જ. પો. ત્રિવેદી

કાર્વોન (carvone)

કાર્વોન (carvone) : ફુદીનો (spearmint) તથા શાહજીરું(caraway)ના તેલમાંનો એક પદાર્થ. સુવા(dill)ના બીજમાંના તેલમાં પણ તે મળી આવે છે. સૂત્ર C10H14O. તે કીટોન પ્રકારનું સંયોજન છે. બંધારણીય સૂત્ર નીચે પ્રમાણે છે : અણુભાર 150.22. તે દ્વિબંધ ધરાવતું એકચક્રીય સંયોજન છે. ફૉસ્ફોરિક ઍસિડ સાથે ગરમ કરવાથી તેમાંથી કાર્વાક્રૉલ (carvacrol) નામનું સંયોજન બને…

વધુ વાંચો >

કિરાલિટી

કિરાલિટી (chirality) : રાસાયણિક સંયોજનોનો ધ્રુવીભૂત પ્રકાશના તળને ડાબી અને જમણી બાજુએ ઘુમાવવાનો [(વામાવર્તી, left-handed/laevorotatory) અને (right-handed/dextroro-tatory)] સંરચનાકીય ગુણધર્મ. આવાં સંયોજનો અસમમિત પરમાણુ (મુખ્યત્વે કાર્બનનો) ધરાવતાં હોઈ પ્રકાશક્રિયાશીલતા દર્શાવે છે. અવકાશવિન્યાસ રસાયણ(stereochemistry)માં કિરાલિટી અગત્યનો ગુણ ગણાય છે. જે અણુઓ કિરાલ હોય તેઓ એકબીજાના પ્રતિબિંબરૂપ હોય છે અને એક સંરચનાનું તેના…

વધુ વાંચો >

કૅનામાઇસીન

કૅનામાઇસીન : ક્ષય તથા ગ્રામ-પૉઝિટિવ, ગ્રામ-નેગેટિવ જીવાણુઓ સામે અસરકારક પ્રતિજીવીઓનો સમૂહ. જાપાનના નાગારોવ પ્રાંતની જમીનના ખેડાણરૂપ સંવર્ધ(culture-broth)માં રહેલા સ્ટ્રેપ્ટોમાઇસસ કૅનામાઇસેટીન નામના જીવાણુઓમાંથી 1957માં ઉમેઝાવા નામના વૈજ્ઞાનિકે આ સમૂહ શોધી કાઢ્યો. કૅનામાઇસીન A, B તથા C એમ ત્રણ પ્રકારના જાણીતા છે. આયન-વિનિમય તથા પેપર વર્ણપટથી આ પ્રકારો શોધવામાં આવ્યા. તેના ઘટકો…

વધુ વાંચો >

કૅન્થૅરિડિન

કૅન્થૅરિડિન : કૅન્થૅરિડીઝ પ્રકારના કીટકના ડંખમાં રહેલો મુખ્ય રાસાયણિક ઘટક. મધ્ય તથા દક્ષિણ યુરોપમાં થતી લીટા વેસિકાટૉરિયા અથવા સ્પેનિશ માખી નામના જંતુના ડંખમાંથી નીકળતા કૅન્થેરિડીઝ નામના દ્રવ્યમાં 0.6થી 1 % કૅન્થેરિડિન હોય છે જે ચામડી પર ખંજવાળ અને ફોલ્લા કરે છે. સ્પેનિશ માખીનો તે કામોત્તેજક (aphrodisiac) પદાર્થ છે. રાસાયણિક નામ…

વધુ વાંચો >

કેબલ

કેબલ : રેસાના કે ધાતુના તારના ખૂબ જ મજબૂતાઈવાળા તાંતણા (strands) ગૂંથીને તૈયાર કરેલું દોરડું. તે પુલને ટેકો આપવા, કેબલ-કાર સાથે જોડવા, જહાજને ધક્કા સાથે જોડવા, ભારે વાહનો તથા સાધનોને ખેંચવા તથા બાંધકામમાં વાપરવામાં આવે છે. સંચારણ (transmission) કેબલ વિદ્યુતવહન માટે અથવા સંકેત-સંચારણ (communication signals) માટે વપરાય છે. ટેકા માટે…

