ધર્મ-પુરાણ

શ્રીમદ્ ભગવદગીતા

શ્રીમદ્ ભગવદગીતા : જુઓ ગીતા.

વધુ વાંચો >

શ્રીમાલ પુરાણ

શ્રીમાલ પુરાણ : શ્રીમાલભિલ્લમાલ વિશે રચાયેલું એક પુરાણ. તેનું નામ ‘શ્રીમાલ પુરાણ’ કે ‘શ્રીમાલ માહાત્મ્ય’ છે. ‘શ્રીમાલ’ નામ કેવી રીતે પડ્યું એની કથા આ પુરાણમાં આપેલી છે. શ્રીમાલ નામે જે નગરી જાણીતી થઈ તેનું પ્રારંભનું નામ ગૌતમાશ્રમ હતું. ભૃગુઋષિને ઘેર દીકરી તરીકે લક્ષ્મીજી જન્મ્યાં. તેમને વિષ્ણુ સાથે પરણાવવામાં આવ્યાં. આ…

વધુ વાંચો >

શ્રીરંગપટ્ટનમ્

શ્રીરંગપટ્ટનમ્ : દક્ષિણ ભારતમાં કર્ણાટક રાજ્યના મૈસૂર નજીક આવેલું, ધાર્મિક તેમજ ઐતિહાસિક દૃષ્ટિએ અત્યંત મહત્વનું સ્થળ. ભૌગોલિક સ્થાન : 12o 25’ ઉ. અ. અને 76o 42’ પૂ. રે.. યુદ્ધકાળમાં નિપુણ પ્રસિદ્ધ શાસક હૈદરઅલી તથા મૈસૂરના વાઘ તરીકે જાણીતા બનેલા તેના પુત્ર ટીપુ સુલતાનની રાજધાનીનું સ્થળ. શ્રીરંગપટ્ટનમનો દ્વીપદુર્ગ મૈસૂરથી ઉત્તરે 16…

વધુ વાંચો >

શ્રીરંગમ્

શ્રીરંગમ્ : ભારતના તામિલનાડુ રાજ્યના ત્રિચિનાપલ્લી જિલ્લાનું એક નગર. તે કાવેરી નદીની શાખાઓ અને કોલ્લિટમની વચ્ચે એક ટાપુ પર આવેલું છે. ચેન્નાઈ અને ત્રિચિનાપલ્લી નગરને જોડતો માર્ગ અહીંથી પસાર થાય છે. ત્યાં રેલવે-સ્ટેશન પણ છે. મુખ્યત્વે આ ધાર્મિક નગર છે. અહીંનું વિષ્ણુમંદિર તેની વિશાળતા, ભવ્યતા અને મૂર્તિકલાને માટે પ્રસિદ્ધ છે.…

વધુ વાંચો >

શ્રેયાંસનાથ

શ્રેયાંસનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાંના અગિયારમા તીર્થંકર. તીર્થંકર જન્મ પૂર્વેના જન્મમાં તેઓ ક્ષેમા નગરીમાં નલિનીગુલ્મ નામે પરાક્રમી અને ગુણવાન રાજા હતા. કાળક્રમે અનાસક્ત બનીને તેમણે વજ્રદત્ત મુનિ પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરી વ્રત-તપ-આરાધના કરીને ‘તીર્થંકર’ નામગોત્રનું ઉપાર્જન કરી મૃત્યુ પછી મહાશુક્ર સ્વર્ગલોકમાં તેઓ દેવ બન્યા. ત્યાં ઉત્કૃષ્ટ આયુષ્ય પૂર્ણ કરી…

