ધર્મ-પુરાણ

પંડ્યા, ધાર્મિકલાલ

પંડ્યા, ધાર્મિકલાલ (જ. 11 ઑગસ્ટ 1932, વડોદરા) : માણભટ્ટ કલાકાર. શ્રી ધાર્મિકલાલ પંડ્યા મૅટ્રિક સુધી પહોંચ્યા ત્યાં તો પિતાશ્રી ચુનીલાલનું અવસાન થયું. ઘરની જવાબદારી આવી પડતાં બે-ત્રણ વર્ષો પછી કથાવાર્તાને આજીવિકાનું સાધન બનાવ્યું. શાળાકીય અભ્યાસ સાથે શાસ્ત્રીય સંગીતનું મેળવેલું જ્ઞાન આખ્યાનકથામાં પ્રયોજતાં તેમાં સાહજિકતા સાથે સ-રસતા આવી. આરંભકાળે વડોદરાની પોળોમાં…

વધુ વાંચો >

પાતાલ

પાતાલ : હિન્દુ પુરાણોની માન્યતા પ્રમાણે પૃથ્વીની નીચે આવેલો પ્રદેશ. સકળ  બ્રહ્માંડમાં ચૌદ લોક છે તેમાંથી પૃથ્વીલોકની નીચે આવેલા સાત લોકોને પાતાલ કહે છે અથવા સૌથી નીચે આવેલા સાતમા લોકને પણ પાતાલ કહે છે. આ સાતેય લોકોનાં નામ વિષ્ણુપુરાણ મુજબ : (1) અતલ, (2) વિતલ, (3) સુતલ, (4) તલાતલ, (5)…

વધુ વાંચો >

પાતાલયક્ષ (મૂર્તિવિધાન)

પાતાલયક્ષ (મૂર્તિવિધાન) : 14મા તીર્થંકર અનંતનાથના યક્ષ. શ્વેતાંબર અને દિગંબર પરંપરા પ્રમાણે આ યક્ષને ત્રણ મુખ અને છ હાથ હોય છે. તેનો વર્ણ રાતો હોય છે અને તે મગરનું વાહન ધરાવે છે. દિગંબર પરંપરામાં તેમના હાથમાં અંકુશ, ભાલો, ધનુષ્ય અને પાશ, હળ તેમજ ફળ હોય છે. તેના મસ્તક પર નાગની…

વધુ વાંચો >

પાદલિપ્તસૂરિ

પાદલિપ્તસૂરિ (આશરે ઈસવી સનની બીજી સદી) : તરંગવતીની જૈન કથાના લેખક તથા આકાશગમનની સિદ્ધિ ધરાવનાર જૈન સાધુ. તેમનો જન્મ અયોધ્યામાં થયો હતો. તેમના પિતા ફૂલ્લશ્રેષ્ઠી અને માતા પ્રતિમાબહેન હતાં. તેમનો જન્મ વૈરાટ્યા દેવીની કૃપાથી થયો હતો. તેમનું નામ નરેન્દ્ર હતું, પણ ઔષધિઓનો પગે લેપ લગાડીને આકાશગમનની સિદ્ધિ પ્રાપ્ત કરી હોવાથી…

વધુ વાંચો >

પાનબાઈ

પાનબાઈ : જુઓ ભગત કહળસંગ

વધુ વાંચો >

પાપ

પાપ : હિન્દુ માન્યતા મુજબ ધર્મશાસ્ત્ર કે નીતિશાસ્ત્રમાં વખોડવામાં આવેલું, આ લોક અને પરલોકમાં અશુભ ફળ આપે અને મનુષ્યનું અધ:પતન કરે એવું આચરણ. પાપકર્મ કરવાથી પછીનો જન્મ ખરાબ મળે છે અને દુ:ખ ભોગવવું પડે છે તેવું માનવામાં આવે છે. મનુષ્યનું પતન કરનારા કર્મને ‘પાતક’ એવા શબ્દથી ઓળખવામાં આવે છે, પરંતુ…

વધુ વાંચો >

પાપક્ષયવાદ

પાપક્ષયવાદ : મોક્ષ માટે પાપકર્મોના નાશ વિશેનો અભિપ્રાય કે મત. કર્મનો એક અર્થ છે મનવચનકાયાની પ્રવૃત્તિ. પ્રવૃત્તિ એટલે ક્રિયા ક્ષણિક હોવાથી તેના ક્ષયનો પ્રશ્ન નથી. કર્મનો બીજો અર્થ છે પ્રવૃત્તિરૂપ કર્મનો આત્મામાં પડતો સંસ્કાર. આ સંસ્કારને કર્મસંસ્કાર, કર્મવાસના, કર્માશય, ધર્માધર્મ, અપૂર્વ, અષ્ટ કે કર્મ કહેવામાં આવે છે. હવે કર્મના મુખ્ય…

વધુ વાંચો >

પારસીઓનો કાયદો

પારસીઓનો કાયદો : જરથોસ્તી ધર્મના અનુયાયીઓ એટલે કે પારસીઓના સમાજમાં લગ્ન, લગ્નવિચ્છેદ, ઉત્તરાધિકાર આદિ બાબતોનું નિયમન કરતો કાયદો. તેમનાં ધર્મ, વતન અને પરંપરા પ્રમાણે તેમાં જરથોસ્તી સમાજની વિશેષતાઓ જોવા મળે છે. તે ‘પારસી લગ્ન અને લગ્નવિચ્છેદ ધારો 1936’  એ નામે ઓળખાય છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યના વિસ્તાર સિવાયના દેશના અન્ય…

વધુ વાંચો >

પાર્વતી

પાર્વતી : હિંદુ ધર્મ-પુરાણઅનુસાર હિમાલય પર્વતની પુત્રી અને શિવની પત્ની. પાર્વતી તે પૂર્વજન્મમાં, બ્રહ્માના માનસપુત્ર દક્ષ-પ્રજાપતિનાં પુત્રી સતી. સંહારના દેવ તરીકે શંકર પ્રત્યે દક્ષને પહેલેથી જ તિરસ્કાર હતો અને પોતાની ઇચ્છા વિરુદ્ધ સતી શંકરને પરણ્યાં, તેથી તે દુર્ભાવ દૃઢતર બન્યો. પોતે આરંભેલા મહાયજ્ઞમાં દક્ષે, એકમાત્ર મહાદેવ સિવાય, સહુને નિમંત્ર્યા. પિતાને…

વધુ વાંચો >

પાર્શ્વનાથ

પાર્શ્વનાથ (જ. ઈ. પૂ. 877, વારાસણી; અ. ઈ. પૂ. 777, બિહાર) : જૈનોના તેવીસમા તીર્થંકર. તેમની માતા વામાદેવી હતાં અને પિતા કાશી રાજ્યના રાજા અશ્ર્વસેન હતા. તે ઉરગવંશના કાશ્યપ ગોત્રના હતા. આર્યેતર વ્રાત્યક્ષત્રિયોની નાગજાતિની સંભવત: એક શાખા ઉરગવંશ હતી. નાની વયમાં જ પાર્શ્ર્વે પોતાના પરાક્રમ અને વીરત્વનો પરિચય કરાવી દીધો…

વધુ વાંચો >