પત્રકારત્વ
નવભારત ટાઇમ્સ
નવભારત ટાઇમ્સ : ભારતનું હિંદી ભાષાનું નોંધપાત્ર દૈનિક વર્તમાનપત્ર. બેનેટ કોલમૅન ઍન્ડ કંપનીના ધ ટાઇમ્સ ઑફ ઇન્ડિયા જૂથનું પ્રકાશન. 1950માં દિલ્હીમાંથી તેનું પ્રકાશન શરૂ કરાયું. સમય જતાં સબળ સંસ્થાની વ્યવસ્થા તથા અદ્યતન મુદ્રણતંત્ર આદિનો તેને લાભ મળ્યો. જયપુર, પટણા, લખનૌ અને મુંબઈ જેવા દેશનાં અન્ય શહેરોમાંથી તેની આવૃત્તિઓ શરૂ કરાઈ.…
વધુ વાંચો >નવરોઝ
નવરોઝ : ગુજરાતી ભાષાનું પારસી વર્તમાનપત્ર. પૂર્વ ભારત – કૉલકાતાથી ઈ. સ. 1913માં એદલજી નવરોજી કાંગા નામના પારસી ગૃહસ્થે ‘નવરોઝ’ નામનું અંગ્રેજી અને ગુજરાતી એમ બંને ભાષામાં સંયુક્ત રીતે પ્રગટ થતું સાપ્તાહિક શરૂ કર્યું. કૉલકાતાની ગુજરાતી પ્રજાનો સારો એવો સાથ અને સહકાર કાંગાને પ્રાપ્ત થયો. તેમને ‘નવરોઝ’ના સંપાદન અને સંચાલનમાં…
વધુ વાંચો >નાટેસન, જી. એ.
નાટેસન, જી. એ. (જ. 24 ઑગસ્ટ 1873, ગણપતિ અહરાહરમ, જિ. તાન્જાવુર, તમિળનાડુ; અ. 10 જાન્યુઆરી 1949, ચેન્નાઈ) : વિદ્વાન પત્રકાર. તેમનો જન્મ મધ્યમ વર્ગના બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. કુંભકોણમની હાઈસ્કૂલમાં તિરુચિરાપલ્લીની સેન્ટ જૉસેફ્સ કૉલેજમાં અને ચેન્નાઈની પ્રેસિડન્સી કૉલેજમાં અભ્યાસ કરીને 1897માં તેઓ સ્નાતક થયા. ત્યારપછી તેમના ભાઈ વૈદ્યરામને તેમને ‘મદ્રાસ…
વધુ વાંચો >નાન્દી, પ્રીતીશ
નાન્દી, પ્રીતીશ (જ. 15 જાન્યુઆરી 1951, ભાગલપુર, બિહાર) : ભારતીય લેખક અને પત્રકાર. અભ્યાસ પૂરો કરી લેખન, છબીકલા, આલેખન, સંપાદન – એમ વિવિધ ક્ષેત્રે પ્રતિભા બતાવી. છેલ્લે ટીવી પ્રસારણક્ષેત્રે પણ પ્રદાન કર્યું. અંગ્રેજી ભાષામાં કાવ્ય, છબીકલા, નાટક, અનુવાદ વગેરેનાં તેમનાં ચાલીસેક પુસ્તકો પ્રગટ થયાં છે. એમાં ‘લવસાગ સ્ટ્રીટ’, ‘ધ નોવ્હેર…
વધુ વાંચો >નાયર, કુલદીપ
નાયર, કુલદીપ (જ. 14 ઑગસ્ટ 1923, સિયાલકોટ; પાકિસ્તાન; અ. 23 ઑગસ્ટ 2018, નવી દિલ્હી) : ભારતના પત્રકાર અને લેખક. બી.એ. (ઑનર્સ), એલએલ.બી. તેમજ અમેરિકાના ઇવનસ્ટનમાંથી પત્રકારત્વમાં એમ.એસસી.કર્યું. 1985થી ‘બિટ્વીન ધ લાઇન્સ’ નામનું કૉલમ લખે છે. ભારત, પાકિસ્તાન, સાઉદી અરેબિયા, નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકામાં 14 ઉપરાંત ભાષાઓમાં 70થી વધુ અખબારોમાં એ…
વધુ વાંચો >નારાયણ, વિનીત
