પત્રકારત્વ

મૅકવર્ટર, નૉરિસ

મૅકવર્ટર, નૉરિસ (જ. 12 ઑગસ્ટ 1925, Enfield, યુ.કે.; અ. 19 એપ્રિલ 2004, Kington Langlcy યુ.કે.) : બ્રિટનના પ્રકાશક, લેખક, પત્રકાર અને પ્રસારણકર્તા. તેમણે ઑક્સફર્ડ ખાતે અભ્યાસ કર્યો અને 1955થી ’86 દરમિયાન કૌટુંબિક વ્યવસાયના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યો. પોતાના જોડિયા ભાઈ રૉસ મૅકવર્ટર(1925–75)ના સહયોગમાં તેમણે 1950માં માહિતી-સેવા(information service)ની શરૂઆત કરી અને…

વધુ વાંચો >

મેઘાણી, ઝવેરચંદ કાળીદાસ

મેઘાણી, ઝવેરચંદ કાળીદાસ (જ. 28 ઑગસ્ટ 1896, ચોટીલા, સૌરાષ્ટ્ર; અ. 9 માર્ચ 1947, બોટાદ, સૌરાષ્ટ્ર) : ગુજરાતના સમર્થ લોકવિદ્યાવિદ, સાહિત્યકાર, પત્રકાર. ઉપનામો : ‘વિલાપી’, ‘તંત્રી’, ‘વિરાટ’, ‘શાણો’, ‘સાહિત્યયાત્રી’, ‘દ.સ.ણી.’. પિતા કાળીદાસ દેવચંદ મેઘાણી (1864–1926) દશા શ્રીમાળી વણિક, એજન્સી પોલીસમાં નાની પાયરી પર અમલદાર. એમનાં ત્રીજી વારનાં પત્ની ધોળીમાનું બીજું સંતાન…

વધુ વાંચો >

મેનન, કેશવ કે. પી.

મેનન, કેશવ કે. પી. (જ. 1 સપ્ટેમ્બર 1886, તરુર, પાલઘાટ; અ. 9 નવેમ્બર 1978) : કેરળના સ્વાતંત્ર્યસેનાની, રાજકારણી, મુત્સદ્દી, તંત્રી અને લેખક. તેમના પિતા પાલઘાટ રાજવી પરિવારના ભીમચ્ચન રાજવી હતા. તેમની સમગ્ર કારકિર્દીમાં અનેક મહત્વની ઘટનાઓ વણાયેલી છે અને કેરળનાં અનેકવિધ પ્રવૃત્તિક્ષેત્રોમાં તેમનો ચિરસ્થાયી પ્રભાવ પડ્યો છે. તેઓ બૅરિસ્ટર થયા…

વધુ વાંચો >

મેયો, કૅથેરિન

મેયો, કૅથેરિન (જ. 1868, રિજ્વે પેન્સિલવેનિયા; અ. 1940) : મહિલા પત્રકાર. સામાજિક દૂષણો ખુલ્લાં પાડનાર પત્રકાર-લેખક તરીકે જાણીતાં બન્યાં; ખાસ કરીને 1925માં પ્રગટ થયેલ ‘આઇલ્સ ઑવ્ ફિયર’માં તેમણે ફિલિપાઇન્સમાંના અમેરિકી વહીવટી તંત્રની આકરી ટીકા કરી છે, તો 1927માં પ્રગટ થયેલ ‘મધર ઇંડિયા’ પુસ્તકમાં બાળલગ્ન તથા અન્ય કુરિવાજો પરત્વે તેમણે આક્રોશ…

વધુ વાંચો >

મૉરેસ, ફ્રૅન્ક ઍન્થોની

મૉરેસ, ફ્રૅન્ક ઍન્થોની (જ.1 જાન્યુઆરી, 1907, મુંબઈ; અ. 2 મે, 1974 લંડન, ઇંગ્લૅન્ડ) : અગ્રણી ભારતીય પત્રકાર. લાંબા સમય સુધી ´ધ ટાઇમ્સ ઑવ્ ઇન્ડિયા´ અને ´ધી ઇન્ડિયન એક્સપ્રેસ´નું તંત્રીપદ તેમણે સંભાળ્યું હતું. એમના પિતા ઍન્થોની ઝૅવિઅર મૉરેસ હિંદ સરકારના એક અધિકારી હતા. ફ્રૅન્કનું બાળપણ પૂનામાં વીત્યું. મુંબઈની સેન્ટ ઝેવિયર્સ કૉલેજમાં…

