ધર્મ-પુરાણ

વચનામૃત

વચનામૃત : ગુજરાતમાં સ્વામિનારાયણ સંપ્રદાયની સ્થાપના કરનાર સ્વામી સહજાનંદે (1781-1830) પોતાના શિષ્યો અને અનુયાયીઓને ઉદ્દેશીને કહેલાં બોધવચનો. ઓગણીસમી સદીમાં ભારત અને ગુજરાતમાં ધાર્મિક નવજાગૃતિ(renaissance)નો યુગ બેઠો તેનાં પ્રથમ કિરણો સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી ફૂટ્યાં હતાં. ઈ. સ. 1800માં ખ્રિસ્તી ધર્મપ્રચારકો ગુજરાતમાં પ્રવેશહક્ક મેળવવા મથી રહ્યા હતા ત્યારે અયોધ્યા નજીક છપૈયા ગામના વતની…

વધુ વાંચો >

વજ્રસત્વ

વજ્રસત્વ : બૌદ્ધ ધર્મની પરંપરામાં છઠ્ઠા ધ્યાની બુદ્ધ. વજ્ર એટલે શૂન્ય (void) અને સત્વ એટલે મૂળ પ્રકૃતિ. આમ વજ્રસત્વ એટલે શૂન્ય પ્રકૃતિવાળા ધ્યાની બુદ્ધ. તેઓ અન્ય પાંચેય ધ્યાની બુદ્ધોના પુરોહિત ગણાય છે. એમની ઉપાસના અર્થે સ્વતંત્ર ચૈત્યો બનાવવામાં આવે છે. આ ધ્યાની બુદ્ધની ઉપાસના તાંત્રિકપણે કરાતી હોવાથી તે ઉપાસના જાહેરમાં…

વધુ વાંચો >

વડતાલ

વડતાલ : આણંદ જિલ્લાના સોજિત્રા તાલુકામાં આવેલું નગર અને વૈષ્ણવ ધર્મના સ્વામિનારાયણ સંપ્રદાયનું પવિત્ર યાત્રાધામ. ભૌગોલિક સ્થાન : 22° 36´ ઉ. અ. અને 72° 55´ પૂ. રે.. વડતાલ જિલ્લામથક નડિયાદથી 16 કિમી. અને બોરિયાવીથી 6 કિમી.ને અંતરે આવેલું છે. વડતાલ આસપાસનો સમગ્ર પ્રદેશ ગોરાડુ જમીનવાળો, ફળદ્રૂપ અને સમતળ છે. વડતાલ…

વધુ વાંચો >

વરાહ (અવતાર)

વરાહ (અવતાર) : હિંદુ પુરાણોમાં માનવામાં આવેલો ભગવાન વિષ્ણુનો મુખ્ય અવતાર. કુલ દસ અવતારોમાં વિષ્ણુનો આ ત્રીજો અવતાર છે. હિરણ્યાક્ષ નામના અસુરના વધ માટે આ અવતાર લીધો હતો. આ યજ્ઞ વરાહ તરીકે જાણીતો અવતાર છે. છેક ઋગ્વેદમાં ઇંદ્ર દ્વારા વરાહના વધની કથા આવે છે. (ઋ.વે. 10/99/6) તૈત્તિરીય સંહિતામાં પ્રજાપતિએ વરાહ…

વધુ વાંચો >

વરાહપુરાણ

વરાહપુરાણ : પ્રાચીન ભારતીય પુરાણસાહિત્યનો ગ્રંથ. વરાહપુરાણ એક સાત્ત્વિક અને વૈષ્ણવ પુરાણ છે. વિષ્ણુએ વરાહ અવતાર લઈ હિરણ્યાક્ષે પૃથ્વીને સમુદ્રમાં છુપાવેલી તેનો ઉદ્ધાર કર્યો ત્યારે પૃથ્વીએ વરાહને પૂછેલા પ્રશ્ર્નોના ઉત્તર રૂપે આ પુરાણ કહેવાયું છે. આ ઉપલબ્ધ પુરાણના 12,000 શ્ર્લોકો અને 218 અધ્યાયો છે. ધાર્મિક પૂજન-અર્ચન, વ્રત-ઉપવાસ, તીર્થો, યાત્રાનાં સ્થાનો,…

