પત્રકારત્વ

ગાંધી, દેવદાસ મોહનદાસ

ગાંધી, દેવદાસ મોહનદાસ (જ. 22 મે 1900, ડરબન; દ. આફ્રિકા; અ. 3 ઑગસ્ટ 1957 નવી દિલ્હી, ભારત) : પાંચમા અને છઠ્ઠા દાયકામાં દેશના એક વરિષ્ઠ પત્રકાર તથા મહાત્મા ગાંધીજીના ચારે પુત્રોમાં કદાચ સૌથી વધુ જાણીતા. પિતાના ઘડતરકાળમાં દક્ષિણ આફ્રિકામાં ડરબન ખાતે જન્મેલા દેવદાસે પરંપરાગત શિક્ષણ અને રીતસરની ઉપાધિ મેળવ્યાં નહોતાં,…

વધુ વાંચો >

ગુજરાત (લલિતકલાઓથી સમૂહમાધ્યમો)

ગુજરાત લલિતકલાઓ સ્થાપત્યકલા ગુજરાતમાં સ્થાપત્યકલાના અવશેષો આદ્ય-ઐતિહાસિક કાલ જેટલા પુરાણા છે. લોથલ, રંગપુર, રોઝડી, આમરા, લાખાબાવળ, પ્રભાસ સોમનાથ, નખત્રાણા, પાબુમઠ, સુરકોટડા, ધોળાવીરા વગેરે ગુજરાતની આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિનાં કેન્દ્રો છે. સ્થાપત્યકીય સ્મારકોની દૃષ્ટિએ લોથલ અને ધોળાવીરા નોંધપાત્ર છે. લોથલનું ખોદકામ ડૉ. એસ. આર. રાવના માર્ગદર્શન નીચે થયું હતું. લોથલનું નગર સારી રીતે…

વધુ વાંચો >

ગુજરાત (પાક્ષિક)

ગુજરાત (પાક્ષિક) : ગુજરાત સરકારના માહિતી ખાતા દ્વારા પ્રકાશિત થતું સામયિક. 1 મે 1960ના રોજ ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારબાદ સરકારની કામગીરી આમજનતા સુધી પહોંચે એ હેતુથી આ સામયિકનો પ્રારંભ થયેલો. આજે એ પાક્ષિક સ્વરૂપે પ્રસિદ્ધ થાય છે. માહિતી કમિશનર આ સામયિકના તંત્રીની જવાબદારી સંભાળે છે. આથી આજ…

વધુ વાંચો >

ગુજરાત (માસિક)

ગુજરાત (માસિક) : મહદ્ અંશે સર્જનાત્મક ગુજરાતી સાહિત્યનું માસિક. એમાં અવારનવાર તત્કાલીન સામાજિક-રાજકીય વિગતો આમેજ થતી. વિ. સં. 1978ના ચૈત્ર અર્થાત્ ઈ. સ. 1922ના એપ્રિલ માસથી એ માસિક શરૂ થયું હતું. સાહિત્ય સંસદના મુખપત્ર રૂપે એ પ્રત્યેક માસની આખરે પ્રસિદ્ધ થતું. એના તંત્રી હતા કનૈયાલાલ માણેકલાલ મુનશી. ગુજરાતી સાહિત્યના મોટા…

વધુ વાંચો >

ગુજરાતદર્પણ

ગુજરાતદર્પણ : દક્ષિણ ગુજરાતનું લોકભોગ્ય અખબારી પ્રકાશન. 1888માં જેકિશનદાસ લલ્લુભાઈ અઠ્ઠાવાળા અને હરિલાલ હર્ષદ ધ્રુવે સૂરતમાંથી ‘ગુજરાતદર્પણ’ નામનું અર્ધસાપ્તાહિક પત્ર શરૂ કર્યું હતું જે 1889માં ‘ગુજરાતમિત્ર’ સાથે જોડાઈ ગયું. ત્યારથી તે ‘ગુજરાતમિત્ર’ અને ‘ગુજરાતદર્પણ’ના સંયુક્ત નામથી પ્રગટ થાય છે. ભગવતીકુમાર શર્મા

