નાટ્યકલા

પ્રતિનાયક (ખલનાયક)

પ્રતિનાયક (ખલનાયક) : સંસ્કૃત નાટકમાં નાયક કરતાં પ્રતિકૂળ આચરણવાળો તે પ્રતિનાયક. તે નાયકનો ઉચ્છેદ કરવાને માટે તત્પર હોય છે. તેનામાં પ્રતાપ, અભિમાન, સાહસ વગેરે ગુણો હોવા આવશ્યક છે. પ્રાય: તે ધીરોદ્ધત હોય છે. ‘દશરૂપક’ અનુસાર પ્રતિનાયક ધીરોદ્ધત, સ્તબ્ધ, પાપકર્મ કરનારો, વ્યસની અને શત્રુ હોય છે; જેમ કે, રામ અને યુધિષ્ઠિરના…

વધુ વાંચો >

પ્રવક્તા

પ્રવક્તા : રેડિયો નાટક આદિમાં સૂત્રધારની જેમ નાટ્યસંચાલન તેમ સંકલનકાર્ય કરતું મહત્વનું પાત્ર. રંગભૂમિ પર ભજવાતાં કેટલાંક નાટકોમાં પ્રવક્તા સૂત્રધાર કે પાત્રરૂપે પ્રવેશ લેતો હોય છે અને તેનું કાર્ય બજાવતો હોય છે (જેમ કે, અર્વાચીન નાટકોમાં ‘સુમનલાલ ટી. દવે’માં સૂત્રધાર, ‘પીળું ગુલાબ અને હું’માં સ્ત્રીનિર્માતા, ‘નજીક’માં રામદયાલ); પણ રેડિયોનાટકમાં પ્રવક્તા(narrator)ની…

વધુ વાંચો >

પ્રહસન

પ્રહસન : બહુધા ફાર્સ તરીકે ઓળખાતો પાશ્ચાત્ય હાસ્યનાટકનો પ્રકાર. નાટ્યની પરિભાષામાં મૂળ ફ્રેન્ચ શબ્દ farce એટલે કે ‘ઠાંસીને ભરવું’ પરથી આ શબ્દ યોજવામાં આવ્યો છે. તેનો ઉદ્દેશ તદ્દન હળવા પ્રકારનું અને સૌથી પ્રાકૃત સ્તરનું હાસ્ય એટલે કે અટ્ટહાસ્ય નિપજાવવાનો છે. તે નિમ્ન પ્રકારની એટલે કે હળવી કૉમેડી લેખાય છે. તેનાં…

વધુ વાંચો >

પ્રાણ, કિશોર

પ્રાણ, કિશોર (જ. 1926, શ્રીનગર, કાશ્મીર) : કાશ્મીરી રંગમંચના જાણીતા કલાકાર અને નવલકથાકાર. તેમની ખૂબ જાણીતી નવલકથા ‘શીન તે વતપોદ’ માટે તેમને 1989ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. લાહોર ખાતેની પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ. તેમણે 30થી વધુ વર્ષો સુધી આકાશવાણીમાં કામગીરી સંભાળેલી. કાશ્મીરી, ઉર્દૂ અને હિંદી ભાષામાં સંખ્યાબંધ નાટકો…

વધુ વાંચો >

પ્રિયદર્શિકા

પ્રિયદર્શિકા : સ્થાણ્વીશ્વર/કનોજના વિખ્યાત સમ્રાટ હર્ષવર્ધન વિક્રમાદિત્ય(રાજ્યકાળ : ઈ. સ. 606–648)ની રચેલી પ્રણયરંગી નાટિકા. તેમાં વત્સદેશના પ્રખ્યાત પ્રેમી રાજા ઉદયનની પ્રણયકથા છે. નાટકના આરંભે વિષ્કમ્ભકમાં અંગદેશના રાજા ર્દઢવર્માનો કંચુકી જણાવે છે કે રાજા ર્દઢવર્મા પોતાની પુત્રી પ્રિયદર્શિકા રાજા ઉદયનને વરાવવા ઇચ્છતા હતા, તેથી તેમણે કલિંગરાજનું માગું પાછું ઠેલ્યું. એટલે કલિંગરાજે…

