નવનીત દવે

તાનાકા, કાકુઈ

તાનાકા, કાકુઈ (જ. 4 મે 1918, કરિવા, જાપાન; અ. 16 ડિસેમ્બર 1993, મિનાટો, જાપાન) : જાપાનના રાજકીય નેતા અને પ્રધાનમંત્રી (1972–74). ઢોરના દલાલના એકમાત્ર પુત્ર. 15 વર્ષની વયે અભ્યાસ છોડ્યો અને ટોકિયો ખાતે સ્થળાંતર કર્યું. 1937 સુધીમાં પોતાની બાંધકામ માટેની પેઢી સ્થાપી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ધંધામાં તેમણે સારી એવી સમૃદ્ધિ…

વધુ વાંચો >

તાશ્કંદ કરાર

તાશ્કંદ કરાર (10 જાન્યુઆરી, 1966) : ભારત પાકિસ્તાન વચ્ચેના 1965ના યુદ્ધને અંતે સધાયેલ ઐતિહાસિક સમજૂતી. પાકિસ્તાનની રચના (14–15 ઑગસ્ટ 1947) પછી તેનો ભારત સાથેનો સંબંધ અને વ્યવહાર તનાવપૂર્ણ રહ્યો છે. વૈમનસ્ય અને અમૈત્રીભર્યા વ્યવહારને લીધે એક કરતાં વધારે વાર તેનાં દળોએ ભારતના સીમાડાઓ પર આક્રમણ કર્યું છે. 22 સપ્ટેમ્બર, 1965ના…

વધુ વાંચો >

તુરાનિયા

તુરાનિયા : પશ્ચિમ તુર્કસ્તાન, મધ્ય એશિયા, રશિયા તથા અરલ સમુદ્રના અગ્નિ વિસ્તારમાં આવેલ નીચા વિસ્તૃત  પ્રદેશ. આ પ્રદેશની ઉત્તરે કઝાકનો ઉચ્ચપ્રદેશ, પૂર્વમાં તિયેનશાન અને પામીર પર્વતોની તળેટી, દક્ષિણે કોપેટ દાગ પર્વત તથા  પશ્ચિમે કાસ્પિયન સમુદ્ર આવેલ છે. આ પ્રદેશ મુખ્યત્વે રણનો વિસ્તાર છે. અહીંયાં કેટલીય ઊંચી ટેકરીઓ આવેલ છે. આ…

વધુ વાંચો >

તુર્ક

તુર્ક : તુર્કી કુળની ભાષા બોલતા લોકો. ઈશુની શરૂઆતની સદીઓમાં ઉત્તર મૉંગોલિયાના આલ્તાઈ પર્વત અને મધ્યએશિયાનાં ઘાસનાં મેદાનોમાં ભટકતી જાતિઓના વંશજો. તુર્કોની ભાષા ઉરલ આલ્તાઇ કુળની ભાષા છે. તુર્ક લોકોને પશ્ચિમ અને પૂર્વ એવાં બે જૂથમાં વિભાજી શકાય. પશ્ચિમ જૂથમાં દક્ષિણ યુરોપ, તુર્કી અને ઈરાનના વાયવ્ય વિસ્તારમાં રહેતા લોકોનો સમાવેશ…

વધુ વાંચો >

તુર્કમેનિસ્તાન

તુર્કમેનિસ્તાન : પશ્ચિમ-મધ્ય એશિયામાં આવેલ સ્વતંત્ર પ્રજાસત્તાક દેશ. ભૌગોલિક સ્થાન : 40° ઉ. અ. અને 60° પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર. તે વિઘટિત સોવિયેત સંઘનાં 15 સંઘ ગણતંત્રોમાંનું એક ગણતંત્ર છે. તુર્કમેનિસ્તાન ઉપરાંત તુર્કમેનિયા (રશિયન તુર્કમેન્સ્કાયા સોવેટસ્કાયા સોટસ્યાલિ સ્ટી ચેસ્કાયા રિપબ્લિકા) નામથી પણ તે ઓળખાય છે. 1991માં સોવિયેત સંઘમાં રાજકીય ઊથલપાથલ…