વધુ વાંચો >

શ્વેતાંબર

શ્વેતાંબર : જૈન ધર્મના બે મુખ્ય સંપ્રદાયોમાંનો એક. લગભગ પચ્ચીસસો વર્ષ પહેલાં ભગવાન મહાવીરે જૈન ધર્મનું અંતિમ પુનર્ગઠન કર્યું. મહાવીરના સંઘમાં સચેલક અને અચેલક બંને પ્રકારના સાધુઓ હતા. સચેલક અર્થાત્ વસ્ત્રધારી અને અચેલક અર્થાત્ વસ્ત્રહીન. ભગવાન મહાવીરના નિર્વાણ પછી લગભગ છસો વર્ષ પછી જૈન ધર્મમાં પ્રથમ મોટો સંપ્રદાયભેદ થયો અને…

વધુ વાંચો >

ષટ્ખંડાગમ

ષટ્ખંડાગમ (ઈ. સ.ની પહેલી-બીજી સદી) : દિગંબર જૈનોનો અતિમહત્વનો ગ્રન્થ. આ ગ્રન્થને ‘સત્કર્મપ્રાભૃત’, ‘ખંડસિદ્ધાન્ત’, ‘ષટ્કર્મસિદ્ધાન્ત’ અને ‘મહાધવલ’ પણ કહે છે. ગિરનારની ચન્દ્રગુફામાં ધ્યાનમાં બેઠેલા ‘આચારાંગ’ના પૂર્ણજ્ઞાતા આચાર્ય ધરસેનને નષ્ટ દ્વાદશાંગનો કેટલોક ભાગ યાદ હતો. રખે ને શ્રુતજ્ઞાન સંપૂર્ણ નાશ પામે એ ભયે આન્ધ્રપ્રદેશથી આવેલા બે મેધાવી મુનિઓ પુષ્પદન્ત અને ભૂતબલિને…

વધુ વાંચો >

ષટ્પદી

ષટ્પદી (15મી સદીથી 18મી સદી) : કન્નડ કાવ્યનો એક પ્રકાર. તે છ લીટીનું બનેલું હોય છે; જેમાં પહેલી, બીજી, ચોથી અને પાંચમી લીટી તથા ત્રીજી અને છઠ્ઠી લીટી સરખી હોય છે. ત્રીજી અને છઠ્ઠી લીટીઓ બીજી ચાર લીટીઓના એક ગુરુ કરતાં દોઢ ગણી વધુ હોય છે. આ કાવ્યસ્વરૂપ વર્ણનાત્મક કાવ્ય…

વધુ વાંચો >

ષડ્ગુરુશિષ્ય

ષડ્ગુરુશિષ્ય : વૈદિક સાહિત્ય વિશેના લેખક. ષડ્ગુરુશિષ્ય પોતાના છ ગુરુઓનાં નામ આ પ્રમાણે ગણાવે છે : (1) વિનાયક, (2) શૂલપાણિ અથવા શૂલાંગ, (3) મુકુન્દ અથવા ગોવિંદ, (4) સૂર્ય, (5) વ્યાસ, (6) શિવયોગી. ષડ્ગુરુશિષ્યે ‘વેદાર્થદીપિકા’ની પુષ્પિકામાં, રચના-સંવત 1234 (ઈ. સ. 1178) આપી છે. આને આધારે પં. બલદેવ ઉપાધ્યાય આમનો સમય ઈ.…

વધુ વાંચો >

ષડ્દર્શન

ષડ્દર્શન : પ્રાચીન ભારતના ઋષિઓને પ્રાપ્ત થયેલા જ્ઞાનથી ઉત્પન્ન થયેલી અને વેદને પ્રમાણ માનનારી છ વિચારપરંપરાઓ. જડ તત્વનું બનેલું જગત, ચેતન તત્વના બનેલા આત્મા અને પરમાત્મા વિશે અનુભવજન્ય જ્ઞાનની જે ચોક્કસ દૃષ્ટિ વિકસી તેનું નામ દર્શન. એ દર્શન જુદા જુદા છ ઋષિઓએ સૂત્રોમાં રજૂ કર્યું છે, તેથી તે છ સૂત્ર-ગ્રંથો…

વધુ વાંચો >