ધર્મ-પુરાણ

પ્રત્યભિજ્ઞાદર્શન (ઈ. સ. 1000થી)

પ્રત્યભિજ્ઞાદર્શન (ઈ. સ. 1000થી) : કાશ્મીરમાં જાણીતો શૈવદર્શનનો સૌથી મહત્વનો અને અંતિમ વિભાગ. કાશ્મીરમાં પ્રચલિત શૈવદર્શનના ત્રણ વિભાગો છે : (1) આગમશાસ્ત્ર, (2) સ્પન્દશાસ્ત્ર અને (3) પ્રત્યભિજ્ઞાશાસ્ત્ર. શૈવદર્શનના પ્રથમ વિભાગ આગમશાસ્ત્રમાં શૈવદર્શનની અનુશ્રુતિ રજૂ થઈ છે; બીજા વિભાગ સ્પન્દશાસ્ત્રમાં શૈવદર્શનના સિદ્ધાન્તોને વિસ્તારથી રજૂ કરવામાં આવ્યા છે; જ્યારે ત્રીજો અને અંતિમ…

વધુ વાંચો >

પ્રભાવકચરિત

પ્રભાવકચરિત : પ્રભાચંદ્રે રચેલો જૈન ધર્મના 22 પ્રભાવશાળી સૂરિઓના જીવનપ્રસંગો વર્ણવનારો ગ્રંથ. જૈન ધર્મના પ્રચાર અને પ્રસારને સુર્દઢ બનાવનારા સૂરિઓનાં ચરિત તેમાં રજૂ થયાં છે. ‘પ્રભાવકચરિત્ર’, ‘પ્રબન્ધચિંતામણિ’, ‘પ્રબન્ધકોષ’ અને ‘વિવિધ તીર્થકલ્પ’માં ઘણાખરા વિષયોમાં સમાનતા જોવા મળે છે. એ રીતે આ ચારેય ગ્રંથો પરસ્પર પૂર્તિ કરનારા છે. પ્રભાવકચરિત 1909માં નિર્ણયસાગર પ્રેસમાં…

વધુ વાંચો >

પ્રભુપાદ શ્રીલ સ્વામી

પ્રભુપાદ શ્રીલ સ્વામી (જ. 1 સપ્ટેમ્બર 1896, કલકત્તા; અ. 14 નવેમ્બર 1977, વૃંદાવન ) : આંતરરાષ્ટ્રીય કૃષ્ણભાવનામૃત સંઘ (ઇસ્કોન, International Society for Krishna Consciousness)ના સ્થાપક. વૈદિક તત્વજ્ઞાન, ધર્મસાહિત્ય અને ભારતીય સંસ્કૃતિ વિષયોના લેખક. તેમનું નામ અભયચરણ ડે હતું. ગૌરમોહન ડે તેમના પિતાનું નામ હતું. વૈષ્ણવ સંપ્રદાયનું અનુસરણ કરનારા પરિવારમાં જન્મ.…

વધુ વાંચો >

પ્રવચનસારોદ્ધાર

પ્રવચનસારોદ્ધાર : જૈન ધર્મની અનેક બાબતો ચર્ચતો જૈન ધર્મનો સર્વસંગ્રહ કે વિશ્વકોશ જેવો વિપુલ ગ્રંથ. મૂળ પ્રાકૃત નામ ‘પવયણસારુદ્ધારો’. રચયિતા નેમિચન્દ્રસૂરિ (અગિયારમું શતક), ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ની સંસ્કૃત ટીકા અને ‘મહાવીરચરિય’ના લેખક. આ રચના કુલ 1,599 ગાથાઓ અને 276 દ્વારમાં વહેંચાયેલી છે. સિદ્ધસેનસૂરિ(બારમું–તેરમું શતક)એ તેના ઉપર ‘તત્વજ્ઞાનવિકાશિની’ કે ‘તત્વપ્રકાશિની’ નામની સંસ્કૃત વૃત્તિ લખી…

વધુ વાંચો >

પ્રહલાદ

પ્રહલાદ : પ્રાચીન ભારતનું એક પૌરાણિક પાત્ર. ભાગવત વગેરે પુરાણો મુજબ પ્રહલાદ રાક્ષસોના રાજા હિરણ્યકશિપુનો પુત્ર હતો. તેની માતાનું નામ કયાધુ હતું. કયાધુ જંભાસુરની દીકરી હતી. આથી પ્રહલાદ જંભાસુરનો દૌહિત્ર થાય. તેના પુત્રોમાં આયુષ્માન્, શિબિ, બાષ્કલ અને વિરોચન વગેરેનો સમાવેશ થાય છે. બલિરાજા પ્રહલાદનો પૌત્ર હતો. પ્રહલાદ દત્તાત્રેય, શંડ અને…