નારાયણ, વિનીત (જ. 18 એપ્રિલ 1956, મોરાદાબાદ) : ભારતીય પત્રકાર. મુખ્ય તંત્રી, કાલચક્ર સમાચાર ટ્રસ્ટ. કાલચક્ર સમાચાર ટ્રસ્ટના નેજા હેઠળ ‘કાલચક્ર’ નામે અડધા કદનું (tabloid) હિન્દી પાક્ષિક તથા ‘તેજ’ નામે વીડિયો સામયિક પ્રગટ થાય છે. પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં જન્મેલા વિનીત નારાયણે ઉચ્ચ શિક્ષણ દિલ્હીની જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં લીધું. 1974થી ’77ના અરસામાં…
વધુ વાંચો >નિરીક્ષક
નિરીક્ષક (પ્ર. 15 ઑગસ્ટ, 1968) : ગુજરાતનું પખવાડિક વિચારપત્ર. લોકશાસનનું સંરક્ષણ અને સંવર્ધન કરવાના હેતુથી આ સાપ્તાહિકનો પ્રારંભ થયો હતો. તેના પ્રારંભકોમાં ઉમાશંકર જોશી, એચ. એમ. પટેલ, યશવંત પ્રા. શુક્લ, ઈશ્વર પેટલીકર, પુરુષોત્તમ ગ. માવળંકર, નીરુભાઈ દેસાઈ અને સુકેતુ શાહ હતા. સાપ્તાહિકનું પ્રકાશન, પ્રકાશ પબ્લિકેશન્સ લિ. તરફથી કરવામાં આવ્યું હતું…
વધુ વાંચો >નૂતન સૌરાષ્ટ્ર
નૂતન સૌરાષ્ટ્ર : સૌરાષ્ટ્રનું નોંધપાત્ર ગુજરાતી દૈનિક વર્તમાનપત્ર. ભારત સ્વતંત્ર થયું તેના એક વર્ષ પછી રજી સપ્ટેમ્બર, 1948ના રોજ જુગતરામ રાવળે રાજકોટમાં તેની સ્થાપના કરી. શ્રી રાવળ મૂળ સિંધ પ્રાંતમાં (જે હાલ પાકિસ્તાનમાં છે) રહેતા અને ત્યાં 1925ના અરસામાં તેઓ ‘સિંધ સમાચાર’ નામે ગુજરાતી સાપ્તાહિક ચલાવતા. આ સાપ્તાહિક 1931માં દૈનિક…
વધુ વાંચો >નેચર
નેચર : 1869માં સ્થાપિત થયેલું વિજ્ઞાનનું એક પ્રતિષ્ઠિત આંતરરાષ્ટ્રીય સાપ્તાહિક. તેના (1997–98ના) તંત્રી ફિલિપ કૅમ્પબૅલ અને પ્રબંધ-નિયામક રે બાર્કર છે. આ સાપ્તાહિકનો મુખ્ય તંત્રીવિભાગ તેમજ તેનું મુખ્ય કાર્યાલય પૉર્ટ્સ સાઉથ, 4, ક્રિનાન સ્ટ્રીટ, લંડન N19XW ખાતે આવેલું છે. ‘મૅકમિલન મૅગેઝિન્સ’ તેના પ્રકાશક છે. ડિસેમ્બર માસના છેલ્લા સપ્તાહ (નાતાલના દિવસો) સિવાય,…
વધુ વાંચો >નેની, પિયેત્રો સાન્ડ્રો
નેની, પિયેત્રો સાન્ડ્રો (જ. 9 ફેબ્રુઆરી 1891, ફાઇનઝા, ઇટાલી; અ. 1 જાન્યુઆરી 1980, રોમ) : ઇટાલીના અગ્રણી મુત્સદ્દી, પત્રકાર, સમાજવાદી નેતા તથા દેશના નાયબ વડાપ્રધાન. 7થી 18 વર્ષની વય સુધી આ ખેડૂતપુત્રનો અનાથાલયમાં ઉછેર થયો હતો. પ્રથમ વિશ્વયુદ્ધ(1914–18)માં તેમણે લશ્કરમાં કામગીરી કરી અને ત્યારબાદ પત્રકાર તરીકે કારકિર્દીની શરૂઆત કરી અને…
વધુ વાંચો >