વધુ વાંચો >

તૂર (અહમદ) સેકુ

તૂર (અહમદ) સેકુ (જ. 9 જાન્યુઆરી 1922, ફરનાહ, ગિની; અ. 26 માર્ચ 1984, ક્લીવલૅન્ડ, યુ.એસ.) : ગિનીની સ્વાતંત્ર્ય-ચળવળના આગેવાન અને ગિની પ્રજાસત્તાકના પ્રથમ પ્રમુખ. તેમનો જન્મ મુસ્લિમ ખેડૂતને ત્યાં થયો હતો. ઓગણીસમી સદીને અંતે ગિનીમાં ફ્રેંચ શાસનનો સામનો કરનાર સમોરીના પોતે પ્રપૌત્ર છે એવો તૂરનો દાવો હતો. કોનાક્રી ખાતે ફ્રેંચ…

વધુ વાંચો >

તેજપુર

તેજપુર : અસમના શોણિતપુર જિલ્લાનું વહીવટી મથક. આ પૂર્વે તે દારાંગ જિલ્લાનું વડું મથક હતું. તે 26° 37´ ઉ. અ. તથા 92° 47° પૂ.રે. પર બ્રહ્મપુત્ર નદીના જમણા કાંઠે વસેલું છે. તે શિલૉંગથી 147 કિમી. ઈશાન તરફ આવેલું છે. વસ્તી : 1,00,477 (2011). નગરના આસપાસના વિસ્તારમાં ચા, શેરડી, ડાંગર, શણ…

વધુ વાંચો >

તેલ-અવીવ

તેલ-અવીવ (સત્તાવાર રીતે તેલ-અવીવ જાફા Tel Aviv Jaffa) : ઇઝરાયલનું જેરૂસલેમ પછીનું સૌથી મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 32° 05´ ઉ. અ. અને 34° 48´ પૂ. રે.. મધ્યપૂર્વનું આ અત્યાધુનિક શહેર ઇઝરાયલનું મુખ્ય વ્યાપારી, નાણાકીય, ઔદ્યોગિક અને રાજકીય કેન્દ્ર છે. તે ભૂમધ્ય સમુદ્રના દરિયાકાંઠે નૈર્ઋત્ય તરફ આશરે 80 કિમી. તથા…

વધુ વાંચો >

તેલંગાણા આંદોલન

તેલંગાણા આંદોલન : આંધ્રના તેલંગણ વિસ્તારમાંની જમીનદારી-પ્રથા વિરુદ્ધનું સશસ્ત્ર આંદોલન. 1947માં ભારતે આઝાદી મેળવ્યા પછી દેશના ભાગલાના પગલે ઊભા થયેલ આર્થિક-સામાજિક પ્રશ્નોની જટિલતાને તેલંગાણાના આંદોલને વધુ ઉગ્ર બનાવી હતી. સામ્યવાદી પક્ષના નેતૃત્વ નીચે તેલંગણ વિસ્તારના લોકોએ જમીનદારો અને જમીનદારીપ્રથા વિરુદ્ધ હિંસક પરિવર્તનનો રાહ અપનાવ્યો. અગાઉના મહામંત્રી પૂરણચંદ્ર જોશીની મવાળ નીતિને…

વધુ વાંચો >

તેલુગુદેશમ્ પક્ષ

તેલુગુદેશમ્ પક્ષ : 1980ના દાયકાનાં શરૂઆતનાં વર્ષોમાં આંધ્રમાં પ્રદેશવાદ તથા પ્રાદેશિક અસ્મિતાના મુદ્દા પર ઉદભવેલ રાજકીય આંદોલનનો મુખ્ય વાહક અને પ્રતીક એવો પક્ષ. અત્યાર સુધી આંધ્રમાં કૉંગ્રેસ પક્ષની સરકારોના મુખ્યમંત્રીઓ કેન્દ્રસરકારના પ્રભાવ હેઠળ કામ કરતા હોવાથી સબળ નેતૃત્વના અભાવમાં આંધ્રનાં આર્થિક હિતોને નુકસાન થતું રહ્યું છે એવી લાગણી પ્રબળ થવા…

વધુ વાંચો >