જયકુમાર ર. શુક્લ

રુદ્રસેન પહેલો

રુદ્રસેન પહેલો : દખ્ખણમાં ચોથી સદીમાં થઈ ગયેલો વાકાટક વંશનો રાજા. પ્રવરસેનનો જ્યેષ્ઠ પુત્ર ગૌતમીપુત્ર ઘણુંખરું તેના પિતાની હયાતીમાં મરણ પામ્યો હતો. રુદ્રસેન પહેલો ગૌતમીપુત્રનો ભારશિવ વંશના રાજા ભવનાગની પુત્રી દ્વારા જન્મેલો પુત્ર હતો. રુદ્રસેન તેના દાદાનો વારસ બન્યો અને તેના વંશજોની નોંધોમાં તેને મહાભૈરવ(શિવનું સ્વરૂપ)નો શ્રદ્ધાળુ ભક્ત કહ્યો છે.…

વધુ વાંચો >

રુદ્રસેન બીજો

રુદ્રસેન બીજો (જ. ?; અ. ઈ. સ. 400 આશરે) : દખ્ખણમાં ચોથી સદીના ઉત્તરાર્ધમાં થયેલો વાકાટક વંશનો રાજા. તે ગુપ્તવંશના પ્રસિદ્ધ સમ્રાટ ચન્દ્રગુપ્ત બીજા અને તેની રાણી કુબેરનાગની પુત્રી પ્રભાવતી ગુપ્ત સાથે પરણ્યો હતો. આ લગ્નસંબંધ રાજકીય હેતુ સિદ્ધ કરવા વાસ્તે બંધાયો હતો. આ સંબંધ પછી ગુપ્ત કુળની તેની પત્ની…

વધુ વાંચો >

રુસ્તમ અલીખાન

રુસ્તમ અલીખાન (જ. ?; અ. 10 ફેબ્રુઆરી 1725, વસો) : સૂરતનો મુઘલ બાદશાહે નીમેલો ફોજદાર (ગવર્નર). તે વડોદરા અને પેટલાદનો ફોજદાર પણ હતો. ગુજરાતમાં આક્રમણકારી પ્રવૃત્તિઓ કરનાર મરાઠા સરદાર પિલાજીરાવ ગાયકવાડના હલ્લાઓનો સામનો કરવા તેણે પ્રયાસ કર્યો; પરંતુ તેમાં નિષ્ફળ જવાથી તેણે પિલાજીરાવ સાથે સમાધાન કર્યું હતું. રુસ્તમ અલીખાનને બંડખોર…

વધુ વાંચો >

રૂઝવેલ્ટ, થિયોડૉર

રૂઝવેલ્ટ, થિયોડૉર (જ. 27 ઑક્ટોબર 1858, ન્યૂયૉર્ક સિટી; અ. 6 જાન્યુઆરી 1919, ઑઇસ્ટર બે, ન્યૂયૉર્ક) : 1901થી 1909 દરમિયાન યુનાઇટેડ સ્ટેટ્સના પ્રમુખ. બાળપણમાં તેમણે પોતાનાં પરિવારજનો સાથે યુરોપ તથા મધ્યપૂર્વના દેશોની મુલાકાત લીધી હતી. તેઓ રિપબ્લિકન પક્ષમાં જોડાયા અને 1881માં ન્યૂયૉર્ક રાજ્યની ધારાસભામાં ચૂંટાઈ આવ્યા હતા. ઈ. સ. 1897માં પ્રમુખ…

વધુ વાંચો >

રૂઝવેલ્ટ, ફ્રૅન્કલિન

રૂઝવેલ્ટ, ફ્રૅન્કલિન (જ. 30 જાન્યુઆરી 1882, સ્પ્રિંગવુડ, હાઇડ પાર્ક, ન્યૂયૉર્ક; અ. 12 એપ્રિલ 1945, વૉર્મ સ્પ્રિંગ્ઝ, જ્યૉર્જિયા) : ચાર વાર ચૂંટાનાર તથા 12 વર્ષથી વધુ સમય હોદ્દો ભોગવનાર યુનાઇટેડ સ્ટેટ્સના એકમાત્ર પ્રમુખ. તેમણે શાળાનો અભ્યાસ ગ્રોટન, મૅસેચૂસેટ્સમાં કર્યો. ત્યારબાદ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ વિષય સાથે 1903માં સ્નાતક થયા. તેમણે 1907માં કોલમ્બિયા…

