જ. ચં. વોરા

આર્સેનાઇડ

આર્સેનાઇડ (Arsenide) : ધાતુ સાથેનાં આર્સેનિક(As)નાં સંયોજનો. દા.ત., ઝિંક આર્સેનાઇડ, Zn3As2. એક અથવા વધુ ધાતુઓ આર્સેનિક સાથેનાં સંયોજનો રૂપે કુદરતમાં દુર્લભ ખનિજો તરીકે મળી આવે છે. દા.ત., નિકોલાઇટ (NiAs), સ્કુટેરુડાઇટ (CoAs3), સ્મેલ્ટાઇટ (Co, Ni)As3-x, લોલિંગાઇટ (FeAs2) વગેરે. આર્સેનાઇડ સંયોજનો અષ્ટફલકીય (octahedral) અથવા ચતુષ્ફલકીય (tetrahedral) પ્રકારની સંરચના ધરાવે છે. પ્રથમ પ્રકારમાં…

વધુ વાંચો >

આર્સેનિક

આર્સેનિક : આવર્તક કોષ્ટકના 15મા (અગાઉના VA) સમૂહનું અર્ધધાત્વિક (semimetallic) રાસાયણિક તત્ત્વ. સંજ્ઞા As. નાઇટ્રોજન, ફૉસ્ફરસ, ઍન્ટિમની અને બિસ્મથ તેના સહસભ્યો છે. સંયોજનો રૂપે તે ઈ. પૂ. ચોથા સૈકા પહેલાં જાણીતું હોવા છતાં જે. સ્કૉડરે તેને 1649માં અલગ પાડ્યું ત્યાં સુધી આ તત્વની બરાબર ઓળખ થઈ ન હતી. આ અગાઉ…

વધુ વાંચો >

આવર્તક કોષ્ટક

આવર્તક કોષ્ટક (periodic table) : રાસાયણિક તત્વોની તેમની સંજ્ઞા રૂપે (ભૌમિતિક ભાતમાં) એવી ગોઠવણી કે જે આવર્તક નિયમને પ્રતિબિંબિત કરે અને જેમાં વિવિધ આવર્તો(periods)માંના સરખા ગુણધર્મોવાળાં તત્વો એક સમૂહમાં ગોઠવાયેલાં હોય. કોષ્ટકમાં તત્વોને તેમના પરમાણુભાર (હવે પરમાણુક્રમાંક) પ્રમાણે આવર્ત (period) તરીકે ઓળખાતી આડી હારો અને સમૂહ (group) તરીકે ઓળખાતા ઊભા…

વધુ વાંચો >

ઇટર્બિયમ

ઇટર્બિયમ (Yb, Ytterbium) : આવર્તક કોષ્ટકના III B (સંક્રાંતિ) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. તે વિરલ પાર્થિવ (rare earth) તત્વોના કુટુંબનું દ્વિસંયોજકતા દર્શાવતું સભ્ય છે. 1878માં જે. સી. જી. મેરિગ્નાકે સૌપ્રથમ આ તત્વના ઑક્સાઇડને અલગ પાડ્યો હતો. 1907માં ઊર્બાં અને વેલ્સબેકે સાબિત કર્યું કે આ ઑક્સાઇડ બે તત્ત્વોના ઑક્સાઇડનું મિશ્રણ છે. આ…

વધુ વાંચો >

ઇટ્રિયમ

ઇટ્રિયમ (Yttrium, Y) : આવર્તક કોષ્ટકનું IIIB (સંક્રાંતિ) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. 1794માં જોહાન ગેડોલિને ઇટર્બિગામ(સ્વીડન)માંથી મળેલ ખનિજમાંથી એક નવીન મૃદા (earth) ધાતુ-ઑક્સાઇડ અલગ પાડી. આ સૌપ્રથમ મળેલ વિરલ મૃદાનો નમૂનો હતો. સો વર્ષના ગાળામાં આમાંથી 9 તત્વો શોધી કાઢવામાં આવ્યાં હતાં. (સ્કેન્ડિયમ, ઇટ્રિયમ, ટર્બિયમ, ડિસ્પ્રોશિયમ, હોલ્મિયમ, અર્બિયમ, થુલિયમ, ઇટર્બિયમ અને…