વધુ વાંચો >

ગુજરાતમિત્ર

ગુજરાતમિત્ર : સૂરતથી પ્રગટ થતું અગ્રણી ગુજરાતી દૈનિક. તેની સ્થાપના 15 સપ્ટેમ્બર 1863ના રોજ સૂરતમાં દીનશા અરદેશર તાલિયારખાન નામના એક પ્રામાણિક અને નિર્ભીક પત્રકારે કરી હતી. પ્રારંભે ‘ગુજરાતમિત્ર’નું નામ ‘સૂરતમિત્ર’ હતું. પણ એક જ વર્ષમાં 11 સપ્ટેમ્બર 1864થી તે ‘ગુજરાતમિત્ર’ બન્યું. દર રવિવારે પ્રગટ થતું ‘ગુજરાતમિત્ર’ ત્યારે સાપ્તાહિક હતું. 1862માં…

વધુ વાંચો >

ગુજરાત શાળાપત્ર

ગુજરાત શાળાપત્ર : શિક્ષણને લગતું સરકારી ગુજરાતી સામયિક. ઈ. સ. 1862ના જુલાઈમાં શિક્ષણ અને કેળવણીના પ્રશ્નોની ચર્ચા કરવા, શિક્ષક-વિદ્યાર્થીના સંબંધો વિકસાવવા અને શિક્ષણક્ષેત્રે થતાં સંશોધનો તથા નવા પ્રયોગોની શિક્ષકોને જાણકારી આપવા માટે મુંબઈ સરકારના શિક્ષણખાતા તરફથી મહીપતરામ રૂપરામ નીલકંઠના તંત્રીપદે ‘ગુજરાત શાળાપત્ર’ સામયિકનો પ્રારંભ થયો. શાળાપત્રમાં મહીપતરામે એમના પરદેશગમન અંગે…

વધુ વાંચો >

ગુજરાત સમાચાર

ગુજરાત સમાચાર : ગુજરાતી ભાષાનું અગ્રગણ્ય દૈનિક. પ્રથમ અંક 1932ના જાન્યુઆરીની 16મી તારીખે પ્રગટ થયો. અમદાવાદમાં ખાડિયા જેઠાભાઈની પોળમાંથી 1898ના માર્ચની 6 તારીખે ‘પ્રજાબંધુ’ સાપ્તાહિક શરૂ કરાયું હતું. એના તંત્રી ઇન્દ્રવદન બળવંતરાય ઠાકોર ગાંધીજીની ઐતિહાસિક દાંડીયાત્રાનો વૃત્તાંત લેવા સારુ એમાં જોડાયા ત્યારે ગાંધીજી સાથેની મુલાકાત દરમિયાન એક સ્વતંત્ર, નીડર દૈનિક…

વધુ વાંચો >

ગૂટનબર્ગ, જોહાન

ગૂટનબર્ગ, જોહાન (જ. 1398, મેઇન્ઝ, જર્મની; અ. 3 ફેબ્રુઆરી 1468, મેઇન્ઝ, જર્મની) : મુદ્રણકળાના આદ્ય શોધક. પિતા મેઇન્ઝ નગરના ધર્માધ્યક્ષ. નાનપણથી જ તેમણે ધાતુકામ અંગે કૌશલ પ્રાપ્ત કર્યું હતું. 1430માં નગરની વ્યાપારી સંસ્થાઓ અને ધર્માધ્યક્ષો વચ્ચે સંઘર્ષ થતાં નગર છોડીને સ્ટ્રૅસબર્ગમાં આવીને સ્થિર થયા. 1434 સુધીનાં ચાર વર્ષમાં તેમણે કુશળ…

વધુ વાંચો >

ગોએન્કા પુરસ્કાર

ગોએન્કા પુરસ્કાર : ભારતીય પત્રકારત્વમાં ઉત્કૃષ્ટ સિદ્ધિની કદર રૂપે અપાતો પુરસ્કાર. ભારતીય અખબારી આલમના પ્રમુખ આગેવાન અને એક્સપ્રેસ ગ્રૂપ ઑવ્ ન્યૂસપેપર્સના વડા ભગવાનદાસ ગોએન્કાના અકાળ અવસાન પછી એમના પિતા રામનાથ ગોએન્કાએ અને ભગવાનદાસનાં પત્ની શ્રીમતી સરોજ ગોએન્કાએ એમની સ્મૃતિમાં એક્સપ્રેસ જૂથનાં અખબારોની સુવર્ણજયંતી નિમિત્તે બી. ડી. ગોએન્કા પ્રતિષ્ઠાનની 1983માં સ્થાપના…

વધુ વાંચો >