થૉમસ પરમાર
વિમાન (શિખર દેવસ્થાનનો ભાગ)
વિમાન (શિખર દેવસ્થાનનો ભાગ) : મંદિરમાં ટાવર જેવું જણાતું બાંધકામ. ટૂંકમાં મંદિરનું શિખર. નાગર, દ્રાવિડ અને વેસર-શૈલીનાં મંદિરોમાં તે જોવા મળે છે. ઉત્તર અને દક્ષિણ ભારતનાં હિંદુ તથા જૈન મંદિરોનું એ વિશિષ્ટ લક્ષણ છે. ગુપ્તકાલીન સ્થાપત્યમાં તે સુશોભનાત્મક તત્વ (motif) હોવાનું જણાય છે. કુમારગુપ્તના ઈ. સ. 437-38ના મંદસોરના લેખમાં મંદસોર…
વધુ વાંચો >વિરૂપાક્ષનું મંદિર, પટ્ટાડક્કલ
વિરૂપાક્ષનું મંદિર, પટ્ટાડક્કલ : કર્ણાટકમાં આવેલું ચાલુક્ય-શૈલીનું મંદિર. આ મંદિર કાંચીપુરમના કૈલાસનાથના મંદિરને મળતું આવે છે. ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય બીજાએ પલ્લવો પર વિજય મેળવ્યો તે ભવ્ય પ્રસંગની યાદમાં તેની બે રાણીઓએ આ મંદિર લગભગ ઈ. સ. 740ની આસપાસ બંધાવ્યું હતું. આ મંદિરનું મૂળ નામ લોકેશ્વર હતું. ગર્ભગૃહને ફરતો પ્રદક્ષિણાપથ છે.…
વધુ વાંચો >વિલા (villa)
વિલા (villa) : રોમન સ્થાપત્યમાં જમીનમાલિકનું રહેઠાણ અથવા ગ્રામીણ વિસ્તારમાં ખેતરની જગ્યાએ આવેલી એસ્ટેટ. રેનેસાંસ-સ્થાપત્યમાં તે ગ્રામીણ મકાન ગણાતું. લગભગ ઓગણીસમી સદીમાં ઇંગ્લૅન્ડમાં કુટુંબ બહારની વ્યક્તિ માટે અલાયદું મકાન ગણવામાં આવતું. આવું મકાન સામાન્ય રીતે નગરની બહાર રાખવામાં આવતું. આધુનિક સ્થાપત્યમાં વિલાને એક નાનું અલાયદું મકાન માનવામાં આવે છે. શહેરીકરણને…
વધુ વાંચો >વિશ્વરૂપ વિષ્ણુ
વિશ્વરૂપ વિષ્ણુ : વિષ્ણુનું વિશ્વરૂપ દર્શનનું આ સ્વરૂપ ઋગ્વેદના પુરુષસૂક્તના ‘सहस्रशीर्षपुरुषः’ને અથવા ભગવદ્ગીતાના શ્રીકૃષ્ણના વિશ્વરૂપ દર્શનને સાકાર કરવાના ખ્યાલમાંથી ઉદ્ભવ્યું હોય તેમ લાગે છે. આ પ્રકારના શિલ્પમાં વિષ્ણુને ત્રણ મુખવાળા દર્શાવવામાં આવે છે. વચ્ચેનું મુખ મનુષ્યનું, ડાબી બાજુનું સિંહનું અને જમણી બાજુનું મુખ વરાહનું હોય છે. વિશ્વરૂપ વિષ્ણુની બે પ્રતિમાઓ…
વધુ વાંચો >વિહાર (સ્થાપત્ય)
વિહાર (સ્થાપત્ય) : બૌદ્ધ સાધુઓને રહેવાનું સ્થાન. ચૈત્યગૃહની પાસે બૌદ્ધ સાધુઓને રહેવા માટે વિહાર, મઠ કે સંઘારામની યોજના કરવામાં આવતી. મોટાભાગના બૌદ્ધ વિહારો પર્વતમાંથી કંડારીને બનાવેલા છે. અર્થાત્ તે શૈલોત્કીર્ણ (rock-cut) છે. ઈ. પૂ. 3જીથી 2જી સદી દરમિયાન પર્વતમાંથી કંડારીને વિહાર બનાવવાની પ્રથા શરૂ થઈ. આ પૂર્વેના વિહારો લાકડામાંથી બનાવવામાં…
