ધર્મ-પુરાણ
રુક્મિ
રુક્મિ : વિદર્ભ નરેશ ભીષ્મકનો જ્યેષ્ઠ પુત્ર. રુકિમણીનો ભાઈ. પોતે પરાક્રમી અને ધનુર્વિદ્યામાં પ્રવીણ હતો. એની ઇચ્છા વિરુદ્ધ જ્યારે શ્રીકૃષ્ણ રુકિમણીનું હરણ કરી ગયા ત્યારે તેણે એના પિતા સમક્ષ એવી પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી કૃષ્ણનો વધ કરીને રુકિમણીને પાછી ન લાઉં ત્યાં સુધી રાજધાની કુંડિનપુરમાં પાછો નહિ ફરું. યુદ્ધમાં…
વધુ વાંચો >રુકિમણી
રુકિમણી : વિદર્ભ નરેશ ભીષ્મકની પુત્રી અને શ્રીકૃષ્ણની પટરાણી. એને લક્ષ્મીનો અવતાર માનવામાં આવે છે. યુવાન થયે એને નારદના મુખેથી શ્રીકૃષ્ણની શક્તિ અને એમનાં રૂપ તેમજ ગુણનું વર્ણન સાંભળી મનથી શ્રીકૃષ્ણ સાથે લગ્ન કરવાનો મનસૂબો કર્યો. રુકિમણીનો ભાઈ રુકિમ એનાં લગ્ન જરાસંધનો સમર્થક હતો અને કંસવધને કારણે કૃષ્ણ પ્રત્યે વેર…
વધુ વાંચો >રુદ્ર
રુદ્ર : વેદોમાં નિરૂપાયેલા દેવ. રુદ્ર અંતરીક્ષસ્થાનના દેવ છે. ઋગ્વેદના રુદ્ર પાછલા સમયના રુદ્રદેવ કરતાં જુદી જ પદવી ધરાવનાર દેવ છે. ઋગ્વેદમાં માત્ર ત્રણ જ સૂક્તોમાં (1.114, 2.33, 7.46) તેમની સ્તુતિ મળે છે, જ્યારે તેમનો નામોલ્લેખ લગભગ 75 વાર પ્રાપ્ત થાય છે. રુદ્રદેવ પ્રકૃતિના કયા પદાર્થનું પ્રતિનિધિત્વ કરે છે તે…
વધુ વાંચો >રૂપ ગોસ્વામી
રૂપ ગોસ્વામી : વૈષ્ણવ સંપ્રદાયના પ્રમુખ કવિ, નાટ્યકાર અને વિદ્વાન. રૂપ ગોસ્વામીના દાદાનું નામ મુકુંદ હતું. તેમના પિતાનું નામ કુમાર હતું. તેમના ભાઈઓનાં નામ વલ્લભ અને સનાતન હતાં. વલ્લભનું બીજું નામ અનુપમ પણ હતું. તેમના ભત્રીજાનું નામ જીવ ગોસ્વામી હતું. તેમણે રૂપ ગોસ્વામીના ગ્રંથ ‘ઉજ્જ્વલનીલમણિ’ ઉપર ‘લોચનરોચની’ નામની ટીકા લખી…
વધુ વાંચો >રૂમી, જલાલુદ્દીન (મૌલાના)
રૂમી, જલાલુદ્દીન (મૌલાના) (જ. 30 સપ્ટેમ્બર 1207, બલ્ખ, અફઘાનિસ્તાન; અ. 17 ડિસેમ્બર 1273) : મહાન સૂફી સંત અને ફારસી ભાષાના કવિ. તેમનું મૂળ નામ જલાલુદ્દીન મુહમ્મદ બિન બહાઉદ્દીન મુહમ્મદ બિન હુસેન અલખતેલી હતું. તેમના પિતા બહાઉદ્દીન વલ્દ જાણીતા આધ્યાત્મિક ધર્મોપદેશક, લેખક તથા શિક્ષક હતા. તેમની ખ્યાતિ એક નિષ્ઠાવાન અને સમર્થ…
વધુ વાંચો >રૈદાસ
