પ્રહલાદ છ. પટેલ

પિત્રોડા સામ

પિત્રોડા, સામ (જ. 4 મે 1942, ટિટલાગઢ, ઓરિસા) : દૂરસંચાર ટૅક્નૉલૉજીના દૂરદર્શી નિષ્ણાત અને સફળ ઉદ્યોગપતિ. ઉચ્ચશિક્ષણ માટે તેઓ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં દાખલ થયા. ત્યાંથી તેમણે ભૌતિકશાસ્રના વિષય સાથે એમ.એસસી.ની ઉપાધિ 1964માં મેળવી. ત્યારબાદ અમેરિકાની ઇલિનૉઈ ઇન્સ્ટિટ્યૂટમાંથી ઇલેક્ટ્રૉનિક્સ વિષય સાથે 1966માં એમ. એસ.ની ઉપાધિ મેળવી. દૂરસંચાર-પ્રણાલીઓ અને સેવાઓનાં લગભગ તમામ…

વધુ વાંચો >

પિયરે ગિલ્સ દ્ જેનેઝ

પિયરે ગિલ્સ દ્ જેનેઝ (જ. 1932, પૅરિસ, અ. 18 મે 2007, ઓરસે, ફ્રાંસ) : ફ્રેન્ચ ભૌતિકશાસ્ત્રી. સાદા તંત્ર(પ્રણાલિ)માં બનતી ક્રમિત (order) ઘટનાઓનો અભ્યાસ કરીને પ્રવાહી-સ્ફટિક (liquid-crystal) અને બહુલક (polymers) જેવા જટિલ સ્વરૂપ ધરાવતા પદાર્થો માટે સામાન્યીકરણના અભ્યાસની પદ્ધતિઓના શોધક. આ શોધ માટે તેમને 1991માં ભૌતિક વિજ્ઞાનનો નોબેલ પુરસ્કાર મળ્યો હતો.…

વધુ વાંચો >

પિયર્સ જ્યૉર્જ વૉશિંગ્ટન

પિયર્સ, જ્યૉર્જ વૉશિંગ્ટન (જ. 11 જાન્યુઆરી 1872, વેબરવિલ, ટૅક્સાસ, યુ.એસ.; અ. 25 ઑગસ્ટ 1956, ફ્રૅન્કલિન, એન.એચ., યુ.એસ.) : રેડિયો-તારસંચારના શોધક અને સંદેશાવ્યવહાર-ઇજનેરીના પ્રસિદ્ધ અને સફળ અધ્યાપક. સામાન્ય ખેડૂત કુટુંબમાં તેઓ જન્મેલા. ત્રણ ભાઈઓમાં તેમનો બીજો ક્રમ હતો. પિયર્સનું રહેઠાણ ઢોરઉછેરના મથકે હતું. આવા સ્થળે તેમનો વિકાસ થયો. ગામની શાળામાં ઉત્તમ…

વધુ વાંચો >

પોયન્ટિંગ-રૉબર્ટસન (Poynting-Robertson) ઘટના

પોયન્ટિંગ–રૉબર્ટસન (Poynting-Robertson) ઘટના : બધા જ કણોની ઘનતા સમાન હોય ત્યારે નાના કણોની સૂર્યની નજીક અને મોટા કણોની સૂર્યથી દૂર જવાની ઘટના. આ ઘટના દ્વારા વૈશ્વિક નિગોલક-કણો(spherules)નું ધારા પ્રવાહીમાં વિતરણ થાય છે. સૂર્યની ફરતે લંબવર્તુળાકાર (elliptical) કક્ષામાં પૃથ્વી ગતિ કરતી હોય છે ત્યારે તે દર વર્ષે આવા કણોનો સામનો કરે…

વધુ વાંચો >

પૉઇન્ટિંગ સદિશ (Poynting vector)

પૉઇન્ટિંગ સદિશ (Poynting vector) : વિદ્યુતચુંબકીય ક્ષેત્રમાં ઊર્જા-વહનની દિશા અને મૂલ્ય આપતો સદિશ. કોઈ પણ બિંદુ આગળ આ સદિશ વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રની પ્રબળતાના સદિશ ગુણાકાર (vector product) જેટલો હોય છે. વિદ્યુતચુંબકીય ક્ષેત્રમાં બંધ સપાટીને બહારની દિશામાં આ સદિશ લંબ ઘટકરૂપ હોય છે. પૉઇન્ટિંગ સદિશ π = E × H…

