જૈમિન વિ. જોશી

ફિલિકેલ્સ

ફિલિકેલ્સ ત્રિઅંગી વનસ્પતિઓના ફિલિકોફાઇટા વિભાગનું હંસરાજ(fern)ની જાતિઓનું બનેલું એક વિશાળ ગોત્ર. આ ગોત્રમાં અર્વાચીન ત્રિઅંગીઓની 95%થી વધારે જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે 234થી 298 જેટલી પ્રજાતિઓ અને લગભગ 9000 જેટલી જાતિઓ ધરાવે છે. આ ગોત્રની જાતિઓ શાકીયથી માંડી વૃક્ષ સ્વરૂપની અને ભૌમિક હોય છે. તે ભેજવાળાં વનમાં ભૌમ-વનસ્પતિસમૂહ(ground-vegetation)નો એક…

વધુ વાંચો >

બિગોનિયા

બિગોનિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા બિગોનિયેસી કુળની એક માંસલ, કંદિલ (tuberosus) અથવા પ્રકંદી (rhizomatous) શોભન પ્રજાતિ. તે બહુવર્ષાયુ શાકીય કે ઉપક્ષુપ (undershrub) જાતિઓ છે; જે ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલી છે અને મુખ્યત્વે અમેરિકામાં થાય છે. વિશ્વભરમાં તેની 600 જેટલી જાતિઓ નોંધાયેલી છે. ભારતમાં તેની લગભગ 80 જેટલી…

વધુ વાંચો >

બ્યુટોમસ

બ્યુટોમસ : વનસ્પતિઓના એકદળી વર્ગમાં આવેલા બ્યુટોમેસી કુળની એક પ્રજાતિ. પહેલાં આ પ્રજાતિને એલિસ્મેટેસી કુળમાં મૂકવામાં આવી હતી. આધુનિક વર્ગીકરણ-વિજ્ઞાનીઓ આ પ્રજાતિને Tenagocharis તરીકે ઓળખાવે છે. તેનું જૂનું નામ Butomopsis પણ છે. બ્યુટોમસની સમગ્ર વિશ્વમાં બે જ જાતિઓ નોંધાઈ છે. તે પૈકી Butomus lanceolata syn. Tenagocheris latifolia મુખ્ય છે. તે…

વધુ વાંચો >

બ્રાયેલ્સ

બ્રાયેલ્સ : દ્વિઅંગી વનસ્પતિઓમાં આવેલા વર્ગ બ્રાયોપ્સિડાનું એક ગોત્ર. તેને ઉપવર્ગ બ્રાયિડી તરીકેનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે. ફલીસ્કરે (1902–1922) આ વનસ્પતિ-સમૂહને ગોત્ર તરીકેની કક્ષા આપી હતી; પરંતુ વાનસ્પતિક નામાભિધાનની આંતરરાષ્ટ્રીય આચારસંહિતા (International code of Botanical Nomenclature) યુટ્રેચ્ટ(1956)ની ભલામણ અનુસાર તેને બ્રાયિડી ઉપવર્ગ ગણવામાં આવે છે. આ ઉપવર્ગ લગભગ 650…

વધુ વાંચો >

ભક્ષણ

ભક્ષણ (predation) : ભક્ષક દ્વારા થતી, ભક્ષ્ય પ્રાણીનો પીછો કરી, પકડી અને મારી નાખવાની ક્રિયા. ચિત્તા જેવાં ભક્ષક પ્રાણીઓ એકાકી શિકારી હોય છે. ચિત્તો વૃક્ષની શાખા પર લપાઈને પ્રતીક્ષા કરતો બેસે છે અને નિશ્ચિત ભક્ષ્ય પર તરાપ મારે છે. વરુ જેવાં પ્રાણીઓ સામૂહિક શિકારી પ્રાણીઓ છે. તે તેમના ભક્ષ્ય પ્રાણી…