વધુ વાંચો >

ફાર્સ

ફાર્સ : જુઓ પ્રહસન

વધુ વાંચો >

ફિટ્સજેરલ્ડ, ફ્રાન્સિસ સ્કૉટ

ફિટ્સજેરલ્ડ, ફ્રાન્સિસ સ્કૉટ (જ. 1896, સેન્ટ પૉલ, મિનિસોટા; અમેરિકા; અ. 1940) : અમેરિકન નવલકથાકાર, વાર્તાકાર, નાટકકાર, નિબંધકાર. પ્રારંભમાં સેન્ટ પૉલ અકાદમીમાં, ત્યારબાદ ન્યૂજર્સીની ન્યૂમન હાઈસ્કૂલમાં અને પછી ન્યૂજર્સીની પ્રિન્સ્ટન યુનિવર્સિટીમાં અભ્યાસ. આ દરમિયાન એડમન્ડ વિલ્સન જેવાનો પરિચય. આ દરમિયાન રંગભૂમિ અને સાહિત્યિક પ્રવૃત્તિમાં અગ્રણી ભૂમિકા, પણ પછી શૈક્ષણિક મુશ્કેલીઓને કારણે…

વધુ વાંચો >

ફિદાહુસેન

ફિદાહુસેન (જ. 18 માર્ચ 1899, મુરાદાબાદ, ઉત્તર પ્રદેશ) : નરસિંહની ભૂમિકા ભજવીને જાણીતા બનેલા પારસી-હિન્દી રંગભૂમિના નટ, ગાયક, ફિલ્મ અભિનેતા અને દિગ્દર્શક. 18 વર્ષની યુવાન વયે કુટુંબની અનિચ્છા છતાં, મુરાદાબાદની રૉયલ ડ્રામૅટિક ક્લબમાં જોડાયા. 1918માં મુંબઈની ‘ન્યૂ આલ્ફ્રેડ નાટક કંપની’માં એના નિર્દેશક પંડિત રાધેશ્યામની દેખરેખ હેઠળ તેમને અભિનયની બહોળી તકો…

વધુ વાંચો >

ફો દારિયો (જ. 1926)

ફો દારિયો (જ. 1926 – ) : ઇટાલીના આધુનિક નાટ્યકાર, નટ, દિગ્દર્શક અને રાજકારણી. મેધાવી પ્રતિભા ધરાવનાર દારિયો ફો એકલા ઇટાલીની જ નહિ; પરંતુ વિશ્વભરની આધુનિક લોકલક્ષી રંગભૂમિને નવી દિશા આપનાર બળૂકા નાટ્યકર્મી છે. લગભગ સિત્તેરેક નાટકો લખનાર આ નટ-દિગ્દર્શક ઇટાલીની જાણીતી લોકનાટ્ય પરંપરા કૉમેદિયા દે લ આર્ટથી પ્રભાવિત હતા…

વધુ વાંચો >

ફૉન્ડા, હેન્રી

ફૉન્ડા, હેન્રી (જ. 16 મે 1905, ગ્રાન્ડ આઇલૅન્ડ; અ. 1982) : રંગમંચ અને ચલચિત્રોના ઑસ્કર ઍવૉર્ડ વિજેતા અભિનેતા. પિતાએ ઓમાહામાં છાપખાનું શરૂ કર્યું હોઈ હેન્રીને પત્રકાર બનવું હતું. મિનેસોટા યુનિવર્સિટીમાં પત્રકારત્વનો મુખ્ય વિષય રાખીને તેમણે અભ્યાસ શરૂ કર્યો હતો, પણ બે જ વર્ષમાં અભ્યાસ પડતો મૂકીને એક ઑફિસમાં નાનકડી નોકરી…

વધુ વાંચો >