પર્યાવરણ

ઉદ્યાનવિદ્યા

ઉદ્યાનવિદ્યા (gardening) વનસ્પતિઓના સંવાદી (harmonious) સમૂહન(grouping)ની કે તેમની આનંદદાયક ગોઠવણીની કલા તેમજ તેમના ઉછેર અને સંતોષજનક વૃદ્ધિ સાથે સંકળાયેલી પદ્ધતિઓનું વિજ્ઞાન. ઉદ્યાનવિદ્યા ઉદ્યાનકૃષિ (horticulture : આ લૅટિન શબ્દ hortus, garden અને colere, to cultivate પરથી ઊતરી આવ્યો છે.) સાથે ગાઢ રીતે સંબંધિત છે. ઉદ્યાનકૃષિ, શાકભાજી, ફળ અને શોભન-વનસ્પતિઓ (ornamentals) જેવા…

વધુ વાંચો >

કચરાનિકાલ

કચરાનિકાલ (waste disposal) : મનુષ્યની રોજિંદી પ્રવૃત્તિ, કૃષિકાર્ય તથા ઉદ્યોગોમાં ચાલતી વિવિધ પ્રવિધિઓને પરિણામે પેદા થતા કચરાનો, સ્વાસ્થ્યરક્ષણ તથા જાળવણી(conservation)ને તથા તેમાંના ઘટકોની શક્ય તેટલી ઉપયોગિતા લક્ષમાં રાખીને કરવામાં આવતો નિકાલ. કચરો ત્રણ સ્વરૂપમાં હોઈ શકે : ઘન કચરો (refuse), પ્રવાહી કચરો (drainage) અને વાયુરૂપ કચરો (ધુમાડો). આ ત્રણે સ્વરૂપમાંના…

વધુ વાંચો >

કાર્સન, રાશેલ

કાર્સન, રાશેલ (જ. 27 મે 1907, સ્પ્રિંગડેલ, પૅ; અ. 14 એપ્રિલ 1964) : જાણીતાં વિજ્ઞાન-લેખિકા તેમજ જૈવવૈજ્ઞાનિક. પર્યાવરણીય પ્રદૂષણ અને સમુદ્રના પ્રાકૃતિક ઇતિહાસ માટેના તેમના લેખો ખૂબ જાણીતા છે. બાલ્યાવસ્થાથી જ કુમારી કાર્સન વન્ય જીવન વિશે ઊંડો રસ ધરાવતાં હતાં. તેમણે ‘યુ.એસ.એ. બ્યૂરો ઑવ્ ફિશરીઝ’માં દીર્ઘકાળ સુધી સેવા આપી હતી.…

વધુ વાંચો >

કુદરતી સાધનસંપત્તિનું સંરક્ષણ

કુદરતી સાધનસંપત્તિનું સંરક્ષણ (protection of natural resources) : કુદરતે બક્ષેલી સાધનસંપત્તિની પ્રાપ્તિ, વપરાશ, વૃદ્ધિ અને જાળવણી માટેના પ્રયાસો. કુદરતે બક્ષેલી સાધનસંપત્તિનું નિયમન અને જતન કરી તેની વૃદ્ધિ અથવા પુનરુપયોગ કરવા માટેના તર્કબદ્ધ પ્રયાસ. કુદરતી સાધનસંપત્તિનો ઉપયોગ કરવો અને તેને પુન:પ્રાપ્ય કરવો તે માનવસમાજનો પ્રયાસ રહ્યો છે. આ માટે માનવસમાજ અને…

વધુ વાંચો >

જૈવ ક્ષમતા

જૈવ ક્ષમતા (biotic potential) : ઇષ્ટતમ પર્યાવરણીય સંજોગોમાં સજીવની મહત્તમ પ્રજનન-ક્ષમતા (capacity). સંજ્ઞા r. આ દર અને ક્ષેત્રીય (field) અથવા પ્રયોગશાળાના પ્રયોગોમાં ખરેખર જે વૃદ્ધિ જોવા મળે છે તે દર વચ્ચેનો તફાવત એ પર્યાવરણીય (environmental) અવરોધને પ્રતિબિંબિત કરે છે. ચૅપમૅન (1928) નામના વૈજ્ઞાનિકે આને બાયૉટિક પોટેન્શિયલ નામ આપ્યું છે. ચૅપમૅન…

