ધર્મ-પુરાણ
વાસ્તોષ્પતિ
વાસ્તોષ્પતિ : વેદ અને પુરાણોમાં વર્ણવાયેલા એક દેવતા. પ્રાચીન સમયમાં માનવી ગુફાઓ, નદીકાંઠે કે જંગલમાં રહેતો હતો. વૃક્ષની ડાળીઓને એકબીજા સાથે જોડાતી જોઈ તેને ઘરનો ખ્યાલ પર્ણકુટિ રૂપે આવ્યો. કાળક્રમે તેમાંથી ઘરની કલ્પના સાકાર થઈ. મોહેં-જો-દડોનું ઉત્ખનન ઈ. પૂ. 5000 લગભગ થયું ત્યારે ગૃહરચના અને નગરરચના મૂર્ત થઈ ચૂકી હતી.…
વધુ વાંચો >વાહિગુરુ
વાહિગુરુ : શીખ ધર્મમાં પરમાત્માના નામજપ અને સ્મરણ માટેનો ગુરુમંત્ર. ‘વાહિગુરુ’ નામની એક સમજૂતી એ વાસુદેવ, હરિ, ગોવિંદ અને રામ એ ચાર હરિનામોના આદ્યાક્ષરો લઈને બનાવેલું છે એમ આપવામાં આવે છે. ‘વાહિગુરુ’નો શબ્દાર્થ છે, વિસ્મયકારી મહાન પરમાત્મા કે મહાન પરમાત્માને ધન્યવાદ હજો. પ્રભુભક્તિથી નિર્મળ થયેલો શીખ જ્યારે પરમાત્માની લીલાની વિસ્મયકારી…
વધુ વાંચો >વિચિત્રવીર્ય
વિચિત્રવીર્ય : ચંદ્રવંશીના રાજા શાંતનુના સત્યવતીના ગર્ભથી પેદા થયેલ બે પુત્રો – ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. આમાંના ચિત્રાંગદને એક ગંધર્વ સાથે યુદ્ધ થતાં એનું મૃત્યુ થયું. શાંતનુનું અવસાન થતાં ભીષ્મે વિચિત્રવીર્યને રાજગાદી પર બેસાડ્યો. ભીષ્મ વિચિત્રવીર્ય માટે કાશીરાજની ત્રણ કન્યાઓ – અંબા, અંબિકા અને અંબાલિકાને જીતીને લઈ આવ્યા. આમાં અંબાએ પહેલેથી…
વધુ વાંચો >વિજિતાશ્વ
વિજિતાશ્વ : પૃથુ અને અર્ચિનો પુત્ર એક રાજા, જેને 100 અશ્વમેધ યજ્ઞ કરીને ઇંદ્રનું પદ મેળવવાની ઝંખના હતી. 99 યજ્ઞો નિર્વિઘ્ને સંપન્ન થયા હતા. સોમા યજ્ઞના ઘોડાને ઇંદ્રે છળથી પકડી લીધો, જેને કારણે રાજા સાથે યુદ્ધ થયું જેમાં ઇંદ્ર પરાજિત થયો. તેથી આ રાજાનું નામ વિજિતાશ્વ પડી ગયું. ઇંદ્રે રાજાને…
વધુ વાંચો >વિનતા
વિનતા : દક્ષ પ્રજાપતિની પુત્રી અને અરિષ્ટનેમિ કશ્યપની પત્ની. કશ્યપની બીજી પત્નીનું નામ કદ્રુ હતું, કદ્રુએ બળવાન નાગોને જન્મ આપ્યો હતો. એક વાર કશ્યપ ઋષિએ પત્ની વિનતાને વરદાન માંગવા કહ્યું ત્યારે એણે પોતાની શોક્ય કદ્રુના પુત્રો કરતાં અધિક બળવાન પુત્રો માગ્યા. પરિણામે વિનતાને ગરુડ અને અરુણ નામે બે પુત્રો થયા.…
વધુ વાંચો >વિભીષણ