વધુ વાંચો >વીરભાન સંત
વીરભાન સંત (ઈ. સ.ની 16મી સદી) : એક હિંદી સંત અને સતનામી પંથના પ્રવર્તક. તેઓ નારનૌલના રહેવાસી હતા. સાધ સંપ્રદાયી ઉદાદાસના તેઓ પટ્ટશિષ્ય હતા. તેમની પદ્યરચના વાણીના નામે સંકલિત કરેલી છે. તેમનાં આનાથી વધારે પદો ‘આદિ-ઉપદેશ’ નામે ગ્રંથમાં સમાવિષ્ટ કરવામાં આવ્યાં છે. તેમાં તે સંપ્રદાયના નીતિનિયમો પણ દર્શાવ્યા છે. પરમેશ્વરને…
વધુ વાંચો >વેદિકા
વેદિકા : સ્તૂપ-સ્થાપત્યનું એક અંગ. સામાન્ય રીતે ‘વેદિકા’નો અર્થ કઠેડો (railing) થાય છે. આ શબ્દનું મૂળ વેદકાલીન ‘વેદી’માં રહેલું છે. યજ્ઞના અગ્નિને ફરતું બાંધકામ વેદી તરીકે ઓળખાય છે. આગળ જતાં આ જ સ્વરૂપ કોઈ પણ ધાર્મિક સ્થાપત્યને ફરતી દીવાલને પણ લાગુ પડ્યું; જેમ કે, રામાયણમાં ચૈત્ય-વૃક્ષને ફરતા કઠેડા માટે પણ…
વધુ વાંચો >વેદી
વેદી : યજ્ઞ સાથે સંકળાયેલું સ્થાપત્ય. ભારતમાં છેક વેદકાલથી યજ્ઞની પરંપરા ચાલી આવી છે. યજ્ઞ કરવામાં આવે ત્યારે સૌપ્રથમ ધાર્મિક વિધિ અને સ્થાપત્યના સિદ્ધાંતો અનુસાર વેદીની રચના કરવામાં આવે છે. વેદીની રચના કરીને તેમાં વિધિવત્ અગ્નિ પ્રગટાવવામાં આવે છે. ભારતનું સૌથી જૂનું સ્થાપત્ય વેદી છે. ભારતીય વાસ્તુકલાનો જન્મ યજ્ઞવેદીમાંથી થયો…
વધુ વાંચો >વૈકુંઠ પેરુમલ્લનું મંદિર
વૈકુંઠ પેરુમલ્લનું મંદિર : તમિલનાડુમાં કાંચીપુરમ્માં આવેલું પલ્લવશૈલીનું મંદિર. આ મંદિર પલ્લવ રાજા નંદિવર્મન્ બીજા(આશરે 717779)એ બંધાવ્યું હતું. ગર્ભગૃહ પરનું તેનું વિમાન તલમાનમાં સમચોરસ અને 18.3 મીટર (60 ફૂટ) ઊંચું છે. સુંદર થરવાળા ઊંચા અધિષ્ઠાન પર ઊભેલું આ મંદિર ગ્રૅનાઇટ પથ્થરમાંથી બાંધેલું છે. નીચેના તલ ભાગે તે સમચોરસ છે, પરંતુ…
વધુ વાંચો >વૉલ્ટ (Vault)
વૉલ્ટ (Vault) : પથ્થર કે ઈંટની કમાન આધારિત છત (roof). બાંધકામની ષ્ટિએ વૉલ્ટના જુદા જુદા પ્રકાર પડે છે. જો કમાનને ઊંડે સુધી લંબાવવામાં આવે તો તે ટનલ (tunnel) જેવી લાગે. આ પ્રકારના વૉલ્ટને બૅરલ (barrel) કે વૅગન (waggon) કે ટનલ વૉલ્ટ કહે છે. જેની પર વૉલ્ટ ઊભું કરેલું હોય છે…
વધુ વાંચો >