વધુ વાંચો >

ઇન્ડિયમ

ઇન્ડિયમ (In) : આવર્ત કોષ્ટકના 13મા (અગાઉના III A) સમૂહનું રાસાયણિક તત્વ. જર્મનીમાં ફર્ડિનાન્ડ રાઇશ અને થિયૉડોર રિક્ટરે 1863માં ફ્રાઇબર્ગની ખાણની શાળામાં તેને તત્વ સ્વરૂપમાં મેળવ્યું હતું. તેના ક્ષારો ઘેરા વાદળી રંગની (indigo) જ્યોત આપતા હોઈ તેનું નામ ઇન્ડિયમ પાડવામાં આવ્યું હતું. પૃથ્વીના પોપડામાં તેનું પ્રમાણ દસ લાખ ભાગે 0.2…

વધુ વાંચો >

ઇરિડિયમ

ઇરિડિયમ (Ir) : આવર્તકોષ્ટકના 9મા (અગાઉના VIII A) સમૂહનું રાસાયણિક ધાતુતત્વ. 1804માં અંગ્રેજ રસાયણજ્ઞ સ્મિથ્સન ટેનાન્ટે પ્લૅટિનમ ખનિજના ઍસિડ-અદ્રાવ્ય વિભાગમાં આ તત્વ શોધી કાઢ્યું અને તેનાં સંયોજનોના વિવિધ રંગોને કારણે મેઘધનુષ્યના લૅટિન નામ ‘iris’ ઉપરથી ઇરિડિયમ નામ પાડ્યું. તે કુદરતમાં પ્લૅટિનમ, ઓસ્મિયમ અને સુવર્ણ સાથે મિશ્ર ધાતુ રૂપે કોઈ વાર…

વધુ વાંચો >

ઍક્વા રિજિયા

ઍક્વા રિજિયા : સાંદ્ર નાઇટ્રિક ઍસિડનું તેનાથી ત્રણથી ચારગણા સાંદ્ર હાઇડ્રૉક્લૉરિક ઍસિડ સાથેનું મિશ્રણ. તે સુવર્ણ અને પ્લેટિનમ જેવી ઉમદા ધાતુઓને ઓગાળી શકતું હોઈ તેનું આ નામ પાડવામાં આવ્યું છે. (તેનો અર્થ ‘શાહી પાણી’ થાય છે.) તેને અમ્લરાજ પણ કહે છે. આ મિશ્રણના પ્રબળ ઉપચાયક (oxidising) ગુણોનું કારણ નાઇટ્રોસિલ ક્લોરાઇડ…

વધુ વાંચો >

ઍન્ટિમની

ઍન્ટિમની (Sb) : આવર્ત કોષ્ટકના 15માં અગાઉના VB સમૂહનું ધાતુતત્વ. ખાલ્ડિયન સંસ્કૃતિના ઈ. પૂ. 4000ના અરસાના પુરાવશેષોમાં ઍન્ટિમની ધાતુનું વાવકૂવામાંથી પાણી કાઢવાનું વાસણ મળી આવ્યું છે, સુરમો (ઍન્ટિમની સલ્ફાઇડ) પ્રાચીન સમયમાં આંખના અંજન તરીકે વપરાશમાં હતો. 13મા સૈકામાં ‘ઍન્ટિમોનિયમ’ શબ્દનો ઉપયોગ સૌપ્રથમ જીબરે (Geber) કર્યાનો ઉલ્લેખ છે. ઍન્ટિમની સલ્ફાઇડ સ્ટિબ્નાઇટના…

વધુ વાંચો >

ક્વૉન્ટમ ક્રમાંકો

ક્વૉન્ટમ ક્રમાંકો : કોઈ પણ પરમાણુ અથવા અવપરમાણુ (subatomic) કણની ભૌતિક પ્રણાલીનું લક્ષણ નક્કી કરવા માટે જરૂરી પૂર્ણાંક અથવા અર્ધપૂર્ણાંક કિંમત દર્શાવતી પૃથક (discrete) સંખ્યાઓ. ક્વૉન્ટમ ક્રમાંક સામાન્યપણે ઊર્જા, દ્રવ્યવેગ, વિદ્યુતભાર, બેરિયૉન સંખ્યા, લૅપ્ટૉન સંખ્યા જેવા પૃથક ક્વૉન્ટિત (quantized) અને સંરક્ષિત (conserved) ગુણધર્મોનો નિર્દેશ કરે છે. પરમાણુઓમાં ઇલેક્ટ્રૉન નાભિ(કેન્દ્ર)થી જુદા…

વધુ વાંચો >