જયન્તિલાલ પો. જાની

પાકી આડત

પાકી આડત : માલ ખરીદનાર અને વેચનાર વચ્ચે સંપર્ક કરાવી  આપવાની સેવા માટે તથા ખરીદનાર માલની કિંમત ચૂકવશે તેવી જવાબદારી ઉઠાવવા માટે આડતિયાને મળતો નાણાકીય બદલો. સામાન્ય સંજોગોમાં આડતિયો બંને પક્ષકારો વચ્ચે સોદા કરાવવાનું કાર્ય કરે છે. તે સેવા માટે તેને કાચી આડત મળે છે, છતાં કેટલીક વાર આડતિયો માલના…

વધુ વાંચો >

પાઘડી

પાઘડી : ધંધા અથવા ઉત્પાદનના સામાન્ય સ્તરના એકમોના નફા કરતાં તેવા જ પ્રકારનો ધંધો અથવા ઉત્પાદન કરતા વિશિષ્ટ એકમની અધિનફો (super profit) કરવાની ક્ષમતાને લીધે તેને મળેલી પ્રતિષ્ઠાનું નાણાકીય મૂલ્યાંકન. ધંધા અથવા ઉત્પાદનના થોડાક એકમો તેમના જ વર્ગના મોટા ભાગના એકમો કરતાં વધારે નફાની કમાણી કરતા હોય છે. તેવા એકમોને…

વધુ વાંચો >

પારેખ મંગળદાસ ગિરધરદાસ

પારેખ, મંગળદાસ ગિરધરદાસ (જ. 6 જૂન 1862, અમદાવાદ; અ. 6 ડિસેમ્બર 1930, અમદાવાદ) : અમદાવાદના અગ્રણી ઉદ્યોગપતિ અને પ્રજાપ્રિય પરોપકારી સજ્જન. તેમનો જન્મ સાધારણ આર્થિક સ્થિતિવાળા કુટુંબમાં થયો હતો. 20 વર્ષની ઉંમરે મૅટ્રિકની પરીક્ષા પસાર કર્યા પછી સુતરાઉ કાપડની મિલમાં ટૂંકા પગારથી તેમણે નોકરીની શરૂઆત કરી હતી. નોકરી દરમિયાન કાપડ-મિલ-ઉદ્યોગની…

વધુ વાંચો >

પીટીટ દીનશા માણેકજી (સર)

પીટીટ, દીનશા માણેકજી (સર) (જ. 30 જૂન 1823, મુંબઈ; અ. 5 મે, 1901 મુંબઈ) : ભારતના જાણીતા ઉદ્યોગપતિ અને લોકહિતૈષી દાનવીર. સૂરતથી સ્થળાંતર કરીને મુંબઈ આવેલા સમૃદ્ધ પારસી કુટુંબમાં તેમનો જન્મ થયો હતો. 14 વર્ષની વયે અભ્યાસ છોડીને તેમણે નોકરી સ્વીકારી; પરંતુ તેમની રુચિ વેપાર અને ઉદ્યોગ તરફ હોવાથી નોકરી…

વધુ વાંચો >

પુરુષોત્તમદાસ ઠાકુરદાસ (સર પી. ટી.)

પુરુષોત્તમદાસ ઠાકુરદાસ (સર પી. ટી.) (જ. 1879; અ. 1961) : રૂના અગ્રગણ્ય વેપારી, રાજનીતિજ્ઞ અને દાનવીર. તેમનો જન્મ મુંબઈમાં સ્થાયી થયેલા સૂરતના વણિક કુટુંબમાં થયો હતો. તેમના પિતા ઠાકુરદાસ જાણીતા સૉલિસિટર હતા અને માતા દિવાળીબાઈ ઘરરખ્ખુ ગૃહિણી હતાં. 4 વર્ષની વયે પિતાનું અને 6 વર્ષની વયે માતાનું અવસાન થતાં બાલ્યાવસ્થામાં…

વધુ વાંચો >

પેશગી પ્રથા (imprest system)

