થૉમસ પરમાર
શત્રુંજય પરનાં મંદિરો
શત્રુંજય પરનાં મંદિરો : જૈનોનું મહિમાવંતું ગિરિતીર્થ. જૈનોમાં મહાતીર્થ અને તીર્થાધિરાજ તરીકે એનું ગૌરવ-ગાન કરવામાં આવે છે. ‘એ સમ તીરથ ન કોય’ – એની તોલે આવી શકે એવું બીજું કોઈ તીર્થ નથી – એમ કહીને, એનો અપરંપાર મહિમા જૈન સંઘમાં વર્ણવવામાં આવ્યો છે. શ્રી ઋષભદેવ શ્રી શત્રુંજય પર્વત ઉપર સમવસર્યા…
વધુ વાંચો >શામળાજી
શામળાજી : એક પ્રાચીન ભારતીય યાત્રાધામ અને સાંસ્કૃતિક કેન્દ્ર. ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકામાં મેશ્ર્વો નદીને કાંઠે 2૩° 41´ ઉ. અ. અને 7૩° 2૩´ પૂ. રે. પર શામળાજી આવેલું છે. પ્રાચીન કાળમાં તે હરિશ્ર્ચંદ્રપુરી, રુદ્રગયા, ગદાધર-ક્ષેત્ર વગેરે નામે ઓળખાતું હતું. અહીંથી બૌદ્ધ સ્તૂપ, વિહાર, શૈવમંદિરો તેમજ વૈષ્ણવ મંદિરો તથા…
વધુ વાંચો >શાલભંજિકા
શાલભંજિકા : સ્તંભના ટેકા તરીકે વપરાતી નારીદેહ-પ્રતિમા. ‘શાલભંજિકા’ શબ્દ રમત અને પ્રતીક એમ બે રીતે પ્રયોજાયો છે. પાણિનિએ આ શબ્દ પ્રયોજ્યો છે. તેના મૂળ અર્થમાં જોઈએ તો તે સ્ત્રી સાથે સંકળાયેલ એક ક્રીડા (રમત) છે. કન્યા શાલ કે અશોક વૃક્ષની ડાળીઓ પરનાં પુષ્પો એકત્ર કરવા જતી તે શાલભંજિકા. ભારતનાં પ્રાચીન…
વધુ વાંચો >શાહીબાગ
શાહીબાગ : અમદાવાદમાં આવેલો મુઘલકાલીન બાગ, જે હાલ અસ્તિત્વમાં નથી. શાહજહાં 1618-23 દરમિયાન ગુજરાતના સૂબા તરીકે હતો ત્યારે આ બાગ બાંધવામાં આવેલો. મુઘલકાલીન ગુજરાતના બાગોમાં તે સૌથી આગળ પડતો બાગ હતો. શાહજહાંએ આ બાગમાં પોતાના માટે મહેલ પણ બંધાવ્યો હતો. આ બાગ તે સમયના મકસુદપુરની જમીનમાં બાંધવામાં આવ્યો હતો. હાલ…
વધુ વાંચો >શિખર
શિખર : મંદિરના ગર્ભગૃહની ઉપર થતું શાસ્ત્રોક્ત બાંધકામ. શિખરોના બાંધકામના વૈવિધ્યને કારણે જુદી જુદી શિખરશૈલીઓ અસ્તિત્વમાં આવી. ભારતીય વાસ્તુવિદ્યાના ગ્રંથોમાં આ શૈલીઓનું વિવરણ જોવા મળે છે. આમાં મુખ્યત્વે નાગર અને દ્રાવિડ પણ ઓળખાય છે. તલમાનની ષ્ટિએ આ બે શૈલીઓ વચ્ચે ભાગ્યે શિખરશૈલીઓ જાણીતી છે. નાગરશૈલી ઉત્તરભારતીય શૈલી કે ઇન્ડો-આર્યન શૈલી…
વધુ વાંચો >શિયૉપ્સનો પિરામિડ
