ ડિડેરિક [જ. 23 નવેમ્બર 1837, લેડન (Leiden), હોલૅન્ડ; અ. 8 માર્ચ 1923, ઍમ્સ્ટરડૅમ] : વાયુઓ અને પ્રવાહીઓ માટે અવસ્થા-સમીકરણ ઉપર કરેલ કાર્ય બદલ 1910ની સાલનો ભૌતિકવિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મેળવનાર ડચ વિજ્ઞાની. વાન દર વાલ્સનો પરિવાર અત્યંત ગરીબ હતો; તેથી જાતે જ ઘરે અભ્યાસ કરવો પડ્યો હતો.…

વધુ વાંચો >

વિક્રમ સારાભાઈ

વિક્રમ સારાભાઈ (જ. 12 ઑગસ્ટ 1919, અમદાવાદ; અ. 31 ડિસેમ્બર 1971, કોવલમ [ત્રિવેન્દ્રમ]) : ભારતના પરમાણુ અને અવકાશયુગની તાસીર બદલનાર ભૌતિકવિજ્ઞાની; ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (PRL), અમદાવાદ કાપડ ઉદ્યોગ સંશોધન સંગઠન (ATIRA), ભારતીય પ્રબંધન સંસ્થા (IIM) તથા સામાજિક વિજ્ઞાન કેન્દ્ર (CSC) જેવી આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત સંસ્થાઓના સર્જક; પ્રગતિશીલ ઉદ્યોગપતિ; કલા, વિજ્ઞાન અને…

વધુ વાંચો >

વિગ્નર, યૂજીન પૉલ

વિગ્નર, યૂજીન પૉલ (જ. 17 નવેમ્બર 1902, બુડાપેસ્ટ; અ. 1995) :  મૂળભૂત સમમિતિ(symmetry)ના સિદ્ધાંતની શોધ અને અનુપ્રયોગ દ્વારા પારમાણ્વિક ન્યૂક્લિયસ અને મૂળભૂત કણોની શોધમાં મહત્વનો ફાળો આપનાર અમેરિકન ભૌતિકવિજ્ઞાની. ન્યુક્લિયર ભૌતિક વિજ્ઞાન ક્ષેત્રે તેમનાં ઘણાં પ્રદાનો છે જેમાં સમતા સંરક્ષણના સિદ્ધાંતના સંરૂપણ(Formulation)નો સમાવેશ થાય છે. તે માટે 1963માં તેમને ગોએપ્પેટમેયર…

વધુ વાંચો >

વિજ્ઞાન અને ટેક્નૉલૉજીનો વિકાસ

વિજ્ઞાન અને ટેક્નૉલૉજીનો વિકાસ : એક સમયે કાર્ય કરવા માટે સ્નાયુબળનો ઉપયોગ કરવો પડતો હતો. ત્યારબાદ હસ્તપ્રયોગી કૌશલ્યનો વારો આવ્યો અને અત્યારે તે માટે બુદ્ધિ-શક્તિના પ્રયોજનનો સમય ચાલી રહ્યો છે. પંક્તિઓ વચ્ચે વાંચતાં વિજ્ઞાન અને ટેક્નૉલૉજી આધારિત વિકાસના ઇતિહાસની ઝલક મળી રહે છે. આજે એક તરફ થોડાક લોકોને માટે મૂડીનું…

વધુ વાંચો >

વિજ્ઞાન અને સમાજ

વિજ્ઞાન અને સમાજ : વિજ્ઞાનનો સમાજ સાથે સંબંધ કાળાંતરે બદલાતો રહ્યો છે. તેથી સમાજ ઉપર વિજ્ઞાનના પ્રભાવની અસરો પણ બદલાતી રહી છે. તે જાણવાસમજવા માટે વિજ્ઞાનના ઇતિહાસની ભૂમિકા તરફ દૃષ્ટિ કરવી આવશ્યક છે. વિજ્ઞાનની વિકાસકથાનું લંબાણે નિરૂપણ ન કરતાં એટલું તો જરૂરથી કહી શકાય તેમ છે કે વિજ્ઞાનનો ઇતિહાસ અતીત…

વધુ વાંચો >