રૈદાસ (આશરે 1388–1518) : નિર્ગુણમાર્ગી ભારતીય સંત. બનારસના રહેવાસી. જાતિએ ચમાર, કબીરના સમકાલીન. કબીર, નાભાદાસ, મીરાં અને પ્રિયદાસ જેવાં સંતો અને ભક્તોએ તેમનું આદરપૂર્વક સ્મરણ કર્યું છે. ચિતોડના રાણા સંગ્રામસિંહની પત્ની ઝાલીરાણી અને મીરાંબાઈ તેમનાં શિષ્યા હોવાનું પણ મનાય છે. તેઓ ગૃહસ્થાશ્રમમાં રહેવા છતાં વિરક્ત કોટિના સંત હતા. તેમણે જોડા…
વધુ વાંચો >રોમન કૅથલિક
રોમન કૅથલિક : ખ્રિસ્તી ધર્મનો એક સંપ્રદાય. ‘કૅથલિક’ શબ્દ ધર્મસંઘ અને ધર્મપરંપરા એ બંને અર્થોમાં પ્રયોજાય છે. ઈસુએ પોતાના અગિયાર શિષ્યો પૈકીના પીટર નામના શિષ્યને પોતાનો ધર્મસંદેશ ફેલાવવાની કામગીરી સોંપી. એ પ્રચારઝુંબેશને પરિણામે ઈ. સ.ની બીજી સદીના ઉત્તરાર્ધ સુધીમાં ધર્મસંઘ અસ્તિત્વમાં આવ્યો. તેણે પોતાના સંગઠન માટે તત્કાલીન રોમન સામ્રાજ્યના વહીવટી…
વધુ વાંચો >લકુલીશ
લકુલીશ : વડોદરા જિલ્લાના કાયાવરોહણમાં થયેલ રુદ્રનો 28મો અવતાર. શૈવ ધર્મના સંપ્રદાયોમાં પાશુપત સંપ્રદાય મહત્વનું સ્થાન ધરાવે છે. પ્રભાસ પાટણમાં સોમશર્માએ પાશુપત સંપ્રદાય વિકસાવેલો. તેઓ રુદ્રનો 27મો અવતાર ગણાતા. એ પછીનો 28મો અવતાર લાટ દેશના કાયાવરોહણમાં લકુલીશ તરીકેનો થયો. કાયાવરોહણ વડોદરા જિલ્લામાં ડભોઈ નજીક આવેલું છે. લકુલીશ વિશ્વરૂપ અને સુદર્શનાના…
વધુ વાંચો >લક્ષ્મણ
લક્ષ્મણ : સંસ્કૃત ભાષાના આદિકાવ્ય રામાયણનું એક મુખ્ય પાત્ર. સૂર્યવંશમાં ઇક્ષ્વાકુકુળના, અયોધ્યાના રાજા દશરથ અને રાણી સુમિત્રાના પુત્ર તથા રામના નાના ભાઈ. જનકપુત્રી ઊર્મિલાના પતિ તરીકે તેઓ રામાયણમાં વર્ણવાયા છે. તેઓ શેષના અવતાર હતા એમ પુરાણો કહે છે. તેમને અંગદ અને ચંદ્રકેતુ નામના બે પુત્રો હતા અને રામે બંને પુત્રોને…
વધુ વાંચો >લક્ષ્મી
લક્ષ્મી : હિંદુ ધર્મ મુજબ સમુદ્રમાંથી પ્રગટ થયેલ એક દેવી. તે સમૃદ્ધિ અને સૌંદર્યની દેવી છે અને કમળના આસન ઉપર બિરાજેલી હોય છે. તે ધનની અધિષ્ઠાત્રી મનાઈ છે. સૌંદર્ય, સંપત્તિ અને ભાગ્યની દેવી તરીકે તેની સર્વત્ર પૂજા થાય છે. ‘લક્ષ્મી’ શબ્દના અનેક અર્થો છે. તે સર્વમાં અતિમાનુષશક્તિ, સંપત્તિ, શોભા, દૈવી…
વધુ વાંચો >