શિયૉપ્સનો પિરામિડ : ઇજિપ્તના પિરામિડ સ્થાપત્યમાં અગ્રગણ્ય પિરામિડ. નાઇલ નદીના પશ્ચિમ કાંઠે મેમ્ફિસ નામના સ્થળેથી થોડે દૂર ગીઝે આવેલું છે. આ સ્થળે આવેલા પિરામિડોમાં શિયૉપ્સનો પિરામિડ નોંધપાત્ર છે. તે ઇજિપ્તના ફેરોહ ખુફુનો પિરામિડ હોવાથી ખુફુના પિરામિડ તરીકે પણ જાણીતો છે. માનવસર્જિત સ્થાપત્યમાં આ સૌથી વિશાળ સ્થાપત્ય છે. તેનો સમચોરસ પાયો…
વધુ વાંચો >શિલ્પકલા (shaping art)
શિલ્પકલા (shaping art) અર્થ, પ્રકારો અને માધ્યમો : રૂપપ્રદ કલાઓમાંની એક કલા. શિલ્પ એ ઘાટ આપનારી કલા છે. શિલ્પમાં ત્રણ પરિમાણોલંબાઈ, પહોળાઈ અને ઊંડાઈ(જાડાઈ)ને ધ્યાનમાં રાખવામાં આવે છે. રચનાની દૃષ્ટિએ શિલ્પના બે પ્રકાર છે : (1) પૂર્ણમૂર્ત શિલ્પ (sculpture in round) : જે શિલ્પનું કોતરકામ ચારેય બાજુ કરવામાં આવ્યું હોય…
વધુ વાંચો >શિલ્પશાસ્ત્રના ગ્રંથો (ભારતીય)
શિલ્પશાસ્ત્રના ગ્રંથો (ભારતીય) : શિલ્પશાસ્ત્રની ભારતમાં બે પરંપરા છે – ઉત્તરી અથવા નાગરી અને દક્ષિણી અથવા દ્રવિડ. નાગરી શૈલીના વાસ્તુગ્રંથોના મુખ્ય પ્રણેતા વિશ્વકર્મા મનાય છે. નાગરી શૈલીના ગ્રંથોમાં ‘વિશ્વકર્મા-વાસ્તુશાસ્ત્ર’ (‘વિશ્વકર્મ-પ્રકાશ’), ભોજદેવનું ‘સમરાંગણસૂત્રધાર’ અને ભુવનદેવનું ‘અપરાજિતપૃચ્છા’ મુખ્ય છે. દ્રવિડ શૈલીના મુખ્ય પ્રણેતા મય ગણાય છે. આ શૈલીનો મુખ્ય ગ્રંથ ‘માનસાર’ છે.…
વધુ વાંચો >શિવાનંદ સ્વામી
શિવાનંદ સ્વામી (જ. 8 સપ્ટેમ્બર 1887, પટ્ટામડાઈ; અ. 14 જુલાઈ 1963, હૃષીકેશ) : આધ્યાત્મિક સાધક અને ‘દિવ્ય જીવન સંઘ’ના સ્થાપક. શિવાનંદ સ્વામીનું મૂળ નામ કુપ્પુસ્વામી અય્યર. તેમનો જન્મ તમિલનાડુના તેરૂનેલવેલી નજીક પટ્ટામડાઈ ગામમાં બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. માતાનું નામ પાર્વતી અમ્મલ અને પિતાનું નામ વેંગુ અય્યર. પિતા ભગવાન શંકરના ભક્ત.…
વધુ વાંચો >શેખ, વજીહુદ્દીનનો રોજો
શેખ, વજીહુદ્દીનનો રોજો : અમદાવાદમાં ખાનપુર વિસ્તારમાં આવેલું મુઘલકાલીન સ્થાપત્ય. મૌલાના વજીહુદ્દીન સૂફી સંત હતા. તેઓ ચાંપાનેરના વતની હતા અને 1537થી અમદાવાદ આવી વસ્યા હતા. તેમણે અહીં મદરેસા સ્થાપી હતી. તેઓ ‘અલવી’ના ઉપનામે સાહિત્ય-રચના પણ કરતા. 1589માં તેમનું અવસાન થતાં તેમના નિવાસ પાસે જ તેમને દફનાવવામાં આવ્યા હતા. ગુજરાતના તત્કાલીન…
વધુ વાંચો >