ધર્મ-પુરાણ

દાતા, ગંજબખ્શ હુજવેરી

દાતા, ગંજબખ્શ હુજવેરી (જ. –; અ. 1064, લાહોર) : સૂફી સંત. શેખ ગંજબખ્શ હુજવેરી હજરત શેખ પીરઅલી હુજવેરી તરીકે પ્રખ્યાત છે. તેમના પિતાનું નામ ઉસ્માન બિન અબી અબલ જલાબિલ ગઝનવી હતું અને તેઓ ગઝનાના રહેવાસી હતા. ગંજબખ્શ શેખ અબુલફઝલ બિન હસન અલ ખતલી અને શેખ શિબ્લી(રહેમતુલ્લાહ)ના મુરીદ એટલે કે શિષ્ય…

વધુ વાંચો >

દાદૂ દયાલ

દાદૂ દયાલ (જ. 1544, અમદાવાદ, ગુજરાત; અ. 1603, નરાના, રાજસ્થાન) : ભારતના સમાજસુધારક, ધર્મસુધારક અને રહસ્યવાદી સંતકવિ.  નિર્ગુણોપાસક સંત. તેમનો જન્મ બ્રાહ્મણ કે પીંજારા કુટુંબમાં થયો હોવાના બે મત છે. તેમના શિષ્યો રજ્જબ તથા સુંદરદાસે તેમને પીંજારા જ્ઞાતિના કહ્યા છે. તેમના પિતાનું નામ લોધિરામ હતું. તેઓ 18 વર્ષના હતા ત્યારે…

વધુ વાંચો >

દાદૂપંથ

દાદૂપંથ : સંત દાદૂદયાળે સ્થાપેલો સંપ્રદાય. દાદૂ અકબર અને તુલસીદાસજીના સમકાલીન હતા. શરૂઆતમાં તેઓ કબીરપંથના અનુગામી હતા, પરંતુ પાછળથી તેમણે અલગ પંથ સ્થાપ્યો. તેમનો ઉપદેશ ‘શબદ’ અને ‘બાની’માં સંકલિત થયો છે. તેમણે સંસારની અસારતા બતાવીને પ્રભુની નિરાકાર, નિર્ગુણ સ્વરૂપે ભક્તિ કરવાનો ઉપદેશ આપ્યો છે. તેમના ઉપદેશમાં કબીર જેવી આક્રમક તીવ્રતાને…

વધુ વાંચો >

દાશરાજ્ઞ

દાશરાજ્ઞ : ઋગ્વેદ(7–33–2 અને 5, 7–83–8)માં અને અથર્વવેદ- (10–128–32)માં ‘દાશરાજ્ઞ’ શબ્દ જોવા મળે છે તે દિવોદાસના પૌત્ર સુદાસના દસ રાજવીઓ સાથે થયેલા યુદ્ધનો વાચક છે. સુદાસ સામે યુદ્ધ માટે આવેલા આ દસ રાજવીઓ કોણ કોણ હતા એ વિશે સ્પષ્ટતા  ઋક્સંહિતામાં ક્યાંય જોવા મળતી નથી. તુર્વશોનો રાજવી દસ રાજવીમાંનો એક હતો.…

વધુ વાંચો >

દિક્પાલ

દિક્પાલ : દિશાનો રક્ષક. ‘બૃહદારણ્યક ઉપનિષદ’માં છ દિશા અને તેના અધિપતિનો ઉલ્લેખ છે. આ અધિપતિમાં દેવત્વનું આરોપણ કરીને એનું અર્ચન શરૂ થયું. વાસ્તુશાસ્ત્રમાં દિક્પાલને દેવ ગણીને દેવાલયના મંડોવરમાં દિક્પાલની સેવ્યપ્રતિમા મૂકવાની પ્રથા આરંભાઈ જે પ્રકારાન્તરે આજે પણ અસ્તિત્વમાં છે. રામાયણ, મહાભારતમાં ચાર દિક્પાલોનો ઉલ્લેખ મળે છે. પાલિસાહિત્યમાં દિક્પાલ ‘મહારાજ’નું નામાભિધાન…

