જાહ્નવી ભટ્ટ

રુહર (નદી)

રુહર (નદી) : જર્મનીના વેસ્ટફાલિયામાંના રોથરબર્ગ પર્વતોમાંથી નીકળતી નદી. દુનિયાભરમાં અને વિશેષે કરીને યુરોપમાં જાણીતી બનેલી રુહર ખીણમાં થઈને તે 232 કિમી. જેટલું અંતર કાપે છે. આ નદી પશ્ચિમ તરફ વહીને દુઇસબર્ગ નજીક રહાઇન નદીને મળે છે. રુહર નામની બીજી એક નદી બેલ્જિયમની સીમા પરથી નીકળે છે, તે ‘રોઅર’ (Roer)…

વધુ વાંચો >

રૂઝવેલ્ટ ટાપુ (1)

રૂઝવેલ્ટ ટાપુ (1) : ઍન્ટાર્ક્ટિકામાં એડ્વર્ડ 7 લૅન્ડના કિનારાથી દૂર, વ્હેલ્સના અખાતની દક્ષિણે ન્યૂઝીલૅન્ડની રૉસ જાગીર હેઠળની રૉસ હિમછાજલી(Ross Ice Shelf)ના ઈશાન ભાગમાં આવેલો ટાપુ. 145 કિમી. લાંબો અને 56 કિમી. પહોળો આ હિમાચ્છાદિત ટાપુ યુ.એસ.ના અભિયંતા રિચાર્ડ ઇવલીન બાયર્ડ દ્વારા 1934માં શોધાયેલો. ટાપુની સરેરાશ ઊંચાઈ 500 મીટરથી થોડીક વધુ…

વધુ વાંચો >

રૂપનારાયણ નદી

રૂપનારાયણ નદી : પશ્ચિમ બંગાળમાં આવેલી નદી. તે પુરુલિયા નગરથી ઈશાનમાં આવેલા છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશની તળેટી ટેકરીઓ(ધલેશ્વરી)માંથી નીકળે છે. વર્ધમાન જિલ્લાના નૈર્ઋત્ય ખૂણામાં તેનો પ્રવાહ તોફાની બની રહે છે. અહીં તે દ્વારકેશ્વર નામથી ઓળખાય છે. મિદનાપોર (મેદિનીપુર) જિલ્લાની સરહદે તેને સિલાઈ નદી મળે છે. અહીંથી તે રૂપનારાયણ નામથી ઓળખાય છે. આ…

વધુ વાંચો >

રૂપાટ ટાપુ (Rupat Island)

રૂપાટ ટાપુ (Rupat Island) : ઇન્ડોનેશિયાની મલાક્કાની સામુદ્રધુનીમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : 2° 00´ ઉ. અ. અને 102° 00´ પૂ. રે. ઇન્ડોનેશિયાના રિયાઉ પ્રાંતના વહીવટ હેઠળનો ટાપુ. તે સુમાત્રાના પૂર્વ કિનારાથી થોડેક દૂર આવેલો છે. બંને વચ્ચે 5 કિમી.ની પહોળી ખાડી છે. આ ટાપુ સમુદ્રસપાટીથી ઓછી ઊંચાઈ ધરાવે છે,…

વધુ વાંચો >

રેક્વેના (Requena)

રેક્વેના (Requena) : પૂર્વ સ્પેનના વેલેન્શિયા પ્રાંતમાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : તે 39° 30´ ઉ. અ. અને 1° 03´ પ. રે. પર, સમુદ્રસપાટીથી 692 મીટરની ઊંચાઈએ રિયો નીગ્રો(નદી)ના ડાબા કાંઠે આવેલું છે. તેની નીચે તરફ ઊતિયેલનાં મેદાનો આવેલાં છે. રેક્વેના ઘણા લાંબા વખતથી ખેતીપેદાશોનું અગત્યનું મથક બની રહેલું છે.…

વધુ વાંચો >

રેતીના વંટોળ (sandstorms)

રેતીના વંટોળ (sandstorms) : પવનથી ઉદભવતી રેતીની આંધી. હવાના દબાણમાં વધુ પડતો તફાવત થાય અને જે રીતે ચક્રવાત-પ્રતિચક્રવાત (cyclone-anticyclone) સર્જાય છે, તે જ રીતે રેતીના વંટોળ પણ સર્જાય છે. જોશબંધ ફૂંકાતા પવનો રેતીને એક જગાએથી ઊંચકીને બીજી જગાએ લઈ જાય છે. આ સ્થિતિમાં પવન ઘૂમરી લે  છે અને રેતીકણોને ફંગોળે…

વધુ વાંચો >

રેનો

રેનો : યુ.એસ.ના નેવાડા રાજ્યનું લાસ વેગાસ પછીના બીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 39° 31´ ઉ. અ. અને 119° 48´ પ. રે.. આ શહેરનું એક પ્રવાસી મથક તરીકે વિશેષ મહત્વ છે. તે સિયેરા નેવાડાની તળેટીમાં પશ્ચિમ નેવાડામાં ટ્રકી નદીના કાંઠે વસેલું છે. રેનોમાં ઘણી સંખ્યામાં જુગારખાનાં અને…

વધુ વાંચો >

રેન્ડિયર સરોવર

રેન્ડિયર સરોવર : ઉત્તર કૅનેડામાં સસ્કેચવાન-મૅનિટોબા સરહદે શંકુદ્રુમ જંગલની સીમા પર આવેલું સરોવર. ભૌગોલિક સ્થાન : 57° 30´ ઉ. અ. અને 102° 30´ પ. રે.ની આજુબાજુનો આશરે 6,651 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દિક્ષણ અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ લંબાઈ-પહોળાઈ અનુક્રમે 245 કિમી. અને 56 કિમી. જેટલી છે. તેનો આકાર…

વધુ વાંચો >

રૅબિડા ટાપુ (Rabida Island)

રૅબિડા ટાપુ (Rabida Island) : પૂર્વ પેસિફિક મહાસાગરમાં આવેલા ગાલાપાગોસ ટાપુસમૂહ પૈકીનો એક ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 0° 30´ દ. અ. અને 90° 30´ પ. રે.ની નજીકમાં આવેલો છે. તે ઇક્વેડૉરની પશ્ચિમે 985 કિમી. અંતરે આવેલો છે. તે જર્વિસ ટાપુના નામથી પણ ઓળખાય છે. તેનો વિસ્તાર માત્ર 3 ચોકિમી.…

વધુ વાંચો >

રેવા (નદી) (Rewa)

રેવા (નદી) (Rewa) : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા ફિજિયન ટાપુઓની ઘણી અગત્યની અને લાંબી નદી. ફિજી સમૂહના મુખ્ય ટાપુ વીતી લેવુના ઉત્તર-મધ્ય ભાગમાં આવેલા તોમાનીવીના ઢોળાવ પરથી તે નીકળે છે અને 145 કિમી.ના અંતર સુધી અગ્નિ દિશા તરફ વહે છે. ફિજીના પાટનગર સુવા નજીક આવેલા લૌથલના ઉપસાગરમાં તે ઠલવાય છે.…

વધુ વાંચો >