દિગીશ મહેતા

કાઝાન્ઝાકિસ, નિકોસ

કાઝાન્ઝાકિસ, નિકોસ (જ. 2 ડિસેમ્બર 1885, ઇરાક્લિયોન, ક્રીટ; અ. 26 ઑક્ટોબર 1957, ફ્રીર્બાર્ગમ, બ્રીસ્ગૉ, પશ્ચિમ જર્મની) : ગ્રીક લેખક. વિપુલ સાહિત્યના રચયિતા. આધુનિક ગ્રીક સાહિત્યમાં તેમનું નામ નોંધપાત્ર છે. તુર્કોના ઑટૉમન સામ્રાજ્યની ધુરામાંથી મુક્ત થવા માટેના સ્વાતંત્ર્ય-સંગ્રામની વેળાએ તેમનો જન્મ થયેલો. તેમના પરિવારને થોડા સમય માટે ગ્રીક ટાપુ નિક્સૉસમાં આશરો…

વધુ વાંચો >

કાબુકી નાટ્ય

કાબુકી નાટ્ય : જાપાની નાટ્યપ્રકાર. વાસ્તવિક નિરૂપણ અને શૈલીગત નિરૂપણના સમૃદ્ધ મિશ્રણથી રંજિત સંગીત, નૃત્ય, મૂક અભિનય અને ઝળકાટભર્યા મંચ-સન્નિવેશ અને પરિવેશના અંશોથી સભર છે. અત્યારની જાપાની ભાષામાં આ શબ્દ ત્રણ વર્ણ(alphabets)માં આલેખાય છે, જેમાં ‘કા’ એ ગીત, ‘બુ’ એ નૃત્ય અને ‘કી’ એ ચાતુરી કે ચાતુર્ય (skill) સૂચવે છે.…

વધુ વાંચો >

કાલેવાલા

કાલેવાલા : ફિનલૅન્ડનું રાષ્ટ્રીય મહાકાવ્ય. યુરોપનું તે સૌથી પ્રાચીન લોકમહાકાવ્ય છે; વર્તમાન સ્વરૂપમાં ઉપલબ્ધ છે તે તો છેક ઓગણીસમી સદીમાં સુલભ થયું. ફિનલૅન્ડના ખેડૂતો તથા ભાટચારણો જે પ્રાચીન લોકગીતો-કથાગીતો વગેરે ગાતાં હતાં તે પ્રત્યે બે ડૉક્ટરોનું ધ્યાન દોરાતાં તેમણે આ અઢળક કંઠસ્થ લોકવારસાને એકત્રિત કરવાનો પુરુષાર્થ આદર્યો. સૌપ્રથમ ઝેડ. ટોપેલિયસે…

વધુ વાંચો >

કૅરિબિયન સાહિત્ય

કૅરિબિયન સાહિત્ય : કૅરિબિયન તરીકે ઓળખાતા પ્રદેશની સ્પૅનિશ, ફ્રેંચ કે અંગ્રેજી ભાષામાં લખાયેલી સાહિત્યિક કૃતિઓ. ‘કૅરિબ’ શબ્દ આટલાન્ટિક સમુદ્રમાં મધ્ય અમેરિકાના પૂર્વ અને દક્ષિણ અમેરિકાના દક્ષિણ કિનારાને સ્પર્શતા કૅરિબિયન સમુદ્રમાં આવેલા ટાપુઓ તેમજ દક્ષિણ અમેરિકાના કેટલાક કિનારાના પ્રદેશોમાં વસેલી અમેરિકન ઇન્ડિયન પ્રજા માટે વપરાય છે. સોળમી સદીમાં સ્પૅનિશ પ્રજાના આક્રમણ…

વધુ વાંચો >

ક્રૅશૉ, રિચર્ડ

ક્રૅશૉ, રિચર્ડ (જ. 1613, લંડન; અ. 21 ઑગસ્ટ 1649, લોરેટો ઇટાલી) : મુખ્યત્વે ધાર્મિક વલણના અંગ્રેજ કવિ. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો. પાદરી બનીને પોતાનાં ધર્મપ્રવચનોની અસરકારકતા માટે જાણીતા થયા. તેમનાં કાવ્યોમાંની અભિવ્યક્તિ વિશિષ્ટ રીતની લાગણીની ઉત્કટતા અને કલ્પનશ્રેણીની વધુ પડતી તાર્દશતા જેવાં લક્ષણોથી તેમના સમકાલીન કવિઓના કરતાં જુદી પડે છે.…