વધુ વાંચો >

દિગંબર જૈન સંપ્રદાય

દિગંબર જૈન સંપ્રદાય : જૈન ધર્મનો એક સંપ્રદાય. જૈન ધર્મના બે મુખ્ય સંપ્રદાયો છે : (1) દિગંબર અને (2) શ્વેતાંબર. જૈન ધર્મના 24 તીર્થંકરોને બંને સ્વીકારે છે અને બંનેમાં ભક્તિ કે ઉપાસનામાં કશો ભેદ નથી; પરંતુ મુખ્ય ભેદ તેમનાં નામોમાંથી જ સ્પષ્ટ થાય છે. દિશારૂપી વસ્ત્ર પહેરનારા સાધુઓવાળો એ દિગંબર…

વધુ વાંચો >

દીક્ષા

દીક્ષા : હિન્દુ ધર્મશાસ્ત્ર મુજબ મનુષ્યને જ્ઞાન વગેરેનું ઉપાર્જન, સદાચારી જીવનવ્યવહાર, લોકહિતની પ્રતિજ્ઞા અને અંતે પાપનિવારણ દ્વારા મોક્ષ માટે અધિકારી કરવા થતો વિધિ. ધર્મશાસ્ત્ર અનુસાર સોળ સંસ્કારોમાં ગણાવાયેલા, બાળકને બીજો જન્મ આપનારા તથા ગુરુ પાસેથી શિક્ષણ મેળવવા માટે લાયક બનાવનારા ઉપનયન-સંસ્કારને પણ દીક્ષા કહેવામાં આવે છે. મીમાંસાશાસ્ત્ર અનુસાર દીક્ષણીયા નામની…

વધુ વાંચો >

દીને ઇલાહી

દીને ઇલાહી (તૌહીદે-ઇલાહી) : અકબરે સ્થાપેલ સર્વ ધર્મોના સારરૂપ ધર્મ : ‘દીને ઇલાહી’નો અર્થ એકેશ્વર ધર્મ. ધર્મના તત્વ કે સત્ય માટેની સમ્રાટ અકબરની જિજ્ઞાસામાં દીને ઇલાહીનાં મૂળ રહેલાં છે. ભારતમાં પ્રચલિત વિવિધ ધર્મોના સિદ્ધાંતો સમજવા માટે અકબરે જુદા જુદા ધર્મોના પંડિતો સાથે ચર્ચા કરી હતી. આ માટે તેણે પ્રથમ ઇસ્લામ…

વધુ વાંચો >

દુર્ગા

દુર્ગા : હિંદુ ધર્મ મુજબ આદ્યશક્તિ પાર્વતી દેવીનું કાલી, ચંડી, ભૈરવી વગેરે જેવું ઉગ્ર રૂપ. દુર્ગાનો જન્મ આદ્યશક્તિથી થયો છે. ‘સુપ્રભેદાગમ’ નામના ગ્રંથમાં દુર્ગાને વિષ્ણુની નાની બહેન કહી છે. શૈવ–આગમો દુર્ગાનાં નવ રૂપો ગણાવે છે; જેમાં (1) નીલકંઠી, (2) ક્ષેમંકરી, (3) હરસિદ્ધિ, (4) રુદ્રાંશદુર્ગા, (5) વનદુર્ગા, (6) અગ્નિદુર્ગા, (7) જયદુર્ગા,…

વધુ વાંચો >

દેવાનંદ સ્વામી

દેવાનંદ સ્વામી (જ. 1803, બળોલ; અ. 1854, મૂળી) : સ્વામિનારાયણ સંપ્રદાયના અષ્ટ સંતકવિઓ પૈકીના એક. વ્યાધના તારા સમા તેજસ્વી સંતકવિ. પૂર્વાશ્રમનું નામ દેવીદાન ગઢવી. પિતા જીજીભાઈ રત્નુ. માતા બહેનજીબા. જ્ઞાતિ મારુચારણ. તેઓ બળોલમાં પધારેલા ભગવાન સ્વામિનારાયણની સેવામાં જોડાયા. પછીથી દેવીદાન તેમની પાસેથી મહાદીક્ષા પામી દેવાનંદ સ્વામી બન્યા.  બ્રહ્માનંદ સ્વામી પાસે…

વધુ વાંચો >