ધર્મ-પુરાણ
બાપ્ટિસ્ટ્રી
બાપ્ટિસ્ટ્રી : ખ્રિસ્તી ધર્મદીક્ષાના સંસ્કારો (બાપ્ટિઝમ) આપવાની વિધિ માટે વપરાતું મકાન. ઘણી વાર આ મકાન ચર્ચનો અંતર્ગત ભાગ હોય છે. ધર્મના જે પંથોમાં આખા શરીરને પાણીમાં બોળીને દીક્ષા આપવી જરૂરી હોય છે તે પંથોના ચર્ચમાં નેવને ટ્રાન્સેપ્ટ્સ જ્યાં છેદે ત્યાંથી શરૂ કરીને પૂર્વમાં વેદિ (alter) સુધીના ભૂતળ (chancel floor) નીચે…
વધુ વાંચો >બાપ્તિસ્મા
બાપ્તિસ્મા : ખ્રિસ્તી ધર્મમાં પ્રવેશવા માટેનો સ્નાનવિધિ. ‘બાપ્તિસ્મા’ શબ્દ મૂળ ગ્રીકમાંથી આવેલ છે અને ગ્રીકમાં એનો અર્થ ‘સ્નાન’ થાય છે. તેથી બાપ્તિસ્મા એટલે ‘સ્નાનસંસ્કાર’. આ સંસ્કાર સ્વીકાર્યાથી ભક્ત ખ્રિસ્તી ધર્મસંઘમાં પ્રવેશ પામે છે. ખ્રિસ્તી ધર્મસંઘમાં કુલ 7 સંસ્કારો છે, તેમાંનો સૌથી પહેલો તે સ્નાનસંસ્કાર. આ સંસ્કાર સ્વીકાર્યા પછી જ ખ્રિસ્તી…
વધુ વાંચો >બાબિઝમ
બાબિઝમ : શીરાઝ(ઈરાન)ના મીરઝા અલી મહંમદે સ્થાપેલ ધાર્મિક જૂથ. 1844માં તેમણે જાહેરાત કરી કે તેમની બાબ તરીકે દૈવી પસંદગી થઈ છે. આ પદવીનો અર્થ ‘જ્ઞાનનું દ્વાર’ એવો થતો હતો. મોટાભાગના લોકોના મનમાં એવી છાપ ઊભી થઈ કે શીરાઝના વતની મહંમદને પયગંબર મહંમદને થયેલા જ્ઞાન કરતાંય ચડિયાતું જ્ઞાન પ્રાપ્ત થયું છે…
વધુ વાંચો >બાવરી પંથ (સોળમી સદી)
બાવરી પંથ (સોળમી સદી) : ઉત્તર ભારતમાં બાવરીસાહેબા નામનાં સ્ત્રીસંતના નામ પરથી પ્રચલિત થયેલો એક અદ્વૈતવાદી ભક્તિપંથ. આ પંથની પરંપરાનો પ્રારંભ ગાઝીપુર જિલ્લાના પટણા નામના ગામમાં રામાનંદજી નામના કોઈ અલગારી સંતે કર્યો હોવાનું મનાય છે. રામાનંદના શિષ્ય દયાનંદ અને પ્રશિષ્ય માયાનંદ થયા. આ ત્રણેય મહાત્માઓએ કોઈ પંથ સ્થાપવાની પ્રવૃત્તિ કરી…
વધુ વાંચો >બાહુબલિ
બાહુબલિ : જુઓ ગોમટેશ્વર
વધુ વાંચો >બિશપ
બિશપ : ખ્રિસ્તી ધર્મના વડા અધિકારી. કૅથલિક અને ઍન્ગલિકન્સના ધર્મસંઘના માળખામાં બિશપ એક પદાધિકારી છે; દા.ત., કૅથલિક સંપ્રદાયમાં સર્વોચ્ચ સ્થાને પોપ છે. સંપ્રદાય હેઠળના સમગ્ર વૈશ્વિક વિસ્તારને સફળ સંચાલન માટે, ભૌગોલિક સીમાડાઓના અનુસંધાનમાં જુદા જુદા ભાગમાં વહેંચી દેવામાં આવ્યો છે. આ ભાગને ધર્મપ્રાંત કહેવામાં આવે છે. હાલ ગુજરાતમાં ત્રણ કૅથલિક…
વધુ વાંચો >બીજ (મંત્ર)
બીજ (મંત્ર) : તંત્રની સાધના કરવા માટે જે મંત્રનો જપ કરવામાં આવે છે તે મંત્રનો એક ભાગ. તાંત્રિકો નિયત સિદ્ધિ મેળવવા નિયત ઇષ્ટદેવના મંત્રનો જપ કરે છે. આ મંત્રની આગળ, પાછળ કે વચ્ચે કોઈ દેવ કે દેવીના અર્થનો સંકેત ધરાવતા અક્ષરો મૂકે છે. આ અક્ષરોને ‘બીજાક્ષર’ કહે છે. અને તે…
વધુ વાંચો >બુખારી, મહેમૂદશાહ ભડિયાદી
બુખારી, મહેમૂદશાહ ભડિયાદી (સત્તરમી સદી) : હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીક. તેઓ સત્તરમી સદીમાં બુખારાથી ભારત આવીને ધંધુકા તાલુકાના ભડિયાદ ગામે રહ્યા હતા. તેઓ હિંદુ અને મુસલમાન – બધા લોકોને શાંતિથી, હળીમળીને રહેવાનો બોધ આપતા હતા. તેમના સંદેશામાં કોમી એકતાનાં દર્શન થતાં હતાં. તેથી તેમના અનુયાયીઓમાં હિંદુ અને મુસ્લિમ બંને કોમના ધોબી,…
વધુ વાંચો >બુદ્ધ
બુદ્ધ (જ. ઈ. પૂ. 563; અ. ઈ. પૂ. 483) : બૌદ્ધ ધર્મના સ્થાપક. ભારતમાં કપિલવસ્તુ નામે નગરની નજીક લુમ્બિની ઉપવનમાં ઈ. પૂ. 563માં વૈશાખી પૂર્ણિમાના પવિત્ર દિવસે બુદ્ધનો જન્મ થયો. તેમના પિતાનું નામ શુદ્ધોદન; માતાનું નામ માયાદેવી. તેમના જન્મથી માતાપિતાની ઇચ્છા પૂર્ણ થઈ તેથી તેમનું નામ સિદ્ધાર્થ પાડવામાં આવ્યું. તેમનું…
વધુ વાંચો >બુદ્ધઘોષ
બુદ્ધઘોષ (ઈ. સ. 380થી 440) : પ્રસિદ્ધ બૌદ્ધાચાર્ય. તેમના જીવન વિશેની માહિતી ‘ચૂલવંશ’, ‘બુદ્ધઘોસુપ્પત્તિ’, ‘શાસનવંશ’, ‘ગ્રંથવંશ’ અને ‘સદ્ધમ્મસંગહ’માંથી મળે છે. પ્રથમ બે ગ્રંથો મહત્વના છે, બાકીના ગ્રંથો આ બે ગ્રંથોને આધારે વૃત્તાન્ત આપે છે. આ બેમાં પણ ‘ચૂલવંશ’ જ અધિક પ્રમાણભૂત ગણાય છે. બુદ્ધઘોષ જન્મે બ્રાહ્મણ હતા. તેમનો જન્મ બોધિગયા…
વધુ વાંચો >