વધુ વાંચો >

ગ્રીન, ગ્રેહમ

ગ્રીન, ગ્રેહમ (જ. 2 ઑક્ટોબર 1904, બર્કમસ્ટેડ, હાર્ટફર્ડશાયર, ઇંગ્લૅન્ડ; અ. 3 એપ્રિલ 1991, વેવે, સ્વિટ્ઝર્લૅન્ડ) : અંગ્રેજી નવલકથાકાર અને નાટ્યકાર. ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ. તેમણે 1926માં રોમન કૅથલિક ચર્ચને અપનાવ્યું જે તેમના જીવનનો કેન્દ્રવર્તી બનાવ ગણી શકાય. તેમની પ્રથમ કૃતિ ‘ધ મૅન વિધિન’ નામની નવલકથા હતી, જે 1929માં પ્રગટ થઈ. આમાં…

વધુ વાંચો >

જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ)

જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ) (જ. 2 ફેબ્રુ. 1882, ડબ્લિન; અ. 13 જાન્યુઆરી 1941) : આયરિશ નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને કવિ. જેઝૂઇટ શાળાઓમાં અભ્યાસ કરી, 1902માં યુનિવર્સિટી કૉલેજ, ડબ્લિનમાંથી સ્નાતક થયા. આરંભથી જ તેમને વિવિધ ભાષાઓમાં રસ રહ્યો. તેમના વિકાસ પર મુખ્યત્વે હાઉપ્ટમાન, ડાન્ટે, જી. મુઅર અને ખ્યાતનામ આયરિશ કવિ…

વધુ વાંચો >

ડાયલૉગ (સાહિત્યપ્રકાર)

ડાયલૉગ (સાહિત્યપ્રકાર) : સર્વસામાન્ય અર્થમાં કોઈ બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે, વાર્તા કે નાટકમાં થતી વાતચીત. આ જ ઘટકને સાહિત્યના ચોક્કસ સ્વરૂપ તરીકે લેખતાં, તેનો ઉપયોગ એકબીજાથી વિરોધી વલણોના તણાવોને સમાવી લેતી દાર્શનિક કે બૌદ્ધિક પ્રકારની સામગ્રીને રજૂ કરવા સુયોજિત ઢબે પ્રયોજાયેલા સ્વરૂપવિશેષ તરીકે જોવાય છે. પાશ્ચાત્ય સંદર્ભમાં આ પ્રકાર…

વધુ વાંચો >

ડ્રેટન માઇકેલ

ડ્રેટન માઇકેલ (જ. 1563, હાર્ટશિલ; અ. 23, ફેબ્રુઆરી 1631, વૉરવિકશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ કવિ. તે બૅન જૉનસન અને વિલિયમ ડ્રમન્ડ જેવા સમકાલીન લેખકોના વર્તુલમાં સક્રિય હતા. જીવન દરમિયાન તેમને બહુ સંપત્તિ કે સફળતા પ્રાપ્ત ન થયાં, પણ વેસ્ટમિન્સ્ટર ઍબીમાં તેમનું સુંદર સ્મારક સમાવાયું છે, જે તે સમયના ઉમરાવવર્ગમાં તેમની સ્વીકૃતિનું…

વધુ વાંચો >

ડ્રેબલ, માર્ગરેટ

ડ્રેબલ, માર્ગરેટ (જ. 5 જૂન 1939, શેફીલ્ડ, સાઉથ યૉર્કશાયર, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ સ્ત્રી-નવલકથાકાર. કૅમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ, ‘અ સમર બર્ડ-કેજ’ (1963), ‘ધ ગેરિક ઇયર’ (1964), ‘જેરૂસલેમ ધ ગોલ્ડન’ (1967), ‘ધ વૉટર ફૉલ’ (1969), ‘ધ રેડિયન્ટ વે’ (1987) વગેરે કૃતિઓમાં તેમણે મુખ્યત્વે વ્યક્તિની આસપાસ પ્રસરતા રૂઢિબદ્ધ અને નકારાત્મક વાતાવરણ સામેની તેની અથડામણને…

વધુ વાંચો >