વિભીષણ : રામાયણનું એક જાણીતું પાત્ર. સાત ચિરજીવીઓમાં તેને ગણવામાં આવે છે. કૈકસીને ઋષિ વિશ્રવસ્થી રાવણ અને કુંભકર્ણ – એમ બે પુત્ર થયા; પરંતુ તેઓ દુષ્ટકર્મા હતા. આથી તેમણે આ ઋષિના આશીર્વાદથી ત્રીજો પુત્ર ધર્માત્મા – વિભીષણ – મેળવ્યો. વિભીષણે બ્રહ્માની ઉગ્ર તપસ્યા કરી અને વરદાનમાં ધર્મબુદ્ધિ માગી. બ્રહ્માએ રાજી…
વધુ વાંચો >વિમલનાથ
વિમલનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાં તેરમા તીર્થંકર. જૈન પુરાણો તીર્થંકર-ભવ પૂર્વેના તેમના બે ભવની વિગતો આપે છે. પ્રથમ ભવમાં તેઓ ઘાતકી ખંડ દ્વીપમાં પ્રાગ્વિદેહ ક્ષેત્રમાં ભરત નામે વિજયમાં મહાપુરી નગરીના પદ્મસેન નામે રાજા હતા. તે જન્મમાં વૈરાગ્યબોધ થવાથી સર્વગુપ્ત આચાર્ય નામે ગુરુ પાસે દીક્ષા લઈ તેમણે સંસારત્યાગ કર્યો હતો.…
વધુ વાંચો >વિરાટ
વિરાટ : મત્સ્યદેશનો રાજા, જેની રાજધાનીનું નામ વિરાટનગરી હતું. યુધિષ્ઠિરના રાજસૂય યજ્ઞ વખતે સહદેવે એના પર વિજય મેળવ્યો હતો. પોતાના અજ્ઞાતવાસ દરમિયાન પાંડવો એક વર્ષ સુધી વિરાટનગરમાં રહ્યા હતા. ત્યાં તેઓ નામ બદલીને રહેલા. જેમકે, યુધિષ્ઠિર (કંક) જુગાર રમવામાં પ્રવીણ એવો વિરાટ રાજાનો સેવક, અર્જુન (બૃહન્નલા) વિરાટ રાજાની કન્યાને નૃત્ય-સંગીત…
વધુ વાંચો >વિરોચન
વિરોચન : પ્રહલાદનો પુત્ર અને રાજા બલિનો પિતા, જ્યારે દૈત્યોએ પૃથ્વીનું દોહન કર્યું તે સમયે એ વાછડો બન્યો હતો. એક વાર તે અને અંગિરસ ઋષિનો પુત્ર સુધન્વા એક સાથે એક રાજકન્યાને પ્રેમ કરવા લાગ્યા. કન્યાના અનુરોધથી, એ બંનેમાં કોણ શ્રેષ્ઠ છે એવો પ્રશ્ન ઊઠ્યો ત્યારે પ્રહલાદે ઋષિપુત્રને શ્રેષ્ઠ ઠેરવી પોતાની…
વધુ વાંચો >વિવાગસુય
વિવાગસુય : વિવાગસુય (સં. વિપાકશ્રુત, વિપાકસૂત્ર) શ્વેતાંબર જૈનોના અંગ સાહિત્યમાં અગિયારમા સ્થાને આવે છે. જેમ છઠ્ઠા અંગ જ્ઞાતાધર્મકથામાં (જુઓ, અધિકરણ : નાયાધમ્મકહાઓ.) તેમ વિપાકશ્રુતમાં પણ પાછળથી બે શ્રુતસ્કંધોમાં વિભાગ કરી તેના બીજા શ્રુતસ્કંધનો બિનજરૂરી વિસ્તાર કર્યો છે. જૈન પરંપરામાં ચાલી આવતી દુ:ખમાં પરિણમતી મૂળ દસ કાલ્પનિક કથાઓ પહેલા શ્રુતસ્કંધમાં સમાવી…
વધુ વાંચો >