વધુ વાંચો >

રૂપમતીની મસ્જિદ

રૂપમતીની મસ્જિદ : અમદાવાદમાં મિરજાપુર પોલીસ ચોકીની બાજુમાં  આવેલી ઈ. સ. 1470માં બંધાયેલી મસ્જિદ. સુલતાન મહમૂદશાહ બેગડાના સમયમાં રાણી રૂપમતી(રૂપવંતી)એ બંધાવેલી આ મસ્જિદ સુશોભનની દૃષ્ટિએ પ્રથમ પંક્તિની સુંદર ગણાતી મસ્જિદોમાં મૂકી શકાય એવી છે. અગાશી ઉપરના એના તૂટેલા મિનારા જો હોત તો તેની સંપૂર્ણ સપ્રમાણતા તથા નજાકતનો ખ્યાલ આવી શકત.…

વધુ વાંચો >

રૂપમતી રાણી

રૂપમતી રાણી (ઈ. સ. સોળમી સદી) : માળવાના છેલ્લા સ્વતંત્ર અફઘાન સુલતાન બાજબહાદુરની પ્રેમિકા. આ ઇતિહાસપ્રસિદ્ધ પ્રેમિકાના જીવન વિશે આધારભૂત માહિતી મળતી નથી. ઇતિહાસના ગ્રંથોમાં તેના ઉલ્લેખો થયા છે; તે અલગ અલગ અને અસ્પષ્ટ છે. રૂપમતી સારંગપુરની બ્રાહ્મણ કન્યા અથવા નર્તકી હતી; પરંતુ નર્મદા ઘાટીમાં પ્રચલિત આખ્યાનો મુજબ રૂપમતી ધરમપુરી…

વધુ વાંચો >

રૂમીખાન, મુસ્તફા બિન બહરામ

રૂમીખાન, મુસ્તફા બિન બહરામ (જ. ?; અ. 1538, ચુનાર, ઉત્તર ભારત) : ગુજરાતના તોપદળનો સેનાપતિ અને સૂરત-રાંદેર-માહીમ સુધીના પ્રદેશનો જાગીરદાર. ગુજરાતના સુલતાન બહારદુરશાહે (1526–1537) 1531માં તેને સૂરત બંદર, તેની આસપાસનો તથા દક્ષિણે માહીમ સુધીનો પ્રદેશ સોંપ્યો હતો. તે ઇજિપ્તના નૌકાદળના સેનાપતિ અમીર સુલેમાનની બહેનનો પુત્ર હતો અને તેના પિતા બહરામની…

વધુ વાંચો >

રેગ્યુલેટિંગ ઍક્ટ, 1773

રેગ્યુલેટિંગ ઍક્ટ, 1773 : ઈસ્ટ ઇંડિયા કંપનીના ભારતમાંના વહીવટ ઉપર બ્રિટિશ તાજનો અંકુશ સ્થાપતો પ્રથમ કાયદો. ભારતના બંધારણીય વિકાસમાં રેગ્યુલેટિંગ ઍક્ટ પ્રથમ મહાન સીમાચિહન સમાન હતો. એપ્રિલ 1772માં ઇંગ્લૅન્ડની પાર્લમેન્ટે ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વિવિધ કાર્યવાહીની તપાસ કરવા વાસ્તે એક સમિતિ નીમી. કંપની દ્વારા કરવામાં આવતું પુષ્કળ ખર્ચ, વહીવટી અરાજકતા, કંપનીના…

વધુ વાંચો >

રેડક્લિફ ચુકાદો

રેડક્લિફ ચુકાદો : ભારત અને પાકિસ્તાનની સરહદો અંગે ઑગસ્ટ 1947માં આપવામાં આવેલો ચુકાદો. ભારતનું વિભાજન કરવાનો નિર્ણય લેવાયા બાદ તેની સરહદો ઠરાવવા માટે બે સીમા-પંચ નીમવામાં આવ્યાં. એક પંચ બંગાળનું વિભાજન તથા આસામમાંથી સિલ્હટને અલગ કરવા અને બીજું પંચ પંજાબના વિભાજન માટે નીમવામાં આવ્યું. દરેક પંચમાં કૉંગ્રેસે નીમેલા બે તથા…

વધુ વાંચો >