વધુ વાંચો >

જૈવ-સમાજો

જૈવ-સમાજો (biotic communities) : વિશિષ્ટ પર્યાવરણમાં સ્થાયી જીવન પસાર કરનાર સજીવોનો સમૂહ. મોટા ભાગના સજીવો માત્ર વિશિષ્ટ નિવસનતંત્રમાં રહેવા અનુકૂલન પામેલા હોય છે. સફેદ રીંછ માત્ર ઉત્તર ધ્રુવપ્રદેશમાં, જ્યારે પૅંગ્વિન પક્ષી દક્ષિણ ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે. સામાન્ય રીતે હાથી ગીચ જંગલમાં અને ઊંટ રણમાં રહેવાનું પસંદ કરે છે. સમુદ્ર,…

વધુ વાંચો >

ટુડુ, જમુના

ટુડુ, જમુના (જ. 19 ડિસેમ્બર 1980 રાયરંગપુર, મયુરભંજ, ઓડિશા) : લેડી ટારઝન તરીકે જાણીતા પર્યાવરણીય કાર્યકર્તા. પિતા બગરાઈ મુર્મુ અને માતા બોબીશ્રી મુર્મુ. જીવનસાથી માનસિંહ ટુડુ. 1998માં લગ્ન પછી જમુનાએ એક દિવસ જોયું કે ગામ પાસેના જંગલમાં જંગલ માફિયાઓ આડેધડ વૃક્ષો કાપી રહ્યા હતા. જંગલની હાલત જોઈને જમુનાએ વૃક્ષોને બચાવવાનું નક્કી…

વધુ વાંચો >

ડ્યુબોસ, રેને (જૂલ્સ)

ડ્યુબોસ, રેને (જૂલ્સ) (જ. 20 ફેબ્રુઆરી 1901, સેંટબ્રાઇસ, ફ્રાન્સ; અ. 20 ફેબ્રુઆરી 1982, ન્યૂયૉર્ક) : વીસમી સદીના એક પ્રખર સૂક્ષ્મજીવવિજ્ઞાની અને પર્યાવરણવાદી. જન્મે ફ્રેંચ, અમેરિકન નાગરિક. 1921માં, ડ્યુબોસ, પૅરિસની નૅશનલ એગ્રૉનૉમી સંસ્થામાં શિક્ષણ લઈને સ્નાતક બન્યા. 1927માં રુડ્ગર્સ વિશ્વવિદ્યાલયમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ત્યારબાદ તેઓ ન્યૂયૉર્કના, રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મેડિકલ રિસર્ચમાં…

વધુ વાંચો >

નૅશનલ ઇન્વાઇરૉન્મેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નાગપુર (NEERI)

નૅશનલ ઇન્વાઇરૉન્મેન્ટલ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, નાગપુર (NEERI) : પ્રદૂષણ-નિયંત્રણ અને પર્યાવરણ-વ્યવસ્થાપનને લગતા સંશોધન માટે સુવિધા અને માર્ગદર્શન પૂરું પાડતી રાષ્ટ્રીય સંશોધન-સંસ્થા. ઇતિહાસ : શરૂઆતમાં સેન્ટ્રલ પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના નામથી નાગપુર ખાતે કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના ઉપક્રમે સ્થાપવામાં આવેલ આ સંશોધનશાળા(1974)નો મુખ્ય ઉદ્દેશ પર્યાવરણ ઇજનેરીને નડતા વિવિધ…

વધુ વાંચો >

પચૌરી, રાજેન્દ્ર

પચૌરી, રાજેન્દ્ર (જ. 20 ઑગસ્ટ 1940, નૈનિતાલ) : પર્યાવરણવિદ અને 2007માં શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર મેળવનાર સંસ્થા આઇ.પી.સી.સી.ના અધ્યક્ષ. વર્ષ 2007નો શાંતિ માટેનો નોબેલ પુરસ્કાર અમેરિકાના પૂર્વઉપપ્રમુખ આલ્બર્ટ ગોર અને પર્યાવરણસંસ્થા ઇન્ટરગવર્નમેન્ટલ પૅનલ ઑન ક્લાઇમેટ ચેન્જ(આઇ.પી.સી.સી.)ને સંયુક્ત રીતે એનાયત થયો છે. આ સંસ્થાના વડા ડૉ. રાજેન્દ્રકુમાર પચૌરી ભારતીય છે. તેમણે…

વધુ વાંચો >