પંજાબી સાહિત્ય
વનિતા (ડૉ.)
વનિતા (ડૉ.) (જ. 7 ઑક્ટોબર 1954, અમૃતસર, પંજાબ) : પંજાબી કવયિત્રી અને વિવેચક. તેમણે ગુરુ નાનકદેવ યુનિવર્સિટીમાંથી સંગીતમાં એમ.એ.; દિલ્હી યુનિવર્સિટીમાંથી પંજાબીમાં એમ.એ.; એમ. ફિલ. અને 1998માં પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે અત્યાર સુધીમાં પંજાબીમાં 6 ગ્રંથો આપ્યા છે. ‘સુફનિઆન દી પગદંડી’ (1985); ‘હરિઆન ચાવન દી કબર’ (1989); ‘બોલ-આલાપ’ (1993)…
વધુ વાંચો >વાડિયા, જગદીશ કૌર
વાડિયા, જગદીશ કૌર (જ. 10 જૂન 1944, સિયાલકોટ, હાલ પાકિસ્તાન) : પંજાબી લેખિકા. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબી અને અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.; રાજ્યવહીવટમાં એમ.એ.; એમ.લિટ. અને પંજાબી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રીઓ પ્રાપ્ત કરેલી. તેમણે કપૂરથલામાં જિલ્લા ભાષા-અધિકારી તરીકે સેવાઓ આપી હતી. અત્યાર સુધીમાં તેમણે 13 ગ્રંથો આપ્યા છે. ‘સપન સવેર’ (1993); ‘શબ્દૉ…
વધુ વાંચો >વાધન, અમરસિંગ
વાધન, અમરસિંગ (જ. 14 જુલાઈ 1947, અમૃતસર, પંજાબ) : હિંદી તથા પંજાબી લેખક. તેમણે હિંદીમાં, અંગ્રેજીમાં અને રાજ્યશાસ્ત્રમાં એમ.એ. તથા પંજાબ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી., પીજી ડીસીટી, સીસીજીની પદવીઓ પ્રાપ્ત કરી. તેઓ સિન્ડિકેટ બૅંક સ્ટાફ ટ્રેનિંગ કૉલેજ, નવી દિલ્હીના સિનિયર ફેકલ્ટી મેમ્બર રહ્યા તેમજ અધ્યાપન-કાર્ય કર્યું. તેમણે 1970-78 દરમિયાન પંજાબની વિવિધ કૉલેજોમાં…
વધુ વાંચો >વિર્ક, કુલવંતસિંગ
વિર્ક, કુલવંતસિંગ (જ. 20 મે 1920, ફૂલરવાન, જિ. શેખુપુરા [હાલ પૂર્વ પાકિસ્તાન]) : પંજાબી વાર્તાકાર. 1940માં અમૃતસરની ખાલસા કૉલેજમાંથી અંગ્રેજીમાં એમ.એ.. 1942માં લશ્કરમાં જોડાયા. ભાગલા દરમિયાન જનસંપર્ક અધિકારી તરીકે કામગીરી. થોડો વખત ‘એડવાન્સ’ (અંગ્રેજી) તથા ‘જાગૃતિ’ (પંજાબી) સામયિકોનું સંપાદન. લુધિયાનાની કૃષિ યુનિવર્સિટીમાં કમ્યૂનિકેશન સેન્ટરના તેઓ નિયામક રહ્યા. 1946માં વાર્તાલેખનનો પ્રારંભ.…
વધુ વાંચો >શમશેર સિંઘ (શેર)
શમશેર સિંઘ (શેર) (જ. 10 ઑક્ટોબર 1926, રાવલપિંડી (હાલ પાકિસ્તાનમાં)) : પંજાબી અને ઉર્દૂ કવિ. તેઓ ડેન્માર્કમાં રેડિયો સબરંગના નિયામક; ઇન્ડિયન આર્ટ પ્રમોશન કાઉન્સિલ, ડેન્માર્કના અધ્યક્ષ; ઇન્ટરનૅશનલ પંજાબી કલ્ચરલ ફાઉન્ડેશનના અધ્યક્ષ; ઉર્દૂ અઠવાડિક ‘શેર-એ-હિંદ’, ‘અમન’ મૅગેઝીન, કૉપનહેગન(ડૅન્માર્ક)ના સંપાદક રહ્યા હતા. તેમણે પંજાબી ઉપરાંત ઉર્દૂ અને હિંદીમાં 8 ગ્રંથો આપ્યા છે.…
