જયકુમાર ર. શુક્લ
વલભી
વલભી : સૌરાષ્ટ્રના પૂર્વ ભાગમાં આવેલી પ્રસિદ્ધ પ્રાચીન નગરી અને મૈત્રકોની રાજધાની વલભી. ઈ. સ. 470ના અરસામાં મૈત્રક રાજ્યની રાજધાની બની તે અગાઉ પણ અસ્તિત્વ ધરાવતી હતી. ‘બૃહત્કથામંજરી’ તથા ‘કથાસરિત્સાગર’ની કથાઓમાં વલભીનો ઉલ્લેખ વાણિજ્ય તથા વિદ્યાના કેન્દ્ર તરીકે થયો છે. તેથી વલભી પ્રથમ સદી જેટલી પ્રાચીન ગણાય. જૈન આગમગ્રંથોની વાચના…
વધુ વાંચો >વલભી વિદ્યાપીઠ
વલભી વિદ્યાપીઠ : સૌરાષ્ટ્રના પૂર્વભાગમાં ભાવનગરની વાયવ્યે 29 કિમી.ના અંતરે વલભી ગામમાં આવેલી પ્રાચીન વિદ્યાપીઠ. ઈ. સ. 470માં વલભી મૈત્રકોની રાજધાની બની તે પહેલાંયે તે અસ્તિત્વમાં હતી અને શૈક્ષણિક પ્રવૃત્તિ ચાલુ હતી. વર્તમાનકાળ જેવી સુસંગઠિત શિક્ષણ-સંસ્થાઓ તે સમયે ન હતી. ‘કથાસરિત્સાગર’માંની કથામાં ગંગા દોઆબના દ્વિજ વસુદત્તનો પુત્ર વિષ્ણુદત્ત વિદ્યાપ્રાપ્તિ વાસ્તે…
વધુ વાંચો >વલ્લભરાજ
વલ્લભરાજ (શાસનકાળ : ઈ. સ. 1010) : સોલંકી વંશના રાજવી ચામુંડરાજનો પુત્ર. પિતાની હયાતીમાં જ તે ગાદીએ બેઠો હતો અને આશરે છ માસ સત્તા પર રહ્યો હતો. ‘દ્વયાશ્રય’, ‘વડનગર પ્રશસ્તિ’, ‘પ્રબંધ ચિંતામણિ’ વગેરે ગ્રંથોમાં તેના ઉલ્લેખો થયા છે. ‘દ્વયાશ્રય’ના ટીકાકાર અભયતિલકગણિના જણાવ્યા મુજબ-તીર્થયાત્રા કરવા વારાણસી જઈ રહેલા ચામુંડરાજનાં છત્ર અને…
વધુ વાંચો >વશ (જાતિ)
વશ (જાતિ) : વેદોના સમયની વશ નામની, પ્રાચીનતમ જાતિઓમાંની એક. કુરુઓએ વશો, પાંચાલો તથા ઉશિનારા જાતિના લોકો સાથે મધ્યદેશ કબજે કર્યો હતો. તેઓ સૌ ત્યાં રહેતા હતા. ‘ગોપથ બ્રાહ્મણ’માં જણાવ્યા પ્રમાણે વશો અને ઉશિનારા સંયુક્ત તથા ઉત્તરના લોકો હતા. ‘કૌશિતકી ઉપનિષદ’માં વશ જાતિના લોકોને મત્સ્યો સાથે પણ જોડવામાં આવ્યા છે.…
વધુ વાંચો >વસુમિત્ર
વસુમિત્ર : મગધના શૂંગ વંશના સમ્રાટ પુષ્યમિત્રનો પૌત્ર તથા અગ્નિમિત્રનો પુત્ર. કાલિદાસે ‘માલવિકાગ્નિમિત્ર’ નાટકમાં જણાવ્યા મુજબ પુષ્યમિત્રે અશ્વમેધ યજ્ઞ કર્યો ત્યારે ઘોડાના રક્ષણ વાસ્તે મોકલવામાં આવેલ લશ્કરનો સેનાપતિ વસુમિત્ર હતો. યજ્ઞના આ ઘોડાને યવનોએ અટકાવ્યો. તેથી સિંધુ નદીના દક્ષિણ કાંઠે થયેલી લડાઈમાં વસુમિત્રે યવનોને પરાજય આપ્યો અને યજ્ઞનો ઘોડો સલામતીપૂર્વક…
વધુ વાંચો >વસ્તુપાલ