વધુ વાંચો >

પ્રાણનાથ (મહામતિ) (1618–1694)

પ્રાણનાથ (મહામતિ) (1618–1694) : શ્રીકૃષ્ણ પ્રણામી સંપ્રદાયના મહત્વના આચાર્ય. શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મ કે નિજાનંદ સંપ્રદાયની સ્થાપના સત્તરમી સદીના પૂર્વાર્ધમાં જામનગરમાં નિજાનંદાચાર્ય દેવચંદ્રજીએ કરેલી. તેને વ્યાપક ફલક પર મૂકવાનું કાર્ય તેમના અગ્રણી શિષ્ય મહામતિ સ્વામી પ્રાણનાથે કર્યું. ઔરંગઝેબના અન્યાયી શાસનના કપરા કાળમાં એમણે સર્વધર્મઐક્યનો નવો મંત્ર આપી, ધર્મો પર છવાયેલી ધૂળને…

વધુ વાંચો >

પ્રેક્ષાધ્યાન

પ્રેક્ષાધ્યાન : જૈન પરંપરાની સાધનાપદ્ધતિ. પ્રેક્ષા શબ્દ સંસ્કૃત प्र + ईक्ष्  ધાતુ પરથી બન્યો છે. તેનો અર્થ થાય છે બારીકાઈથી, સૂક્ષ્મતાથી જોવું. પ્રેક્ષાધ્યાનની સાધના એ આત્માને આત્મા દ્વારા ઓળખવાની વ્યવહારુ પદ્ધતિ છે. પ્રેક્ષાધ્યાન સાધનાનાં સૂત્રો નીચે મુજબ છે : (1) આત્મા દ્વારા આત્માને જુઓ; (2) સ્વયં સત્ય શોધો, તેમજ સર્વની…

વધુ વાંચો >

પ્રૉટેસ્ટન્ટ

પ્રૉટેસ્ટન્ટ : ખ્રિસ્તી ધર્મનો એક સંપ્રદાય. ઈ. સ.ની સોળમી સદીમાં પશ્ચિમના ખ્રિસ્તી ધર્મમાં માર્ટિન લ્યૂથર(1483–1546)ની રાહબરી હેઠળ એક ધાર્મિક ક્રાંતિ થઈ, જેને કારણે ખ્રિસ્તી ધર્મની ત્રણ મુખ્ય શાખાઓમાંની જે એક શાખા અસ્તિત્વમાં આવી, તેનું નામ પ્રૉટેસ્ટન્ટ. આ સંપ્રદાય રોમના ખ્રિસ્તી ધર્મથી તબક્કાવાર અલગ થઈ ગયો. ખ્રિસ્તી ધર્મસંઘ અને વિશેષ કરીને…

વધુ વાંચો >

ફકીર

ફકીર : ઇસ્લામ ધર્મના ત્યાગી કે વૈરાગી સાધુ. પવિત્ર કુરાનમાં (35:15) બધા મનુષ્યોને અલ્લાહના ‘ફકીર’ અર્થાત્ જરૂરતમંદ અને અલ્લાહને ‘ગની’ અર્થાત્ અ-જરૂરમતમંદ બતાવવામાં આવેલ છે. મુસ્લિમ સૂફીઓએ તેની વ્યાખ્યા આ રીતે કરી છે : ફકીર એ છે જે અલ્લાહ સિવાય કોઈ વસ્તુથી સંતોષ પામતો નથી. આધ્યાત્મિક રીતે જોઈએ તો ફકીર…

વધુ વાંચો >

બગદાદી, ખતીબ

બગદાદી, ખતીબ (જ. 10 મે 1002, દર્ઝેજાન; અ. 5 સપ્ટેમ્બર 1071, બગદાદ) : ઇસ્લામ ધર્મના વિદ્વાન ઉપદેશક. આખું નામ અબૂબક્ર અહમદ બિન અલી બિન સાબિત. તેઓ એક ધર્મપ્રવચનકારના પુત્ર હતા. વિદ્યાપ્રાપ્તિ માટે બસરા, નિશાપુર, ઇસ્ફહાન, હમદાન અને દમાસ્કસ જેવાં જ્ઞાનકેન્દ્રોમાં ગયા. છેવટે અબ્બાસી વંશના પાટનગર બગદાદમાં વસવાટ કર્યો અને ત્યાંના…

વધુ વાંચો >