જ. પો. ત્રિવેદી
ગૅસોહૉલ
ગૅસોહૉલ : પેટ્રોલ તથા આલ્કોહૉલના મિશ્રણથી બનાવાતું ઇંધન. મોટા ભાગે તેમાં 90 % સીસા વિનાનું પેટ્રોલ તથા 10 % ઇથાઇલ આલ્કોહૉલ હોય છે. ગૅસોહૉલ કાર તથા ટ્રકનાં એન્જિનોમાં ઇંધન તરીકે વપરાય છે. 1970ના અંતભાગમાં પેટ્રોલની અછત વરતાતાં ગૅસોહૉલની વપરાશ વધી. કેટલાક દેશોમાં વાતાવરણમાં પ્રદૂષણ તથા પર્યાવરણના પ્રશ્નો એટલા વિકટ બની…
વધુ વાંચો >ગૉમ્બર્ગ, મોઝીઝ (Gomberg, Moseis)
ગૉમ્બર્ગ, મોઝીઝ (Gomberg, Moseis) (જ. 8 ફેબ્રુઆરી 1866, ઇલિઝાવેટગ્રાટ, રશિયા; અ. 12 ફેબ્રુઆરી 1947, ઍન આર્બર, મિશિગન, યુ.એસ.) : રસાયણશાસ્ત્રમાં મુક્ત મૂલકો(free radicals)ના આદ્ય સંશોધક અને જન્મે રશિયન પણ અમેરિકન રસાયણવિદ. તેમણે મુક્ત મૂલકોના અભ્યાસનો પ્રારંભ કર્યો અને 1900માં સૌપ્રથમ પ્રમાણભૂત મુક્ત મૂલક ટ્રાઇફિનાઇલ મેળવ્યો. તેમના પિતાની ઝારવિરોધી ચળવળના કારણે…
વધુ વાંચો >ગોળ
ગોળ : શેરડી, તાડ વગેરેમાંથી મેળવાતા રસને ઉકાળીને ઠંડો પાડવાથી મળતો મિષ્ટ ઘન પદાર્થ. ગોળ તથા ખાંડ તૈયાર કરવાની ક્રિયા ભારતમાં પ્રાચીન કાળથી જાણીતી છે. ગોળ તૈયાર કરવાની રીતનો વાજસનેયી સંહિતા, અથર્વવેદ વગેરે વેદકાલીન ગ્રંથોમાં ઉલ્લેખ છે. સમ્રાટ ચંદ્રગુપ્તના દરબારમાં સેલ્યુકસના વકીલ મૅગેસ્થેનિસે ઈ. સ. પૂ. 40ના અરસામાં ‘કેસરી રંગના…
વધુ વાંચો >ગ્મેલિન લિયો પોલ્ડ (ગુહ-મેલિન)
ગ્મેલિન લિયો પોલ્ડ (ગુહ-મેલિન) (જ. 2 ઑગસ્ટ 1788, ગોટિંજન, જર્મની; અ. 13 એપ્રિલ 1853, હાઇડલબર્ગ, જર્મની) : જર્મન રસાયણશાસ્ત્રી. હાઇડલબર્ગના રસાયણ તથા ઔષધવિજ્ઞાન-(medicine)ના પ્રાધ્યાપક. તેમણે પોટૅશિયમ ફેરિસાઇનાઇડ નામનું અકાર્બનિક લવણ સૌપ્રથમ શોધ્યું હતું. આ ઉપરાંત ખનિજશાસ્ત્ર ઉપર પણ તેમણે લેખો લખ્યા છે. વળી તેમણે પાચનક્રિયા, પિત્તાશય, (gall bladder) તથા રક્ત…
વધુ વાંચો >ગ્રીઝ
ગ્રીઝ : જાનવરોનાં અંગઉપાંગમાંથી કાઢેલ અખાદ્ય ચરબી અથવા પેટ્રોલમાંથી મેળવેલું કે સંશ્લેષણ દ્વારા મેળવેલું પ્રગાઢક (thickening agent) ઉમેરેલું તેલ. ગ્રીઝનો વિશાળ સમૂહ મુખ્યત્વે ત્રણ વિભાગમાં વહેંચી શકાય : (ક) ખનિજતેલ તથા ઘન ઊંજણોનું મિશ્રણ; (ખ) મીણ, ચરબી, રાળ (resin), તેલ તથા પિચનાં વિવિધ મિશ્રણો, (ગ) સાબુ ઉમેરી ઘટ્ટ બનાવેલ ખનિજતેલ.…
વધુ વાંચો >ગ્રીન્યાર (Grignard) પ્રક્રિયકો