વધુ વાંચો >શર્ફ, ફિરોઝ દિન
શર્ફ, ફિરોઝ દિન (જ. 1898; અ. 1955) : પંજાબી લેખક. તેમણે ફક્ત પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હતું. તેમણે નાની વયે કાવ્યરચના શરૂ કરેલી. પાછળથી તેમણે ઉત્તમ કક્ષાના કવિનું સ્થાન પ્રાપ્ત કર્યું અને અકાલી ચળવળ ઉપરાંત અસહકાર અને ખિલાફત ચળવળો દરમિયાન ખ્યાતિ પામ્યા. શીખ સમુદાય સમક્ષ શીખ ગુરુઓએ કરેલ પાઠ અંગેનાં તેમનાં…
વધુ વાંચો >‘શહીદ’, ચરણ સિંગ
‘શહીદ’, ચરણ સિંગ (જ. 1891; અ. 1935) : પંજાબી કવિ, નવલકથાકાર, નિબંધકાર અને પત્રકાર. પ્રતિભાશાળી અને અતિ ધાર્મિક પિતા સૂબા સિંગના પુત્ર. તેમણે પંડિત હજારા સિંગ ગિયાની દ્વારા સાહિત્યક્ષેત્રે પદાર્પણ કર્યું. મૅટ્રિક થયા પછી તેઓ અઠવાડિક ‘ખાલસા સમાચાર’માં જોડાયા, અને ભાઈ વીર સિંગના પ્રભાવ હેઠળ આવ્યા. પછી ‘વીર’ નામના સમાચારપત્રમાં…
વધુ વાંચો >શાહ, વારિસ
શાહ, વારિસ (જ. 1735, જંદિયાલા શેરખાન હાલ પાકિસ્તાનમાં; અ. ?) : પંજાબી કવિ. સૈયદ પરિવારમાં જન્મ. બાળપણમાં તેમણે માતાપિતા ગુમાવ્યાં. કાસુરની મદરેસામાં સૂફી ફકીરો પાસે શિક્ષણ લીધું. તેઓ પોતાને કાસુરના પીર મખદૂમના શિષ્ય માનતા. ‘કિસ્સા હિર-રાંઝા’ નામક પ્રેમાખ્યાન રચવાની સાથે તેઓ લોકપ્રિય બન્યા. ‘સસ્સી-પુન્નુ’ અને ‘સી-હરફિસ’ પણ તેમની ભાવનાપ્રધાન કૃતિઓ…
વધુ વાંચો >શાહ, હુસેન
શાહ, હુસેન (જ. 1539, અ. 1593) : પંજાબી સૂફી કવિ. ‘તાઝ્કિરા-એ-ઓલિયા-ઇ-હિંદ’ના લેખક અનુસાર શાહ હુસેનના વડવાઓ કાયસ્થ હિંદુ હતા. બાવા બુદ્ધસિંગે તેમને રાજપૂત (ધત્તા) કુળના દર્શાવ્યા છે. જોકે બીજી બધી હકીકતો તેમના પિતા વણકર હોવાનું સૂચવે છે. તે કાદરી સંપ્રદાયના હતા, પરંતુ તેમની રહેણીકરણી ‘માલામતી’ પ્રકારની હતી. તેમનો ઉછેર સામાન્ય…
વધુ વાંચો >શીતલ, સોહનસિંગ
શીતલ, સોહનસિંગ (જ. 1909) : પંજાબી નવલકથાકાર. તેમને તેમની નવલકથા ‘જુગ બદલ ગયા’ (1972) માટે 1974ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો. તેમણે બાળપણથી કાવ્યો રચવાનું શરૂ કરેલું. 1947માં તેમણે તેમની પ્રથમ નવલકથા લખી. પંજાબી સાહિત્યમાં તેમણે અત્યાર સુધીમાં 11,000 પૃષ્ઠ જેટલું સાહિત્યિક પ્રદાન કર્યું. તેમના ઘણા ગ્રંથોના હિંદી…
વધુ વાંચો >