વધુ વાંચો >

યલો બુક, ધ (1894–’97)

યલો બુક, ધ (1894–’97) : આકર્ષક દેખાવનું પણ અલ્પજીવી નીવડેલું અંગ્રેજી સાહિત્યિક સામયિક. પ્રકાશનના પ્રારંભકાળથી જ તેણે અંગ્રેજી સાહિત્યજગતને અરૂઢ પ્રકારના વિષયોને લગતા લેખોથી ભડકાવવા ધાર્યું હતું અને થોડા જ સમયમાં તે નામચીન બની ગયું હતું. સાહિત્ય તેમ કલાને વરેલા આ સામયિકના પ્રકાશક જે. લેર્ન હતા અને તેના તંત્રી હતા…

વધુ વાંચો >

યંગ ઇન્ડિયા

યંગ ઇન્ડિયા : ગાંધીજીએ દક્ષિણ આફ્રિકાથી આવ્યા બાદ લોકસંપર્ક માટે ચલાવેલું વિચારપત્ર. શ્રીમતી ઍની બેસન્ટે 1916ના સપ્ટેમ્બરની 1લીએ ચેન્નાઈમાં સ્થાપેલી ઑલ ઇન્ડિયા હોમરુલ લીગ(All India Home Rule League)ની મુંબઈની શાખાના પ્રમુખ અને થિયૉસૉફી સોસાયટીના સભ્ય દ્વારકાદાસ જમનાદાસે એ લીગના મુખપત્ર રૂપે અંગ્રેજી ભાષામાં ‘યંગ ઇન્ડિયા’ નામનું સાપ્તાહિક શરૂ કર્યું હતું.…

વધુ વાંચો >

યુ.એન.આઈ.

યુ.એન.આઈ. : ભારતની રાષ્ટ્રીય સમાચારસંસ્થા. આખું નામ ‘યુનાઇટેડ ન્યૂઝ ઑવ્ ઇન્ડિયા’. આ દેશવ્યાપી સમાચારસંસ્થા દેશ અને દુનિયાના વિવિધ પ્રકારના સમાચારો ટેલિપ્રિન્ટર મારફતે સમાચાર-માધ્યમોને પહોંચાડવાની કામગીરી કરે છે. આ સંસ્થાની સ્થાપના 1961માં દેશનાં ચાર રાષ્ટ્રીય સ્તરનાં અને અંગ્રેજી ભાષામાં પ્રગટ થતાં દૈનિકોના માલિકોએ નવી દિલ્હી ખાતે કરી. ત્યારે આ સંસ્થાની સ્થાપના…

વધુ વાંચો >

યુગદર્શન (1949)

યુગદર્શન (1949) : ગુજરાતી માસિક. તેનો આરંભ ભારતની આઝાદીના ચૈતન્યસંચારમાંથી, 15મી ઑગસ્ટ 1949ને દિવસે, જન્મભૂમિ-પત્રોનું સંચાલન કરનાર સૌરાષ્ટ્ર ટ્રસ્ટે કર્યો. તેના તંત્રી તરીકે સમાજસુધારક, નીડર અને આદર્શપરાયણ લેખક પરમાનંદ કુંવરજી કાપડિયાની નિમણૂક થયેલી. ‘પ્રબુદ્ધ જીવન’ (પ્રબુદ્ધ જૈન) દ્વારા એમની કલમ વર્ષોથી જાણીતી હતી. આ સામયિક દ્વારા તેઓ ‘સત્યની ઉપાસના અને…

વધુ વાંચો >

યુગધર્મ

યુગધર્મ : ગુજરાતી સામયિક. 1922માં ઇન્દુલાલ યાજ્ઞિક અને એ પછી ડૉ. સુમંત મહેતા અને રામનારાયણ પાઠક સંપાદિત આ સામયિકે પ્રજાની રાષ્ટ્રભાવનાને સક્રિય કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. રાષ્ટ્રભક્તિને પ્રજાહૃદયમાં દૃઢમૂલ કરવા માટે વિશ્વઇતિહાસ, વૈશ્વિક રાજકારણના પ્રવાહો અને સ્વાતંત્ર્ય અર્થે લડતી પ્રજાઓની ભાવનાનું પ્રકટીકરણ ‘યુગધર્મ’નો વિશેષ બની રહ્યા. ‘યુગધર્મ’માં પ્રસિદ્ધ લખાણો…

વધુ વાંચો >