ગ્રીન્યાર (Grignard) પ્રક્રિયકો : આલ્કિલ કે ઍરાઇલ હેલાઇડનાં મૅગ્નેશિયમ સાથે બનતાં કાર્બ-મૅગ્નેશિયમ હેલાઇડ સંયોજનો. વિક્ટર ગ્રીન્યારે આ પ્રક્રિયકો શોધ્યા તથા સંશ્લેષણ માટે વાપર્યા. તેના વ્યાપક ઉપયોગ માટે તેમને 1912નો નોબેલ પુરસ્કાર મળેલો. ગ્રીન્યાર પ્રક્રિયકો વિવિધ પ્રક્રિયામાં સાવચેતીપૂર્વક વાપરી શકાય તેટલા સ્થાયી છે. તેમનું સામાન્ય સૂત્ર R – Mg – X …
વધુ વાંચો >ગ્રીન્યાર પ્રક્રિયા
ગ્રીન્યાર પ્રક્રિયા : આલ્ડિહાઇડ તથા કીટોનમાં ગ્રીન્યાર પ્રક્રિયકની યોગશીલ પ્રક્રિયા. આ પ્રક્રિયામાં ફૉર્માલ્ડિહાઇડ દ્વારા પ્રાથમિક આલ્કોહૉલ, અન્ય આલ્ડિહાઇડ દ્વારા દ્વિતીયક આલ્કોહૉલ તથા કીટોન દ્વારા તૃતીયક આલ્કોહૉલ બને છે. આ પ્રક્રિયાનો ખૂબ જ વ્યાપક ઉપયોગ થાય છે અને બધા પ્રકારનાં આલ્કોહૉલ સંયોજનો આ રીતે બનાવી શકાયાં છે. ઉપરના સમીકરણમાં R આલ્કિલ…
વધુ વાંચો >ગ્રીન્યાર, વિક્ટર
ગ્રીન્યાર, વિક્ટર (જ. 6 મે 1871, ચેસ્બર્ગ ફ્રાન્સ; અ. 13 ડિસેમ્બર 1935, લિયોં) : ગ્રીન્યાર પ્રક્રિયકની શોધ માટે રસાયણવિજ્ઞાનનો 1912નો નોબેલ પુરસ્કાર (પૉલ સૅબેત્યેર સાથે) મેળવનાર ફ્રેન્ચ રસાયણજ્ઞ. કાર્બ-મૅગ્નેશિયમ સંયોજનોના તેમના સંશોધનકાર્યે કાર્બનિક રસાયણમાં સંશોધનની નવી ક્ષિતિજો ખોલી. 1898માં તેમણે ફિલિપ બાર્બ્યેના વિદ્યાર્થી તરીકે આલ્કાઇલ ઝિંક સંયોજનોનો અભ્યાસ શરૂ કર્યો.…
વધુ વાંચો >ગ્રૅફાઇટ (રસાયણશાસ્ત્ર)
ગ્રૅફાઇટ (રસાયણશાસ્ત્ર) : કાર્બનનું ઓછા દબાણવાળું બહુરૂપક (polymorph). કાર્બનનાં બે સ્વરૂપો છે : ઓછા દબાણવાળા સ્વરૂપને ગ્રૅફાઇટ તથા ઊંચા દબાણવાળા સ્વરૂપને હીરો (diamond) કહે છે. ગ્રૅફાઇટનાં અનેક પ્રકારનાં અલભ્ય બહુરૂપકો હવે બનાવી શકાયાં છે. ઉલ્કાઓમાં પણ આવાં સ્વરૂપો મળી આવ્યાં છે. કાર્બનનાં ઉપર દર્શાવેલાં બંને સ્વરૂપો વચ્ચેનો ભેદ નોંધપાત્ર છે.…
વધુ વાંચો >ગ્રેહામ, ટૉમસ
ગ્રેહામ, ટૉમસ (જ. 20 ડિસેમ્બર 1805, ગ્લાસગો; અ. 11 સપ્ટેમ્બર 1869, લંડન) : કલિલ (colloid) રસાયણના પિતા ગણાતા બ્રિટિશ રસાયણશાસ્ત્રી. પિતાની ઇચ્છા વિરુદ્ધ ગ્લાસગો અને એડિનબર્ગમાં વિજ્ઞાનનો અભ્યાસ કરી ગ્રેહામે રસાયણવિજ્ઞાની બનવાનું પસંદ કર્યું. પરિણામે પિતાએ આર્થિક સહાય બંધ કરી દીધી. આજીવિકા માટે તેમણે લખવાનું અને ભણાવવાનું શરૂ કર્યું. તેઓ…
વધુ વાંચો >