જાહ્નવી ભટ્ટ

રેવા (નદી) (Rewa)

રેવા (નદી) (Rewa) : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા ફિજિયન ટાપુઓની ઘણી અગત્યની અને લાંબી નદી. ફિજી સમૂહના મુખ્ય ટાપુ વીતી લેવુના ઉત્તર-મધ્ય ભાગમાં આવેલા તોમાનીવીના ઢોળાવ પરથી તે નીકળે છે અને 145 કિમી.ના અંતર સુધી અગ્નિ દિશા તરફ વહે છે. ફિજીના પાટનગર સુવા નજીક આવેલા લૌથલના ઉપસાગરમાં તે ઠલવાય છે.…

વધુ વાંચો >

રૅવેના (Ravenna)

રૅવેના (Ravenna) : ઉત્તર ઇટાલીમાં ઍૅડ્રિયાટિક સમુદ્રના પૂર્વ કિનારા પર આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 44° 25´ ઉ. અ. અને 12° 12´ પૂ. રે.. તે તેનાં કલાભંડારો અને સ્થાપત્યો માટે ખ્યાતિ પામેલું છે. આ ઉપરાંત તે ખેતીની પેદાશો અને અન્ય ઉત્પાદકીય ચીજવસ્તુઓનું મથક પણ છે. અહીં આવેલી 10 કિમી. લાંબી…

વધુ વાંચો >

રેસિયા ઘાટ (Resia Pass)

રેસિયા ઘાટ (Resia Pass) : ઇટાલી-ઑસ્ટ્રિયાની સીમાની દક્ષિણે આશરે 1.6 કિમી. અંતરે તથા સ્વિસ ફ્રન્ટિયરની તદ્દન નજીક પૂર્વ તરફ આવેલો ઘાટ. આ ઘાટ ઑસ્ટ્રિયાના ઇન-રિવર ખીણપ્રદેશને ઇટાલીના એડિજ રિવર ખીણપ્રદેશ ‘વાલ વેનોસ્ટા’થી અલગ પાડે છે. આ ઉપરાંત આ ઘાટ એડ્રિયાટિક સમુદ્ર અને કાળા સમુદ્રના જળવિભાજકો તથા ર્હીટિયન આલ્પ્સ અને ઓઝતાલ…

વધુ વાંચો >

રેસીફ (Recife)

રેસીફ (Recife) : બ્રાઝિલના ઈશાન ભાગમાં આવેલા પર્નામ્બુકો રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 8° 58´ દ. અ. અને 34° 55´ પ. રે.. તે ઍટલૅન્ટિક મહાસાગરના પશ્ચિમ કિનારે કૅપબારિબે અને બેબીરિબે નદીઓના નદીનાળ મુખસંગમ પર આવેલું છે. આ શહેરનો કેટલોક ભાગ બ્રાઝિલની મુખ્ય ભૂમિ પર અને કેટલોક ભાગ ટાપુ પર આવેલો…

વધુ વાંચો >

રૉક્સ

રૉક્સ : ઑસ્ટ્રેલિયાના સિડનીના બંદર નજીક આવેલો ઐતિહાસિક વિસ્તાર. તે એટલો બધો જાણીતો છે કે અનેક પ્રવાસીઓ માટેના આકર્ષણનું કેન્દ્ર બની રહેલો છે. દર વર્ષે અહીં આશરે દસ લાખ જેટલા પ્રવાસીઓ તે જોવા માટે આવે છે. આ આખોય વિસ્તાર સિડનીના દરિયાકિનારાની અંતર્ગોળ કમાનની પશ્ચિમ બાજુએ આવેલો છે અને 23 હેક્ટર…

વધુ વાંચો >

રોગાલૅન્ડ

રોગાલૅન્ડ : નૉર્વેના નૈર્ઋત્ય છેડા પર આવેલો પ્રદેશ, એક પરગણું. ભૌગોલિક સ્થાન : તે આશરે 59° ઉ. અ. અને 6° 30´ પૂ. રે.ની આજુબાજુનો, 9,141 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પશ્ચિમે ઉત્તર સમુદ્ર અને પૂર્વમાં બાયકલહાઇન-જુવેનના પ્રદેશો આવેલા છે. પશ્ચિમ કિનારો ટાપુઓ અને ફિયૉર્ડનાં લક્ષણોવાળો છે. આ કિનારા પર…

વધુ વાંચો >

રોઝારિયો (Rosario)

રોઝારિયો (Rosario) : આર્જેન્ટીના બુએનૉસ આયરિસ અને કૉર્ડોબા પછીના ત્રીજા ક્રમે આવતું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 32° 57´ દ. અ. અને 60° 40´ પ. રે. પર સ્થિત આ મહાનગર બુએનૉસ આયરિસથી આશરે 320 કિમી. દૂર પારાના નદીના ઉપરવાસમાં, પૂર્વ-મધ્ય આર્જેન્ટીનાનાં પમ્પાઝનાં ફળદ્રૂપ મેદાનોમાં વસેલું છે. તે દરિયાથી દૂર ભૂમિ-અંતર્ગત…

વધુ વાંચો >

રોઝીઉ

રોઝીઉ : વેસ્ટ ઇન્ડિઝની વાતાભિમુખ બાજુ કૅરિબિયન સમુદ્રમાં આવેલા પ્રજાસત્તાક ટાપુદેશ ડૉમિનિકનું પાટનગર, બંદર તથા મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 15° 18´ ઉ. અ. અને 61° 24´ પ. રે.. આ ટાપુના નૈર્ઋત્ય કિનારે નદીના મુખ પર આ શહેર વસેલું છે. ટાપુના મધ્યભાગમાં જ્વાળામુખી પર્વત આવેલો હોવાથી ઈશાન તરફથી આવતા વ્યાપારી…

વધુ વાંચો >

રૉટનેસ્ટ ટાપુ (Rottnest Island)

રૉટનેસ્ટ ટાપુ (Rottnest Island) : હિંદી મહાસાગરમાં આવેલો ઑસ્ટ્રેલિયન ટાપુ. ભૌગોલિક સ્થાન : તે 32° દ. અ. અને 115° 30´ પૂ. રે. પર પશ્ચિમ ઑસ્ટ્રેલિયાના ફ્રીમેન્ટલ અને પર્થ નજીક સ્વાન નદીના મુખ પાસે 19 કિમી.ને અંતરે આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ ચૂનાખડકોથી બનેલું છે. તે પૂર્વ-પશ્ચિમ આશરે 10.5 કિમી. લાંબો અને…

વધુ વાંચો >

રૉટી ટાપુ (Roti Island)

રૉટી ટાપુ (Roti Island) : ઇન્ડોનેશિયાના અગ્નિભાગમાં, તિમોર ટાપુની નૈર્ઋત્યમાં આશરે 16 કિમી. અંતરે આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન : આશરે 10° 30´ દ. અ. અને 123° પૂ. રે. પર તે આવેલો છે. આ ટાપુની પશ્ચિમે હિંદી મહાસાગર અને પૂર્વ તરફ તિમોર સમુદ્ર આવેલા છે. નૈર્ઋત્ય-ઈશાન વિસ્તરેલા આ ટાપુની લંબાઈ 80…

વધુ વાંચો >