વધુ વાંચો >

વરુણ

વરુણ : એક વૈદિક દેવતા. સંસ્કૃત કોશકારો ‘વરુણ’થી ચાર વ્યક્તિઓને ઓળખે છે : (1) વરુણ સર્વશ્રેષ્ઠ વૈદિક દેવતા છે. તેમનાં બે સ્વરૂપો છે : બંધક વરુણ – સમગ્ર સૃદૃષ્ટિને તેની નૈસર્ગિક શક્તિઓને આયોજનપૂર્વક નિયમોથી બાંધી રાખે છે. શાસક વરુણ સમગ્ર સૃદૃષ્ટિ પર શાસન કરે છે. તેઓ રાજા છે, સમ્રાટ છે.…

વધુ વાંચો >

વર્ધમાનચરિત (वड्ढमाण-चरिउ)

વર્ધમાનચરિત (वड्ढमाण-चरिउ) : જૈન ધર્મનું મહાવીર વિશેનું એક પુરાણ. વર્ધમાનચરિત (वड्ढमाण-चरिउ) એક પૌરાણિક મહાકાવ્ય છે. તેમાં પુરાણ-પુરુષ મહાવીરના ચરિતનું આલેખન થયું છે. મહત્વનાં જૈન પુરાણોમાં તેની ગણના થાય છે. આ પુરાણો-મહાકાવ્યોમાં અનેક ચમત્કારો અને અલૌકિક તેમજ અતિપ્રાકૃતિક ઘટનાઓની સાથે સાથે ધાર્મિક, દાર્શનિક, સૈદ્ધાન્તિક તેમજ આચારવિષયક માન્યતાઓ તથા ધર્મોપદેશ આદિનો સમાવેશ…

વધુ વાંચો >

વલ

વલ : વેદમાં ઉલ્લેખાયેલ અસુર કે રાક્ષસ. ઋગ્વેદમાં ઇન્દ્ર મુખ્યત્વે યોદ્ધાના રૂપમાં આવે છે. એમના શત્રુઓની સામાન્યત: બે શ્રેણીઓ છે : (1) કોઈક સૂક્ષ્મ તત્વનું પ્રતીક હોય અને ઇન્દ્રશત્રુ તરીકે પ્રતિષ્ઠિત થઈ જાય; જેમ કે વૃત્ર, અહિ વગેરે; (2) પાર્થિવ હોય, વ્યક્તિવાચક હોય, ઇન્દ્રશત્રુ તરીકે પ્રતિષ્ઠિત થઈ જાય જેમકે, શંબર.…

વધુ વાંચો >

વલ્લભાચાર્ય મહાપ્રભુજી

વલ્લભાચાર્ય મહાપ્રભુજી (ઈ. 14791531) : હિંદુ ધર્મમાં શુદ્ધાદ્વૈત, પુષ્ટિમાર્ગ નામના વૈષ્ણવ સંપ્રદાયના સ્થાપક આચાર્ય. શ્રીમદભાગવદગીતામાં વૈદિક હિંસાત્મક દ્રવ્યયજ્ઞો કરતાં જ્ઞાનયજ્ઞો ઉત્તમ છે એ અને પછી ભક્તિની મહત્તા બતાવવામાં આવેલ છે. આ સિદ્ધાંત વ્યાપક બનતાં ઈ. પૂ. દસેક સદી પૂર્વે ભક્તિની મહત્તા સ્થાપતો અને વિષ્ણુ-નારાયણ તેમજ વાસુદેવને પરમ ઇષ્ટ માની એમના…

વધુ વાંચો >

વસિષ્ઠ મૈત્રાવરુણ

વસિષ્ઠ મૈત્રાવરુણ : ભારતીય વેદકાળથી જાણીતા ઋષિ. વેદ, રામાયણ-મહાભારત અને પુરાણોમાં વસિષ્ઠ પ્રસિદ્ધ રહ્યા છે. મંત્રદ્રષ્ટા, બ્રહ્મર્ષિ, તત્વજ્ઞાની, સ્મૃતિકાર, વાસ્તુશાસ્ત્રજ્ઞ – એમ અનેક રીતે તેઓ પ્રસિદ્ધ છે. પોતાના તપોબળે તેઓ સપ્તર્ષિમાં સ્થાન પામેલા છે. કર્દમ ઋષિની પુત્રી અરુન્ધતી એમનાં પત્ની હતાં. એમનું દામ્પત્ય આદર્શરૂપ છે. એમના પુત્રોમાં શક્તિ અને પૌત્રોમાં…

વધુ વાંચો >