જ. પો. ત્રિવેદી

ઍસેટિલીન (acetylene)

ઍસેટિલીન (acetylene) : ત્રિબંધયુક્ત (triple bond) અસંતૃપ્ત હાઇડ્રૉકાર્બન. સમાનધર્મી (homologus) શ્રેણી ઇથાઇનનું પ્રથમ સભ્ય. તેનું શાસ્ત્રીય નામ પણ ઇથાઇન છે. સૂત્ર CH ≡ CH; અ. ભાર 26.04; રંગવિહીન, લાક્ષણિક વાસવાળો, સળગી ઊઠે તેવો વાયુ; ગ.બિં. 820 સે.; ઉ.બિં. 840 સે.; હવા સાથે 2.3 %થી 80 % ઍસેટિલીનનું મિશ્રણ વિસ્ફોટક હોય…

વધુ વાંચો >

ઍસ્કોર્બિક ઍસિડ

ઍસ્કોર્બિક ઍસિડ : વિટામિન ‘સી’ તરીકે ઓળખાતું અગત્યનું કાર્બનિક સંયોજન. અણુસૂત્ર C6H8O6. ખલાસીઓને લાંબી સફર દરમિયાન લીલાં શાકભાજી કે ફળો નહિ મળવાને કારણે સ્કર્વી નામનો રોગ થતો. આના ઉપચાર તરીકે નારંગી અને લીંબુ અસરકારક છે તેમ 1953માં હોકિન્સે શોધી કાઢ્યું. 1911માં ફુંકે સ્કર્વી અટકાવનાર તરીકે ખોરાકના એક ઘટકની કલ્પના કરી.…

વધુ વાંચો >

એસ્ટ્રોન

એસ્ટ્રોન (estrone અથવા oestrone) : સ્ત્રીજાતીય સ્ટેરોઇડ હોર્મોન. સસ્તનોમાં ઋતુચક્ર (menstruation) સાથે સંકળાયેલ એસ્ટ્રોજન સમૂહના અઢાર કાર્બન (C18) ધરાવતા ત્રણ હોર્મોન છે : એસ્ટ્રોન, એસ્ટ્રિયોલ અને એસ્ટ્રાડાયોલ. છેલ્લો પદાર્થ સૌથી વધુ ક્રિયાશીલ હોય છે. બાકીના તેના ચયાપચયી (metabolites) હોવાની શક્યતા છે. સસ્તનોમાં અંડાશય, અધિવૃક્ક પ્રાંતસ્થા (adrenal cortex), ઓર અને વૃષણમાં…

વધુ વાંચો >

ઑક્ટેન-આંક

ઑક્ટેન-આંક : ગૅસોલીનના અપસ્ફોટરોધી (antiknock) ગુણધર્મ માપવાનો યાર્દચ્છિક માપદંડ. અંતર્દહન એન્જિનમાં હવા અને ગૅસોલીનની બાષ્પના મિશ્રણને દબાવીને તેનું વિદ્યુત-તણખા વડે દહન કરવામાં આવે છે. આ દહનમાં અનિયમિતતા થતાં ગડગડાટ થાય છે અને યંત્ર ધ્રુજારી અનુભવે છે. આ પરિસ્થિતિ અપસ્ફોટન તરીકે ઓળખાય છે અને તે એન્જિનના સિલિન્ડરમાં પેદા કરાતા દબાણ ઉપર…

વધુ વાંચો >

ઑક્સોનિયમ આયન

ઑક્સોનિયમ આયન : કેન્દ્રસ્થ ઑક્સિજન પરમાણુ ધરાવતો ધનાયન. હાઇડ્રૉક્સોનિયમ આયન (અથવા H3O+) સરળમાં સરળ ઑક્સોનિયમ આયન છે અને ઍસિડના જલીય દ્રાવણમાં તે હાજર હોય છે. આ આયનયુક્ત ધન ક્ષારો મેળવી શકાય છે. કેટલાંક પ્રાથમિક અને દ્વિતીયક આલ્કોહૉલનું નિર્જલીકરણ (dehydration) સમજાવવા માટે વ્હિટમોરે આલ્કોહૉલમાંથી પ્રોટોની-કરણ(protonation)માં ઑક્સોનિયમ આયનના નિર્માણની કલ્પના કરી હતી.…

