જયકુમાર ર. શુક્લ

વેલેરા, ઇમન ડી

વેલેરા, ઇમન ડી (જ. 1882, ન્યૂયૉર્ક સિટી; અ. 1975) : આઇરિશ રાજપુરુષ, રીપબ્લિક ઑવ્ આયર્લૅન્ડના વડાપ્રધાન અને પ્રમુખ. તેમના પિતા સ્પૅનિશ અને માતા આઇરિશ હતાં. તેમણે આયર્લૅન્ડમાં ડબ્લિનમાં બ્લૅકરૉક કૉલેજ અને રૉયલ યુનિવર્સિટીમાં શિક્ષણ લીધું હતું. કેટલીક ડિગ્રીઓ મેળવ્યા બાદ તેમણે જુદી જુદી કૉલેજો અને શિક્ષણ-સંસ્થાઓમાં ગણિતશાસ્ત્ર, ફ્રેન્ચ અને લૅટિન…

વધુ વાંચો >

વેસપાસિયન

વેસપાસિયન (જ. ઈ. સ. 9, રીટ, રોમથી ઈશાનમાં; અ. ઈ. સ. 79, રોમ) : રોમન સમ્રાટ. તેનું આખું નામ ટિટસ ફ્લેવિયસ વેસપાસિયેનસ હતું. તે સેનેટર બન્યો અને ઈ. સ. 43 અને 44 દરમિયાન બ્રિટન જીતવા માટે લશ્કરનો સેનાપતિ હતો. ઈ. સ. 67માં સમ્રાટ નીરોએ જુડિયામાં થયેલ યહૂદીઓનો બળવો દબાવી દેવા…

વધુ વાંચો >

વૈદ્ય, ચિંતામણ વિનાયક (ડૉ.)

વૈદ્ય, ચિંતામણ વિનાયક (ડૉ.) (જ. 18 ઑક્ટોબર 1861, કલ્યાણ, થાણા જિલ્લો, મહારાષ્ટ્ર; અ. 20 એપ્રિલ 1938, કલ્યાણ) : ગ્વાલિયર રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ, વિવિધ શાસ્ત્રોના વિદ્વાન અને દેશભક્ત. ચિંતામણ ઉર્ફે નાનાસાહેબનો જન્મ વિનાયક બાપુજી વૈદ્ય નામના વકીલને ત્યાં થયો હતો. તેમણે પ્રાથમિક શિક્ષણ મરાઠીમાં અને હાઈસ્કૂલનું શિક્ષણ અંગ્રેજી ભાષામાં લીધું હતું.…

વધુ વાંચો >

વૉલપોલ, (સર) રૉબર્ટ

વૉલપોલ, (સર) રૉબર્ટ (જ. 26 ઑગસ્ટ 1676, હાઉટન, નોરફૉક, ઇંગ્લૅન્ડ; અ. 18 માર્ચ 1745, લંડન) : ઓરફર્ડના પ્રથમ અર્લ, ગ્રેટ બ્રિટનના પ્રથમ વડાપ્રધાન, છતાં તે સમયે આ હોદ્દો ન હતો. અઢારમી સદીના પૂર્વાર્ધમાં ઇંગ્લૅન્ડના સૌથી વધુ પ્રભાવશાળી રાજપુરુષ. તેમણે ઇટન કૉલેજ અને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો. તેઓ 1701માં પાર્લમેન્ટના…

વધુ વાંચો >

વ્યક્તિગત સત્યાગ્રહ

વ્યક્તિગત સત્યાગ્રહ (1940’-41) : દ્વિતીય વિશ્વયુદ્ધ ચાલુ હતું ત્યારે કૉંગ્રેસ સરકારની યુદ્ધનીતિનો ખુલ્લેઆમ વિરોધ કરવા, 1940માં શરૂ કરેલી વ્યક્તિગત સવિનય કાનૂનભંગની ચળવળ. ભારતની સંમતિ વિના વાઇસરૉયે ભારતને દ્વિતીય વિશ્વયુદ્ધમાં પક્ષકાર તરીકે જાહેર કર્યું. મૌલાના અબુલ કલામ આઝાદના પ્રમુખપદે 19 અને 20 માર્ચ, 1940ના રોજ રામગઢ મુકામે મળેલા અધિવેશનમાં કૉંગ્રેસ, ‘ભારતના…