વધુ વાંચો >

ભૂક્ષરણ

ભૂક્ષરણ (soil erosion) : ભૂમિના ઉપરિ સ્તરની નષ્ટ થવાની ક્રિયા. આ ઉપરિસ્તર કૃષિ માટે આવશ્યક છે. તેની રચના અને ફળદ્રૂપતા પાકની રોપણી અને ઉત્પાદન સાથે સંકળાયેલી છે. વનસ્પતિને જરૂરી ખનિજ તત્વો અને કાર્બનિક પદાર્થો ઉપરિસ્તરમાં આવેલાં હોય છે. તે 3થી 4 ફૂટ સુધી જાડું હોય છે. આ સ્તરને વનસ્પતિનું પોષક…

વધુ વાંચો >

ભૂતલરચના

ભૂતલરચના (physiography) : કોઈ એક વિસ્તારની પૃથ્વીની ભૌતિક ભૂગોળ. તે પૃથ્વીના પોપડાની  રચના અને વર્તણૂક દર્શાવે છે. તેને સ્થળાકૃતિ (topography) પણ કહે છે. જુદા જુદા પ્રદેશોની પૃથ્વીની સપાટી એકસરખી હોતી નથી અને તે કેટલીક અનિયમિતતાઓ દર્શાવે છે. આવાં સ્થળાકૃતિક પરિબળો ભૌગોલિક પ્રદેશની આબોહવામાં વિભિન્નતાઓ પેદા કરી તેના વનસ્પતિસમૂહ પર અસર…

વધુ વાંચો >

ભ્રૂણધારી વનસ્પતિ

ભ્રૂણધારી વનસ્પતિ (Embryophyta) : બે પૈકીમાંની એક વનસ્પતિ-ઉપસૃષ્ટિ (subkingdom). બીજી વનસ્પતિ-ઉપસૃષ્ટિ એકાંગી (Thallophyta) છે. ભ્રૂણધારી વનસ્પતિઓમાં ફલનની પ્રક્રિયાથી ઉદભવતો એકકોષી દ્વિગુણિત (diploid) યુગ્મનજ સમસૂત્રીભાજનો (mitosis) અને વિભેદનો પામી બહુકોષી ભ્રૂણમાં પરિણમે છે. એકાંગી વનસ્પતિઓમાં ભ્રૂણની ઉત્પત્તિ થતી નથી. ભ્રૂણધારી વનસ્પતિ-સમૂહ બાહ્યાકારકીય (morophological), અંત:સ્થ રચનાકીય (anatomical) અને દેહધર્મવિદ્યાકીય (physiological) ઘણાં સામાન્ય…

વધુ વાંચો >

મરાટિયેસી

મરાટિયેસી : ત્રિઅંગી વનસ્પતિઓના ફિલિકોપ્સિડા વર્ગમાં આવેલા ગોત્ર મરાટિયેલ્સનું એક કુળ. તેનો બીજાણુજનક (sporophyte) મૂળ, પ્રકાંડ અને પર્ણો ધરાવે છે. પ્રકાંડ ભૂમિગત ગાંઠામૂળી (rhizome) કે પ્રકંદ (root stock) સ્વરૂપે જોવા મળે છે. પ્રકાંડમાં શ્લેષ્મકીય (mucilaginous) પેશી ઉપરાંત ટૅનિન ધરાવતા કોષો આવેલા હોય છે. તેનાં પર્ણો પીછાંકાર (pinnate), સંયુક્ત (compound) હોય…

વધુ વાંચો >

માર્સિલિયેસી

માર્સિલિયેસી : વનસ્પતિઓના ત્રિઅંગી વિભાગના લેપ્ટોસ્પૉરેન્જિયૉપ્સિડા વર્ગનું જલજ હંસરાજ ધરાવતું એક વિષમ-બીજાણુક (heterosporous) કુળ. આ કુળમાં ત્રણ પ્રજાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે : (1) Marsilea; (2) Pilularia અને (3) Regnellidium. માર્સિલિયા ઉષ્ણ પ્રદેશોમાં જલજ કે ઉપજલજ (subaquatic) હંસરાજ તરીકે નૈસર્ગિક રીતે ઊગે છે. તેની વિશ્વમાં 53 જાતિઓ, ભારતમાં 9 જાતિઓ…

વધુ વાંચો >