વસ્તુપાલ (જ. આશરે ઈ. સ. 1185; અ. 1240) : મધ્યકાલીન ગુજરાતમાં રાજકીય, સાંસ્કૃતિક અને ધાર્મિક ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન કરનાર તથા વાઘેલા વીરધવલ અને વીસલદેવના મહામાત્ય. તેઓ પોરવાડ જ્ઞાતિના વણિક હતા. તેમના પિતાનું નામ આશરાજ (કે અશ્વરાજ) અને માતાનું નામ કુમારદેવી હતું. પોતાના પૂર્વજોની માફક તેઓ પણ સોલંકી રાજાની સેવામાં રહ્યા…
વધુ વાંચો >વહાબી આંદોલન (1820-1870)
વહાબી આંદોલન (1820-1870) : રાયબરેલીના સૈયદ અહમદ બરેલવી(1786-1831)એ ઇસ્લામ ધર્મમાં સુધારા કરવા માટે ભારતમાં શરૂ કરેલ આંદોલન. પાછળથી તે પંજાબમાંથી શીખોને અને બંગાળમાંથી અંગ્રેજોને દૂર કરીને મુસ્લિમ સત્તા સ્થાપવા માટેનું રાજકીય આંદોલન બન્યું હતું. ઇસ્લામ ધર્મમાં સુધારા કરવાના ઇરાદાથી અરબસ્તાનમાં અઢારમી સદીના છેલ્લાં વરસોમાં અબ્દુલ વહાબે આ આંદોલન શરૂ કર્યું…
વધુ વાંચો >વંગ
વંગ : પ્રાચીન તથા મધ્યકાલમાં પૂર્વ અને દક્ષિણ બંગાળનું રાજ્ય. તેની સરહદો નિશ્ચિત નહોતી, પરંતુ વખતોવખત બદલાતી રહેતી હતી. ઈ. સ.ની ચોથી સદીમાં ગુપ્તવંશના મહાન વિજેતા સમ્રાટ સમુદ્રગુપ્તને ખંડણી ભરતાં સરહદનાં રાજ્યોમાં વંગનો સમાવેશ થતો હતો. ઈસુની છઠ્ઠી શતાબ્દીમાં વંગના રાજાઓએ ગુપ્તોનું આધિપત્ય ફગાવી દીધું અને તેને સ્વતંત્ર રાજ્ય તરીકેનું…
વધુ વાંચો >વંજી
વંજી : પ્રાચીન કાલમાં દક્ષિણ ભારતના ચેર (ચેરા) રાજાઓનું પાટનગર. વંજી પેરિયાર નદીના કિનારે, પશ્ચિમ ઘાટના છેડે કોચીન પાસે આવેલું હતું. તેના સ્થાન વિશે વિદ્વાનોમાં મતભેદ છે. કેટલાક વિદ્વાનો તેને ત્રિચિનોપલ્લી પાસે કારુરના સ્થાને મૂકે છે; જ્યારે બીજા કેટલાક વિદ્વાનો પશ્ચિમ કિનારે આવેલ હાલના તિરુવંજીકુલમના સ્થાને મૂકે છે. આ બીજો…
વધુ વાંચો >વાચ્છા, દીનશા એદલજી (સર)
વાચ્છા, દીનશા એદલજી (સર) (જ. 2 ઑગસ્ટ 1844, મુંબઈ; અ. 1936) : મહાન રાષ્ટ્રવાદી, જાહેર સેવક, કૉંગ્રેસના સ્થાપક-સભ્ય અને પ્રમુખ. દીનશાનો જન્મ મધ્યમવર્ગના પારસી પરિવારમાં થયો હતો. એયરટન સ્કૂલમાં અભ્યાસ કરીને તે 1858માં ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં જોડાયા; અને ત્રણ વર્ષ બાદ, પિતાશ્રીના મુંબઈ અને એડનના વેપારમાં મદદ કરવા અભ્યાસ છોડી દીધો.…
વધુ વાંચો >