વધુ વાંચો >

ઓલાહ, જૉર્જ ઍન્ડ્રુ

ઓલાહ, જૉર્જ ઍન્ડ્રુ (Olah, George Andrew) (જ. મે 22 1927, બુડાપેસ્ટ, હંગેરી; અ. 8 માર્ચ 2017, બેવર્લી હિલ્સ, કેલિફોર્નિયા, યુ. એસ.) : 1994નો નોબેલ પુરસ્કાર જીતનાર હન્ગેરિયન – અમેરિકન રસાયણવિદ. જૉર્જ ઓલાહના પ્રાથમિક શિક્ષણ દરમિયાન તેમને ભાષા તથા ઇતિહાસમાં રસ હતો, પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ બાદના હંગેરીમાં આ વિષયો સાથે નિપુણ…

વધુ વાંચો >

ઔષધનિર્માણ ઉદ્યોગ

ઔષધનિર્માણ ઉદ્યોગ ભારતમાં ઔષધનિર્માણ ઉદ્યોગ : ભારતમાં સરકારી આંકડા મુજબ હાલ 20,000 કરતાં વધુ કંપનીઓ ઔષધનિર્માણક્ષેત્રે સક્રિય છે. જોકે ઔષધનિર્માણ-ઉદ્યોગના સંઘમાં 8,000 જેટલી કંપનીઓ સભ્યપદ ધરાવે છે. ભારત સરકારે 24 રાજ્યોમાં જે કંપનીઓને ઔષધનિર્માણ માટે લાઇસન્સ આપેલાં છે. તેમાં 12,526 કંપનીઓ દવાઓ બનાવે છે; 4,354 કંપનીઓ ફૉર્મ્યુલેશન્સ બનાવે છે અને…

વધુ વાંચો >

ઔષધો

ઔષધો : મનુષ્યો કે પ્રાણીઓમાં રોગના નિદાન અને તેના ઉપચાર માટે વપરાતા કે રોગનિરોધી (prophylactic) ગુણો ધરાવતા પદાર્થો. ઔષધિની વ્યુત્પત્તિ ‘ओषं रूजं धयति इति औषधि:’ કરવામાં આવી છે. ઔષધોનો ઉપયોગ રોગ દ્વારા થતાં શારીરિક કે માનસિક દુ:ખ, વેદના, દર્દ અથવા તકલીફ ઓછી કે દૂર કરવા માટે થાય છે. ઐતિહાસિક :…

વધુ વાંચો >

કાર્બ-એનાયન (કાર્બ-ઋણાયન carbanion)

કાર્બ-એનાયન (કાર્બ-ઋણાયન, carbanion) : ઋણ વીજભાર ધરાવતા મધ્યવર્તીઓ. તેનાં મધ્યસ્થ કાર્બન ઉપર ત્રણ કાર્બનિક સમૂહો તથા આઠ ઇલેક્ટ્રૉન હોય છે. C-H, C-હેલોજન, C-ધાતુ અને C-C બંધના વિખંડન(cleavage)માં કાર્બ-એનાયન બનતાં હોય છે. H-CX3 ↔ H+ + C આ ઋણાયન શક્ય હોય તો સંસ્પંદન (resonance) દ્વારા સ્થાયિત્વ મેળવે છે. આ ઋણાયનમાંના કાર્બનનું…

વધુ વાંચો >

કાર્બ-નાઇટ્રોજન સંયોજનો

કાર્બ-નાઇટ્રોજન સંયોજનો : NH3ના હાઇડ્રોજન પરમાણુઓનું કાર્બનિક સમૂહ વડે વિસ્થાપન થવાથી મળતાં સંયોજનો. આથી ઘણાં કાર્બ-નાઇટ્રોજન સંયોજનોને બંધારણીય ર્દષ્ટિએ એમોનિયાનાં સંયોજકો ગણાવી શકાય. NH3માં ત્રણ વિસ્થાપનશીલ હાઇડ્રોજન હોવાથી તે દ્વારા મળતાં સંયોજનો નીચેના કોષ્ટકમાં દર્શાવ્યાં છે. ઍમાઇન્સ : એલિફેટિક ઍમાઇન્સ  એમોનિયાનાં વિસ્થાપન સંયોજનો છે. એમોનિયાને બદલે ઍમાઇન વાપરીને તેનાં નામ…

વધુ વાંચો >