પેશગી પ્રથા (imprest system) : મોટાં વ્યાપારી ગૃહોમાં થતા ગૌણ રોકડ ખર્ચને હિસાબી ચોપડામાં નોંધવા માટેની અત્યંત અનુકૂળ પ્રથા. આ પ્રથા અનુસાર અઠવાડિયું, પખવાડિયું કે મહિનો એવી કોઈ નિશ્ર્ચિત અવધિ દરમિયાન ધંધામાં થતા પરચૂરણ ખર્ચની ચુકવણી માટે પર્યાપ્ત ચોક્કસ રકમ મુખ્ય કૅશિયર દ્વારા નાયબ કૅશિયરને અગાઉથી આપવામાં આવે છે. નાયબ…

વધુ વાંચો >

પ્રત્યાવર્તન (repatriation)

પ્રત્યાવર્તન (repatriation) : વિદેશમાં રોકવામાં આવેલી મૂડીનું પોતાના દેશમાં પ્રત્યાગમન. મૂડીવાદી વિચારસરણી ધરાવતા સાહસિકો પોતાની મૂડીનું સ્વદેશમાં રોકાણ કર્યા પછી પણ તેમની પાસે વધારાની મૂડી બચતી હોય તો તેનું અન્ય વિદેશી રાષ્ટ્રોમાં રોકાણ કરીને વધારે નફો કરવાનું વલણ ધરાવતા હોય છે. આવી પ્રક્રિયામાં વિદેશી હૂંડિયામણની સમસ્યા તથા અસાધારણ સંજોગોમાં વિદેશમાં…

વધુ વાંચો >

પ્રવાસન-ઉદ્યોગ

પ્રવાસન-ઉદ્યોગ : વ્યક્તિઓના સમૂહને જુદાં જુદાં મહત્વનાં સ્થળોનું નિરીક્ષણ કરવા માટે જવા-આવવાની સુવિધાજનક સેવાઓ પૂરી પાડતો ઉદ્યોગ. વિશ્વપ્રવાસન સંઘ, મેડ્રિડ, સ્પેનનાં ધોરણો અનુસાર સામાન્ય ઘરેડવાળી જીવનશૈલીમાંથી ઉદભવતો કંટાળો દૂર કરવા માટે પોતાના રહેવાના અથવા કામ કરવાના સ્થળેથી 24 કલાકથી ઓછા નહિ અને 1 વર્ષથી વધારે નહિ તેટલા સમય સુધી દૂર…

વધુ વાંચો >

પ્રેમચંદ રાયચંદ

પ્રેમચંદ રાયચંદ (જ. 1812, સૂરત; અ. 1876) : સાહસિક ગુજરાતી વેપારી અને દાનવીર. સૂરતના વતની. તેમનો જન્મ મોટો મોભો અને મોટી શાખ ધરાવતા જૈન કુટુંબમાં થયો હતો. દાદા ઝવેરી હતા. તેમના પિતા રાયચંદ દીપચંદ રૂ તથા બીજી ચીજોનો વેપાર કરતા હતા. તેઓ એક અન્ય સગા સાથે ભાગીદારીમાં દલાલીનો ધંધો પણ…

વધુ વાંચો >

ફટાકડા અને ફટાકડા-ઉદ્યોગ

ફટાકડા અને ફટાકડા-ઉદ્યોગ : આનંદપ્રમોદ તથા સામાજિક હેતુઓ માટે વપરાતી જ્વલનશીલ અને વિસ્ફોટક ચીજો અને તેને લગતો ઉદ્યોગ. ફટાકડા સળગાવવાથી અથવા તેમને આઘાત આપવાથી તે સળગી ઊઠે છે, પરિણામે ધડાકો, ધુમાડો તથા જુદા જુદા રંગ અને દેખાવવાળો પ્રકાશ ઉત્પન્ન થાય છે. ફટાકડા બનાવવામાં ત્રણ પ્રકારનાં દ્રવ્યો વપરાય છે : (1)…

વધુ વાંચો >