વધુ વાંચો >

વ્યાસ, જયનારાયણ

વ્યાસ, જયનારાયણ (જ. 1898; અ. 1963) : અગાઉના જોધપુર રાજ્યના વડાપ્રધાન અને રાજસ્થાનના મુખ્યમંત્રી. તેમના પિતાશ્રી સેવારામ વ્યાસ અગાઉના જોધપુર રાજ્યના રેલવે ખાતામાં સામાન્ય અધિકારી હતા. તે રૂઢિચુસ્ત પુષ્કર્ણા જ્ઞાતિના હતા. તે પંજાબ યુનિવર્સિટીની મૅટ્રિકની પરીક્ષા આપવા માર્ચ 1919માં દિલ્હી ગયા, ત્યાં સુધી ખાસ બહાર ગયા ન હતા. દિલ્હીમાં 30…

વધુ વાંચો >

વ્યાસ, શ્રીધર

વ્યાસ, શ્રીધર (ઈ. સ. 1398માં હયાત) : ઈડરનો રાજકવિ. રાવ રણમલ(શાસનકાળ  1346થી 1404)નાં પરાક્રમોની પ્રશસ્તિ શ્રીધર વ્યાસે તે ગાળામાં રચેલા અવહઠ્ઠમિશ્રિત (ડિંગળીમિશ્ર) મધ્યકાલીન ગુજરાતીના ‘રણમલ્લ છંદ’(ઈ. સ. 1398)માં ગાઈ છે. તેમાં ઈડરના રાજા રણમલે ગુજરાતના સમકાલીન સૂબા ઝફરખાન ફારસી (1362-1371), તેના અનુગામી શમ્સુદ્દીન અબુ રિજા (1372-74), તેના અનુગામી શમ્સુદ્દીન દામગાની…

વધુ વાંચો >

શકુનિકાવિહાર

શકુનિકાવિહાર : પ્રાચીન કાળમાં શ્રીલંકાની રાજકુમારીએ ભરુકચ્છમાં બંધાવેલ જૈનમંદિર. શ્રીલંકાની એક રાજકુમારી સુદર્શનાએ ત્યાંથી ભરૂચ આવી, અશ્વાવબોધતીર્થમાં ‘શકુનિકાવિહાર’ નામે જૈનમંદિર બંધાવ્યું હતું એવી અનુશ્રુતિ અનેક પ્રાચીન જૈન ગ્રંથોમાં નોંધાઈ છે, અને એનો નિર્દેશ કરતાં શિલ્પ અનેક જૈન મંદિરોમાં છે. એ પ્રસંગનો ચોક્કસ સમય-નિર્ણય કરવો મુશ્કેલ છે, પણ વિજયે શ્રીલંકામાં વસાહત…

વધુ વાંચો >

શતદ્રૂ

શતદ્રૂ : પૂર્વ પંજાબના પહાડી પ્રદેશમાં આવેલ પ્રાચીન સમયનું રાજ્ય. હ્યુ એન ત્સાંગે પૂર્વ પંજાબમાં જોયેલાં રાજ્યોમાં જાલંધર, કુલુતા, ચિ-ના-પુહ્-તી સાથે શતદ્રૂ રાજ્યનો પણ ઉલ્લેખ કર્યો છે. સાતમી સદીના પૂર્વાર્ધમાં તે રાજ્ય હોવું જોઈએ. તે રાજ્યોનો હર્ષના સામ્રાજ્યમાં સમાવેશ થતો હોય એવી સંભાવના છે. જયકુમાર ર. શુક્લ

વધુ વાંચો >

શતવર્ષીય યુદ્ધ

શતવર્ષીય યુદ્ધ (1337-1453) : ફ્રાન્સ ઉપર અંકુશ મેળવવા વાસ્તે પાંચ અંગ્રેજ અને પાંચ ફ્રેન્ચ રાજાઓના શાસન સુધી વિસ્તરેલ યુદ્ધ. ઇંગ્લૅન્ડ અને ફ્રાન્સ વચ્ચેના આ સંઘર્ષમાં યુદ્ધવિરામો તથા સંધિઓનો ભંગ કરીને યુદ્ધો કરવામાં આવ્યાં હતાં. ઈ. સ. 1204માં અંગ્રેજોએ ફ્રાન્સમાં આવેલું નૉર્મન્ડી ગુમાવ્યું, તે યુદ્ધનું પાયાનું કારણ બન્યું. યુદ્ધ માટે બીજાં…

વધુ વાંચો >