વધુ વાંચો >

પોકરણ (પોખરણ) પરમાણુ-વિસ્ફોટ

પોકરણ (પોખરણ) પરમાણુ–વિસ્ફોટ : રાજસ્થાનની પશ્ચિમે જેસલમેર જિલ્લામાં આવેલા તાલુકાનું મથક. ભૌગોલિક રીતે પોકરણ 26.55 ઉત્તર અક્ષાંશે અને 71.55 પૂર્વ રેખાંશે આવેલું છે. ઘણા સમય પહેલાં તે જોધપુર જિલ્લામાં હતું, પણ પાછળથી તેનો જેસલમેર જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો છે. અગાઉ જ્યારે તે જોધપુર રાજ્યમાં હતું ત્યારે પોકરણના ઠાકુરે મ્યુનિસિપલ બોર્ડ…

વધુ વાંચો >

પોલિટ્ઝર એચ. ડેવિડ

પોલિટ્ઝર, એચ. ડેવિડ (જ. 31 ઑગસ્ટ 1949, ન્યૂયૉર્ક, યુ.એસ.એ.) : અમેરિકન સૈદ્ધાંતિક ભૌતિકવિજ્ઞાની અને ડૅવિડ ગ્રૉસ તથા ફ્રાન્ક વિલ્ઝેકની ભાગીદારીમાં વર્ષ 2૦૦4ના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમને ક્વૉન્ટમ વર્ણગતિવિજ્ઞાન(chromodynamics)માં ઉપગામી (અનંતસ્પર્શી) સ્વતંત્રતા(asymptotic freedom)ની શોધ બદલ આ પુરસ્કાર મળ્યો છે. 1966માં બ્રૉન્ક્સ હાઈસ્કૂલ ઑવ્ સાયન્સમાંથી સ્નાતક થયા. 1969માં મિશિગન યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી…

વધુ વાંચો >

પોલેરૉન

પોલેરૉન : સંપૂર્ણ આયનિક સ્ફટિકના વહનપટ(conduction band)માં ઇલેક્ટ્રૉન દાખલ કરતાં મળતું ઇલેક્ટ્રૉન-આયન યુગ્મતંત્ર. આવું યુગ્મ તેની આસપાસની લૅટિસમાં ધ્રુવીભવન પ્રેરિત કરે છે અથવા લૅટિસની નજીક વિરૂપણ પેદા થાય છે. સંયોજનપટ(valence band)માં છિદ્ર (hole) વડે પોલેરૉન મળે છે. લૅટિસનાં ઘણાં સ્થાનો સુધી વિરૂપણ થતું હોય તો તેને ‘મોટો’ પોલેરૉન કહે છે.…

વધુ વાંચો >

પ્રકાશ-આલેખ (light curve)

પ્રકાશ-આલેખ (light curve) : પરિવર્તનશીલ (variable) તારાઓના પ્રકાશના ફેરફારોનું આલેખીય (graphical) વર્ણન. તારાના પ્રકાશમાં થતા ફેરફારો નિયમિત (periodic) અથવા લગભગ નિયમિત હોય તો દ્યુતિ (brightness) અને કલા (phase) વચ્ચે આલેખ તૈયાર કરી શકાય છે. અવલોકન વખતનો સમય અને પ્રકાશ-આલેખ ઉપર તારાનું સ્થાન સહેલાઈથી નક્કી કરી શકાય તેવા ભાગ ઉપરનો સમય…

વધુ વાંચો >

પ્રકાશ સમાવર્તક (light modulator)

પ્રકાશ સમાવર્તક (light modulator) : નિવેશન સંકેતને અનુલક્ષી પ્રકાશની કિરણાવલીની તીવ્રતામાં ફેરફાર કરી શકે તેવી પ્રયુક્તિ. ટેલિફોનની વાતચીત દરમિયાન આવા ફેરફારો થતા હોય છે. કોઈ બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા એટલે તે બિંદુની આસપાસ પ્રકાશની પ્રસરણદિશાને લંબરૂપે આવેલી એકમ ક્ષેત્રફળ ધરાવતી સપાટીમાંથી પસાર થતી ઊર્જા. સમાવર્તન(modulation)ની પ્રક્રિયામાં તરંગોની એક પ્રણાલી ઉપર…

વધુ વાંચો >