વધુ વાંચો >

કૅરોટીન

કૅરોટીન : સજીવ સૃષ્ટિમાં રંજકદ્રવ્યો તરીકે મળી આવતાં ચરબીદ્રાવ્ય કાર્બનિક સંયોજનો. તે લીલકણો, ગાજર, (ગાય, ઊંટ જેવાનું) દૂધ, માખણ અને ઈંડાની જરદી જેવામાં મહત્વના ઘટકરૂપે મળી આવે છે. કૅરોટીનનું પ્રમાણસૂત્ર C40H56 હોય છે અને તેના સમઘટકો તરીકે a, b, g તથા d સ્વરૂપો આવેલાં હોય છે. આમાં b-કૅરોટીન વધુ અગત્યનું…

વધુ વાંચો >

કેરોસીન

કેરોસીન : પૅરાફિન, પૅરાફિન તેલ અથવા કોલસાના તેલ તરીકે પણ ઓળખાતું, જ્વલનશીલ, રંગહીન અથવા આછો પીળો રંગ અને લાક્ષણિક વાસ ધરાવતું તૈલી પ્રવાહી. તે ફાનસ, સ્ટવ, જેટ એન્જિનો વગેરેમાં બળતણ તરીકે અને કીટનાશકો બનાવવા માટે આધાર (base) તરીકે વપરાય છે. 1850ના અરસામાં ડામર (coal tar) અને શેલ તેલ(shale oil)માંથી તેનું…

વધુ વાંચો >

કૅલેમાઇન બ્રાસ (પિત્તળ)

કૅલેમાઇન બ્રાસ (પિત્તળ) : તાંબાના ટુકડાઓને કોલસા તથા ઝિંક અયસ્ક (કૅલેમાઇન અથવા સ્મિથસોનાઇટ) સાથે બંધ મૂસમાં લાલચોળ થાય તેટલા ગરમ કરતાં બનતી મિશ્ર ધાતુ. આ ગરમ કરવાની પ્રક્રિયા દરમિયાન અયસ્કનું ઝિંક બાષ્પમાં પરિવર્તન થઈને તે તાંબામાં પ્રસારિત (diffuse) થાય છે. એશિયા માઇનોરમાં આ વિધિ શોધાઈ હોવાનું મનાય છે. પિત્તળના ઉત્પાદનની…

વધુ વાંચો >

કૅલોમલ ધ્રુવ

કૅલોમલ ધ્રુવ : અજ્ઞાત અથવા દર્શક (indicator) વીજધ્રુવનો વિભવ (potential) માપવા માટે પ્રમાણભૂત હાઇડ્રોજન વીજધ્રુવની અવેજીમાં વપરાતો દ્વિતીયક સંદર્ભ વીજધ્રુવ. તે ધાતુ-અલ્પદ્રાવ્ય ક્ષાર પ્રકારનો પ્રતિવર્તી વીજધ્રુવ છે અને તેમાં મર્ક્યુરી (Hg) ધાતુ કૅલોમલ (મર્ક્યુરસ ક્લોરાઇડ, Hg2Cl2) વડે સંતૃપ્ત કરેલા પોટૅશિયમ ક્લોરાઇડ(KCl)ના દ્રાવણના સંપર્કમાં રહેલી હોય છે. આ માટે મર્ક્યુરી, કૅલોમલ…

વધુ વાંચો >

કૅવેન્ડિશ – હેન્રી સર

કૅવેન્ડિશ, હેન્રી સર (જ. 10 ઑક્ટોબર 1731, નીસ, ફ્રાન્સ; અ. 24 ફેબ્રુઆરી 1810, લંડન) : અંગ્રેજ ભૌતિકશાસ્ત્રી તેમજ રસાયણશાસ્ત્રી લૉર્ડ ચાર્લ્સ કૅવેન્ડિશના પુત્ર. 1742થી 1749 સુધી હૅકનીની શાળામાં અભ્યાસ કરી, 1749માં કેમ્બ્રિજના પીટરહાઉસમાં દાખલ થયા; પરંતુ સ્નાતકની પદવી મેળવ્યા વગર જ તે છોડી દીધું. હાઇડ્રોજન વાયુ કે જ્વલનશીલ (inflammable) હવાની…

વધુ વાંચો >